દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૪. ગંગામાં ગયું જે જળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૪. ગંગામાં ગયું જે જળ|મનહર છંદ}} <poem> ગંગામાં ગયું જે જળ ગણાયું તે ગંગાજળ, ગટરમાં ગયું જળ ગંદું તે ગણાયું છે; ખારે દરીયે ગયું તે ખરેખરું ખારું થયું, છાશમાં પડ્યું તે છાશ રૂપે થૈ...")
(No difference)

Revision as of 09:27, 8 April 2023


૨૪. ગંગામાં ગયું જે જળ

મનહર છંદ


ગંગામાં ગયું જે જળ ગણાયું તે ગંગાજળ,
ગટરમાં ગયું જળ ગંદું તે ગણાયું છે;
ખારે દરીયે ગયું તે ખરેખરું ખારું થયું,
છાશમાં પડ્યું તે છાશ રૂપે થૈ છણાયું છે;
શેલડીએ સોશું થયું શેલડીના રસ રૂપે,
ચૂનામાં ભળ્યું તે ચૂના રૂપ થૈ ચણાયું છે;
એક જ આકાશની પેદાશ દલપત કહે,
જવો જેવો જોગ થયો તેવું તે જણાયું છે.