અનેકએક/જળાક્ષરો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{center|'''જળાક્ષરો'''}} <poem> જળમાં અક્ષર આળખ્યા ઝળહળઝળહળ ઝુલાવે ડુબાવે... ઉછાળે... ઝીલે અવળા સવળા કરે વહાવે ઘૂંટેઘૂંટે અજવાળાં પીએ જાણે સળવળસળવળ તરીઓ! થાય થઈ રહ્યા છે બુદ્બુદો પવનને બાંધે છોડ...") |
(→) |
||
Line 11: | Line 11: | ||
ઘૂંટેઘૂંટે | ઘૂંટેઘૂંટે | ||
અજવાળાં પીએ | અજવાળાં પીએ | ||
જાણે સળવળસળવળ તરીઓ! | જાણે સળવળસળવળ તરીઓ ! | ||
થાય | થાય | ||
થઈ રહ્યા છે | થઈ રહ્યા છે બુદ્બુદો | ||
પવનને | પવનને | ||
બાંધે છોડે બાંધે | બાંધે છોડે બાંધે |
Latest revision as of 06:27, 26 March 2023
જળાક્ષરો
જળમાં
અક્ષર આળખ્યા
ઝળહળઝળહળ ઝુલાવે
ડુબાવે... ઉછાળે... ઝીલે
અવળા સવળા કરે
વહાવે
ઘૂંટેઘૂંટે
અજવાળાં પીએ
જાણે સળવળસળવળ તરીઓ !
થાય
થઈ રહ્યા છે બુદ્બુદો
પવનને
બાંધે છોડે બાંધે
ઝીણો રવ રચે
ઝલમલ પડઘાઓ સરે... સરસરે
થાય
થઈ રહી છે બૂડબૂડ
બૂડાબૂડ
જળને વાળે, ખાળે
વળાંકોમાં ઢાળે તે પહેલાં તો
વરસી જાય તરસ્યા તરંગો
રેલાવી દે રેષેરેષા
વિખેરી
ભૂંસી દે ચમકારા
નહિ છેક ન છેવટ
ન પાર
જળ... જળ...
ખળખળતાં ઊછળતાં પછડાતાં
વહેતાં