દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૬. હાથીના રથ વિષે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૬. હાથીના રથ વિષે|મનહર છંદ}} <poem> બળવંત બળદ બબ્બેના રથ મેં જોયા છે, જોયો છે મેં સરસ બેચાર ઘોડા સાથીનો; જગન્નાથજીનો રથ મોટામાં મોટો જોયો છે, જોયો છે ભભકાદાર રથ ભૂપ ભાથીનો; શ્રાવકો...")
(No difference)

Revision as of 15:52, 4 April 2023


૬. હાથીના રથ વિષે

મનહર છંદ


બળવંત બળદ બબ્બેના રથ મેં જોયા છે,
જોયો છે મેં સરસ બેચાર ઘોડા સાથીનો;
જગન્નાથજીનો રથ મોટામાં મોટો જોયો છે,
જોયો છે ભભકાદાર રથ ભૂપ ભાથીનો;
શ્રાવકોના દેવનો મેં જોયો છે સરસ રથ,
જાણે કે મઢેલો છે રૂપેરી જગન્નાથીનો;
ઘણી સરસાઈનો નવાઈનો સફાઈદાર,
જનમ ધરીને આજ જોયો રથ હાથીનો.