શાંત કોલાહલ/ભતવારીનું ગીત: Difference between revisions
Jump to navigation
Jump to search
ભતવારીનું ગીત
(+created chapter) |
(No difference)
|
Revision as of 01:25, 28 March 2023
નાની રે પીલુડી ઝાઝા ઘેરની
એની કંદરાની હેઠ
એની છાંયડીની હેઠ
ધોમ રે ધખ્યાની વેળા ગાળીએ.
દવ રે વરસે છે ખુલ્લા ખેતરે,
વગડો સૂનો રે સુમસાન,
પંછિગણનું ન ગાન,
(ત્યારે) મોરલીમાં વેણ બે વજાડીએ.
મધ રે બપોરે માજમ ચાંદની,
વીંઝણો વાતુંનો ઢળાય,
નયને સોણલાં કળાય,
કાળજે ટાઢક મીઠી માણીએ.