દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૩. ચડતી પડતી વિષે: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૩. ચડતી પડતી વિષે|}} <poem> સરખી સ્થિતિ સદૈવ દુનિયાની દીસે નહિ, ઉતરે ચડે અસલનોજ એવો ઢાળ છે; એક સમે મરદની મુછે રહી માન પામે, એક સમે તે જ તુચ્છ થાય તૂટ્યા વાળ છે; એક સમે ગલીચીમાં રહી ની...") |
(No difference)
|
Revision as of 16:08, 4 April 2023
૧૩. ચડતી પડતી વિષે
સરખી સ્થિતિ સદૈવ દુનિયાની દીસે નહિ,
ઉતરે ચડે અસલનોજ એવો ઢાળ છે;
એક સમે મરદની મુછે રહી માન પામે,
એક સમે તે જ તુચ્છ થાય તૂટ્યા વાળ છે;
એક સમે ગલીચીમાં રહી નીર ગંદુ થાય,
એક સમે એ જ મિષ્ટ થાય મેઘમાળ છે;
સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ,
દિવસે આકાશ એ જ રાત્રિએ પાતાળ છે.