એકોત્તરશતી/૭૧. પ્રેમેર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રેમના સ્પર્શ (પ્રેમેર પરશ)}} {{Poem2Open}} હે ભુવન, જ્યાં સુધી મેં તારા ઉપર પ્રેમ કર્યો નહોતો ત્યાં સુધી તારો પ્રકાશ પોતાનું બધું ધન શોધી શક્યો નહોતો. ત્યાં સુધી આખું આકાશ હાથમાં પ...") |
(No difference)
|
Revision as of 16:26, 29 March 2023
પ્રેમના સ્પર્શ (પ્રેમેર પરશ)
હે ભુવન, જ્યાં સુધી મેં તારા ઉપર પ્રેમ કર્યો નહોતો ત્યાં સુધી તારો પ્રકાશ પોતાનું બધું ધન શોધી શક્યો નહોતો. ત્યાં સુધી આખું આકાશ હાથમાં પોતાના દીવો લઈને અવકાશમાં રાહ જોઈ રહ્યું હતું.
મારો પ્રેમ ગીત ગાતો આવ્યો; કોણ જાણે શી ગુસપુસ થઈ અને તેણે તારા ગળામાં પોતાના ગળાની માળા પહેરાવી દીધી. મુગ્ધ નયને હસીને તેણે તને ગુપ્ત રીતે કશુંક આપ્યું છે, જે તારા ગોપન હૃદયમાં તારાની માળા વચ્ચે સદાને માટે ગૂંથાયેલું રહેશે.
(અનુ. નગીનદાસ પારેખ)