અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/પૂછીએ કોને જઈને ?: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આ માટીમાંથી મ્હેક વૃષ્ટિની કેમ કરી ખોવાણી {{space}}— પૂછીએ કોને જઈને?...") |
(No difference)
|
Revision as of 10:27, 28 June 2021
આ માટીમાંથી મ્હેક વૃષ્ટિની કેમ કરી ખોવાણી
— પૂછીએ કોને જઈને?
આ કલ કલ ડૂંડે દૂધ ફૉરતી નગરીઓ રોળાણી
— પૂછીએ કોને જઈને?
રમતિયાળ એ આંગણ પંખિલ
વાતી લહર ખણકતી,
સાકરની કિંકણીઓ ખિલ ખિલ
ઘરની કુંજ રણકતી;
આ આભ તણી પાંપણ મધરાતી શ્રાવણ થઈ તોળાણી
— પૂછીએ કોને જઈને?
થપ્પો રમતી હવા કેટલી
થાકી ગોતી ગોતી,
દાવ-અધીરી ખડી એકલી
સાંઝ વાટ ર્હૈ જોતી;
આ અચમચ છોડી રમત, પાંખડી કયે દેશ પ્રોવાણી?
— પૂછીએ કોને જઈને?
ઊગતી આથમતી હરિણીઓ
ફેરફુદરડી ફરતી,
કલરવ કરતી સૌ પંખિણીઓ
નીડ વિશે જઈ ઠરતી;
આ હજીય ઊભી બારસાખમાં આંગળીઓ કોરાણી
— પૂછીએ કોને જઈને?