શાંત કોલાહલ/૧૦ કાળવી કીકી: Difference between revisions
Jump to navigation
Jump to search
૧૦ કાળવી કીકી
(+created chapter) |
(No difference)
|
Revision as of 01:42, 28 March 2023
કાજાળિયા અંધારથી યે કંઈ કાળવી તારી કીકી !
કોઈ જાદુઈ શગ બે જાણે
રાનવેરાને
રમતી
રે મનગમતી
રૂડી રાત-
-ની તે શી કીજિયે કૂડી વાત ?
ફાગણના સૂરજની સારી રોશની લાગે ફીકી !
તારી કાળવી સોહે કીકી !
પાંપણને પલકાર શી ખેલે !
નૂરનાં તે કંઈ વ્હેણને રેલે !
કેમ રે મારે પામવો એનો તાગ ?
ઢુંકડી લાગે શીતલ
આઘી હોય તો ઊની આગ !
હાય રે સરળ
સળગ્યાં મારાં નેણલાં એને જોઈને ટીકી ટીકી