એકોત્તરશતી/૯૯. રૂપનારાનેર ફૂલે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| રૂપ-નારાણને કિનારે (રૂપનારાનેર કૂલે)}} {{Poem2Open}} રૂપનારાન (નદી)ના કિનારા પર હું જાગી ઊઠયો. જાણ્યું કે આ જગત સ્વપ્ન નથી. રક્તના અક્ષરોમાં મેં પોતાનું રૂપ નિહાળ્યું. પ્રત્યેક આઘાત...")
(No difference)

Revision as of 04:23, 30 March 2023


રૂપ-નારાણને કિનારે (રૂપનારાનેર કૂલે)


રૂપનારાન (નદી)ના કિનારા પર હું જાગી ઊઠયો. જાણ્યું કે આ જગત સ્વપ્ન નથી. રક્તના અક્ષરોમાં મેં પોતાનું રૂપ નિહાળ્યું. પ્રત્યેક આઘાતમ એકેએક વેદનામાં પોતાની જાતને ઓળખી; સત્ય તો કઠણ છે, કઠિનને મેં પ્યાર કર્યો. તે ક્યારેય છેતરપિંડી કરતું નથી. સત્યનું દારુણ મૂલ્ય પામવા માટેની, મૃત્યુમાં સકલ દેણું પતાવી દેવા માટેની, મરણ પર્યન્તની દુ:ખની તપસ્યા આ જીવન.

(અનુ. ઉમાશંકર જોશી)