દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૨. ભૂતળના લોકે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૨. ભૂતળના લોકે|મનહર છંદ}} <poem> ભૂતળના લોકે એક સમે ઇંદ્રભુવનમાં, જૈને જુદી જુદી ભેટ ભાવથી ધરાવી છે; ગ્રીકે તો ઈસાપનીતિ આરબે નાઇટ, ઇંગ– લીશે શેખ્સપીયરની પોથી પરઠાવી છે; હિંદુઓએ...")
(No difference)

Revision as of 16:05, 4 April 2023


૧૨. ભૂતળના લોકે

મનહર છંદ


ભૂતળના લોકે એક સમે ઇંદ્રભુવનમાં,
જૈને જુદી જુદી ભેટ ભાવથી ધરાવી છે;
ગ્રીકે તો ઈસાપનીતિ આરબે નાઇટ, ઇંગ–
લીશે શેખ્સપીયરની પોથી પરઠાવી છે;
હિંદુઓએ હોંશ ધરી પંચતંત્રતણી પોથી,
આપી તે તો ઇન્દુને અધિક ભલી ભાવી છે
દાખે દલપતરામ બીજાઓની બંધ કરી,
હિંદુઓને હમેશાંની પાઘડી બંધાવી છે.