દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૩. ઘૂડ કહે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩. ઘૂડ કહે|મનહર છંદ}} <poem> ઘૂડ કહે ઘણો જૂનો ચોખો છે અમારો ચાલ, દુનિયાંને જૂની રીત અમારે દેખાડવી; સૃષ્ટિ સરજ્યા પહેલે તમે ક્યાં સૂરજ હતો, એ તો થયો નવો નવી રીત નહિ પાડવી; હોય જાતે હલ...") |
(No difference)
|
Revision as of 15:47, 4 April 2023
૩. ઘૂડ કહે
મનહર છંદ
ઘૂડ કહે ઘણો જૂનો ચોખો છે અમારો ચાલ,
દુનિયાંને જૂની રીત અમારે દેખાડવી;
સૃષ્ટિ સરજ્યા પહેલે તમે ક્યાં સૂરજ હતો,
એ તો થયો નવો નવી રીત નહિ પાડવી;
હોય જાતે હલકા તે આધુનિક રીતે રાખે,
ઉત્તમ જાતિ એ નવી રીતને નસાડવી;
જુવો કેવી જગતમાં ઉત્તમ અમારી જાત,
દિવાકર દેખી નહિ આંખ જ ઉઘાડવી.