દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૫. કેડેથી નમેલી ડોશી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫. કેડેથી નમેલી ડોશી|મનહર છંદ}} <poem> કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર, કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી; કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું, જુવાનીમાં દીવાની તારા જેવી ગતી રહ...") |
(No difference)
|
Revision as of 16:11, 4 April 2023
૧૫. કેડેથી નમેલી ડોશી
મનહર છંદ
કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;
કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતી રહી;
છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;
ઝુકી ઝુકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું કરું છું જે જુવાની ક્યાં જતી રહી.