શાંત કોલાહલ/૩ માતા: Difference between revisions
Jump to navigation
Jump to search
૩ માતા
(+created chapter) |
(No difference)
|
Revision as of 16:34, 27 March 2023
<poem> આ ભિન્નતા ઉભય અંગની ! - એથી કિંતુ સાયુજ્યની અતુલ શી સુખ-ભુક્તિ-મુક્તિ ! રે ભેદ-ભંગમય ક્રીડનમાં સ્ફૂરંતું બ્રહ્માંડ આ સ-કલ (શી ગતિશીલ યુક્તિ !)
તું તો સખી ! સલિલ નિર્મલ કૈં તરંગે લોલાયમાન, વિકસ્યું જ્યહીં ફુલ્લ પદ્મ : જેને સુકોમલ દલે ઉરને ઉમંગે તું અગ્નિબિંદુ ધરતી નભકેરું છદ્મ !
તારે ઉછંગ રમતું શિશુ દંતહીન એને અમીમય કરાવતી સ્તન્યપાન રોમાંચવીચિમહીં જ્યાં તવ ચિત્ત લીન, ઉલ્લાસનું દ્રવતું અસ્ફુટ ત્યાંથી ગાન.
એને વિલોલ દ્રગ તારી અમીટ દ્રષ્ટિ, મન્વંતરોની નિરખે પ્રભવંત સૃષ્ટિ.