એકોત્તરશતી/૭૦. માધવી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માધવી (માધવી)}} {{Poem2Open}} કેટલા લાખ વરસાની તપસ્યાના ફળરૂપે ધરાતલ ઉપર આજે આ માધવી ફૂટી છે. આ આનંદછવિ યુગયુગથી અલક્ષ્યની છાતીના પાલવમાં ઢંકાઈ રહેલી હતી. એ જ રીતે મારા સ્વપ્નમાં કોઈ...") |
(No difference)
|
Revision as of 16:25, 29 March 2023
માધવી (માધવી)
કેટલા લાખ વરસાની તપસ્યાના ફળરૂપે ધરાતલ ઉપર આજે આ માધવી ફૂટી છે. આ આનંદછવિ યુગયુગથી અલક્ષ્યની છાતીના પાલવમાં ઢંકાઈ રહેલી હતી.
એ જ રીતે મારા સ્વપ્નમાં કોઈ દૂરના યુગાન્તરમાં વસન્તકાનનના કોઈ એક ખૂણે કોઈ એક સમયના (કોઈ) મુખ ઉપર સહેજ હાસ્ય ખીલી ઊઠશે—એ આશા અત્યંત છૂપી છૂપી મારા મનમાં રહેલી છે.
(અનુ. ઉમાશંકર જોશી)