શાંત કોલાહલ/લગની: Difference between revisions
Jump to navigation
Jump to search
લગની
(+created chapter) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 5: | Line 5: | ||
વિલસે અહીં મારી સન્મુખ | વિલસે અહીં મારી સન્મુખ | ||
દ્યુતિવર્ણે લખ રૂપ વિશ્વનાં; | દ્યુતિવર્ણે લખ રૂપ વિશ્વનાં; | ||
કલાગાનથી, ગંધસ્પર્શથી | |||
વળતાં ઘેરી મને હુલાસમાં. | વળતાં ઘેરી મને હુલાસમાં. | ||
Line 13: | Line 13: | ||
પ્રિયની સન્નિધિમાં જતું સરી. | પ્રિયની સન્નિધિમાં જતું સરી. | ||
દૃગને નહિ રૂપ, કર્ણને | |||
શ્રુતિ ના, સ્પર્શ નહીં, ન ચુંબન: | શ્રુતિ ના, સ્પર્શ નહીં, ન ચુંબન: | ||
સુખ કિંતુ લહાય સર્વનું | સુખ કિંતુ લહાય સર્વનું |
Revision as of 08:58, 1 April 2023
વિલસે અહીં મારી સન્મુખ
દ્યુતિવર્ણે લખ રૂપ વિશ્વનાં;
કલાગાનથી, ગંધસ્પર્શથી
વળતાં ઘેરી મને હુલાસમાં.
ઉર તો અળગું રહી પણ
સહુની મધ્યથી માર્ગ મેળવી,
કહીં દૂર અજાણ દેશમાં
પ્રિયની સન્નિધિમાં જતું સરી.
દૃગને નહિ રૂપ, કર્ણને
શ્રુતિ ના, સ્પર્શ નહીં, ન ચુંબન:
સુખ કિંતુ લહાય સર્વનું
જ્યહીં સાયુજ્ય વિષે વિલોપન.
અહીં સંતત કાલમાં ગતિ
લગની ત્યાં મન કેરી સંસ્થિતિ.