અનેકએક/ખડક: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
(→) |
||
Line 14: | Line 14: | ||
અડે | અડે | ||
ફરફરે ઝાકળબુંદ | ફરફરે ઝાકળબુંદ | ||
બુદ્બુદો ઝલમલે | |||
થડક થડકે નદીનીર | થડક થડકે નદીનીર | ||
ઘેરી, | ઘેરી, |
Latest revision as of 06:47, 26 March 2023
ખડક
આઘે
વહ્યે જાય આકાશો
રાતાં ભૂરાં
ભૂખરાં કાળાં ડિબાંગ
શ્વેત સોનેરી
ટાઢાં કાળઝાળ ઊનાં
જળભંડાર ધારી
ધરી દેતાં
અડે
ફરફરે ઝાકળબુંદ
બુદ્બુદો ઝલમલે
થડક થડકે નદીનીર
ઘેરી,
ઘૂઘવે વારિ ભીંસ લઈ
પ્રચંડ જોમે
ઊંચકાઈ ઊછળી ત્રાટકે સમુદ્ર
ફરતે
જડવત્ હવા
વીંટળાઈ વળતો પવન
વાય વંટોળ થાય વાવાઝોડું
ઉખેડી
ચૂરેચૂરા કરવા જાય ઝંઝાવાત
તળે
માટીકણો વચ્ચે ફરે સરવાણી
ક્યાંક ઊંડે ખળભળે લાવા
ભખભખે અગ્નિ
ખડક
તપે તડકામાં પછી ઠરે
ધુમ્મસમાં વીખરાઈ જાય જાણે
અંધકારમાં અંધકાર થઈ
રહે
અડીખમ્મ