શાંત કોલાહલ/ઓરડે અજવાળાં: Difference between revisions
Jump to navigation
Jump to search
ઓરડે અજવાળાં
(+created chapter) |
(+created chapter) |
||
Line 17: | Line 17: | ||
ગવાય છે ગીત અહીં નિરંતર.</poem> | ગવાય છે ગીત અહીં નિરંતર.</poem> | ||
{{HeaderNav2 |previous = મારું | {{HeaderNav2 |previous = મારું ઘર |next = શાંત કોલાહલ}} |
Revision as of 01:15, 28 March 2023
પ્રભાતનો સૂર્ય પથે મળેલ તે
સૌ વૃક્ષ ને પર્ણ મહીં રમંત
હવા લઇ સંગ મહીં હસંત
આવે અમારા ઘરમાં હે, ઓરડે.
કુટિર નાની અવકાશ-મોકળી
બની રહે, ઉડ્ડ્યને વિહંગ
કિલ્લોલતાં ત્યાં ઘર-વસ્તિ –વૃંદ
(છાયાથી બ્હોળું)સહુ શું રહે ભળી :
સોહંત શી ભૂમિની ચંદ્ર-ઓકળી !
અહીં વલોણે ઊછળંત ગોરસ :
અમી થકી અંતર તૃપ્ત સર્વનાં :
અહીં રચ્યો શાશ્વત યજ્ઞ, પર્વનાં
ગવાય છે ગીત અહીં નિરંતર.