શાંત કોલાહલ/૩ દેશી: Difference between revisions
Jump to navigation
Jump to search
૩ દેશી
(Created page with " <center>'''૩ દેશી'''</center> {{block center|<poem> મેં તો તને નિરખી યૌવનને ઉઘાડ, એકાન્ત પંથ ગિરિનિર્ઝરની સમીપ; ઘેરી ઘટાથી ઢળતાં જ્યહીં આમ્ર, નીપ,- ત્યાં ટ્હૌકતી (મદિર ઊર્મિની આવી બાઢ) ! તું જેની તેની સહ કોટિ કરં...") |
(No difference)
|
Revision as of 16:18, 27 March 2023
મેં તો તને નિરખી યૌવનને ઉઘાડ,
એકાન્ત પંથ ગિરિનિર્ઝરની સમીપ;
ઘેરી ઘટાથી ઢળતાં જ્યહીં આમ્ર, નીપ,-
ત્યાં ટ્હૌકતી (મદિર ઊર્મિની આવી બાઢ) !
તું જેની તેની સહ કોટિ કરંત લાડ,
હો મંજરી અગર કંકર કે વિહંગ:
આલિંગતી નિખિલનાં સહુ અંગ અંગ;
રે તું હવા શી વહી જાય, ન કોઈ આડ !
તું શ્યામ, વર્ણ તવ અંચલનો વસંતી :
ભૂલે દ્રગો પલક, શીતલ એવી આગ !
ને પાશ જેમ વીંટળાઈ વળે પરાગ
તારો, તું વન્ય રણકાર થકી હસંતી !
એ આપણું મિલન મંગલ, મુગ્ધ દેશી !
તું યે ઉશીર ખડની કુટિરે પ્રવેશી !