દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૧. લોભી તથા કંજુસ વિષે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧. લોભી તથા કંજુસ વિષે|મનહર છંદ}} <poem> વસંતની વેળા વિષે ખાખરા પલ્લવિયા ખૂબ, ફેલાઈ રહ્યાં છે મોટાં પાન જેવા ફાફડા; ફૂલ તો સફાઈબંધ કેસુડાંને નામ ક્રોડ, થયા થોકે થોકે તેના ઉપર તો થ...") |
(No difference)
|
Revision as of 16:03, 4 April 2023
૧૧. લોભી તથા કંજુસ વિષે
મનહર છંદ
વસંતની વેળા વિષે ખાખરા પલ્લવિયા ખૂબ,
ફેલાઈ રહ્યાં છે મોટાં પાન જેવા ફાફડા;
ફૂલ તો સફાઈબંધ કેસુડાંને નામ ક્રોડ,
થયા થોકે થોકે તેના ઉપર તો થાપડા;
ફાલ્યો ફૂલ્યો ખૂબ ફોગટ થૈ ફૂલ તેની,
પરિણામે ફળ તો પ્રગટ્યાં પીતપાપડા;
બહુ આશા બાંધીને ઠગાયા સુડા બાપડા.