અનેકએક/અભેદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{center|'''અંતરો'''}} <poem> અભેદ કહ્યું: વા થયાં વાવઝોડાં. જરાક અજવાળું દીધાં અપાર અંધારાં. એકાદ પાંખડી ધર્યાં વેરાન. કહ્યું: વારિ વાદળ ઊમટ્યાં ટહુક્યા મોર અનરાધાર વરસાદ થયા મેઘધનુ રચાયાં તરુ...")
(No difference)

Revision as of 01:09, 26 March 2023

અંતરો


અભેદ


કહ્યું: વા
થયાં વાવઝોડાં.
જરાક અજવાળું
દીધાં અપાર અંધારાં.
એકાદ પાંખડી
ધર્યાં
વેરાન.

કહ્યું: વારિ
વાદળ ઊમટ્યાં
ટહુક્યા મોર
અનરાધાર વરસાદ થયા
મેઘધનુ રચાયાં
તરુઓએ રાગ છેડ્યા.

કહ્યું: વદ
શબ્દમાં
અછતું થયું છતું
છતું અછતું
હતું ન-હતું.

કહ્યું: વા
અજવાળાં થયાં.

કહ્યું: વાવાઝોડાં
વાવાઝોડાં થયાં.
કહ્યું: અછતું કરો છતું
વા વાયા
સરવાણી વહી
અજવાળું થયું
ને
છતું-અછતું
ન રહ્યું.