અનેકએક/ઘેટાળાં ઘોડાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{center|'''ઘેટાળાં ઘોડાં*'''}} <poem> ઘેટાંના ટોળામાં થોડા ઘોડા છે દરેક ઘેટું દરેક ઘોડાને ઘેટું સમજે છે દરેક ઘેટુ દરેક ઘેટાને ઘોડો સમજે છે દરેક ઘોડો દરેક ઘોડાને ઘોડું સમજે છે દરેક ઘોડોે દરેક ઘે...")
(No difference)

Revision as of 01:40, 26 March 2023

ઘેટાળાં ઘોડાં*


ઘેટાંના ટોળામાં
થોડા
ઘોડા છે
દરેક ઘેટું
દરેક ઘોડાને ઘેટું સમજે છે
દરેક ઘેટુ
દરેક ઘેટાને ઘોડો સમજે છે
દરેક ઘોડો
દરેક ઘોડાને ઘોડું સમજે છે
દરેક ઘોડોે
દરેક ઘેટાને ઘેટો સમજે છે
ઘોડાંના ટોળામાં
થોડા
ઘેટા છે

(*આ કાવ્યમાં અનુસ્વાર યોજના સપ્રયોજન છે.)