એકોત્તરશતી/પર. સમાલોચક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સમાલોચક(સમાલોચક)}} {{Poem2Open}} કહે છે કે બાપા પોતે બધી ચોપડીએ લખે છે, પણ મને તો કંઈ સમજાતું જ નથી કે તેઓ શું લખે છે! પેલે દિવસ તને એ વાંચી સંભળાવતા હતા, તું કશું સમજી હતી? સાચું કહેજે, મ...") |
(No difference)
|
Revision as of 16:01, 29 March 2023
સમાલોચક(સમાલોચક)
કહે છે કે બાપા પોતે બધી ચોપડીએ લખે છે, પણ મને તો કંઈ સમજાતું જ નથી કે તેઓ શું લખે છે! પેલે દિવસ તને એ વાંચી સંભળાવતા હતા, તું કશું સમજી હતી? સાચું કહેજે, મા! તો પછી આવું લખવાથી ફાયદો શો, કહે જોઉં! તારા મોંએ, મા, હું જેવી વાતો સાંભળુ છું તેવી તેઓ કેમ લખતા નથી? દાદીમાએ શું બાપાને કદી રાજાની કોઈ વારતા કહી નહિ હોય? એ બધી વારતાઓ તેઓ ભૂલી ગયા લાગે છે, નહિ?’
નહાવામાં મોડું થાય છે એ જોઈ મા, તું કેવળ બૂમો પાડ્યા જ કરે છે. ખાવાનું લઈને તું બેસી જ રહે છે એ વાત એમના મનમાંયે રહેતી નથી. બસ, આખો વખત લખવા લખવાની રમત કર્યા કરે છે, બાપાના ઓરડામાં હું રમવા જાઉં તો તું મને તોફાની છોકરો કહે છે, અને જરા ગરબડ કરું તો તું મને વઢે છે કે જોતો નથી, બાપા ઓરડામાં લખે છે તે! પણ મા, સાચુ કહે તો, લખવાથી ફળ શું?
(અનુ. રમણલાલ સોની)