દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૫૧. વીજળી વિશે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૧. વીજળી વિશે|}} <poem> ચળક ચળક ચળકતી દશ દિશ, વીજળી ઉજળે અંગેરે; સૌ વાતે એકલી નવ શોભે, શોભે વરસાદ સંગેરે. જો વરસાદ વગર હોય વિજળી, ભડાકા જેવી ભાસેરે; ગુણવંતી જન કોઈ ગણે નહિ, તેને જોઈ સ...")
(No difference)

Revision as of 15:13, 11 April 2023


૫૧. વીજળી વિશે


ચળક ચળક ચળકતી દશ દિશ, વીજળી ઉજળે અંગેરે;
સૌ વાતે એકલી નવ શોભે, શોભે વરસાદ સંગેરે.
જો વરસાદ વગર હોય વિજળી, ભડાકા જેવી ભાસેરે;
ગુણવંતી જન કોઈ ગણે નહિ, તેને જોઈ સૌ ત્રાસેરે.
પડતી તે પરવતને પાડે, જોરાવર છે જાતરે;
અલ્પ નથી કોઈની ઓશિયાળી, કસર નથી કોઈ વાતેરે.
વસ્ત્ર વગર દિસતી નથી વરવી, ભક્ષ વગર નથી ભૂખીરે;
પણ વિજળી વરસાદ વગરની, લાગે જોતાં લૂખી રે.
રાય વગર જેમ જન નવ શોભે, ધણી વગર જેમ ધામરે.
નીર વગર જેમ નદી ન શોભે, જળ વિણ પોયણી જેવી રે;
નાક વગર જેમ નારી ન શોભે, ઘન વિણ વીજળી એવી રે.
પ્રભુને પ્રણમીને મુખ માગે, વીજળી વારંવાર રે;
વિજોગ કદી વરસાદતણો નવ કરશો જગકરતારરે.
સતી પતિમાં સ્નેહ ધરે છે, જોતાં વીજળી જેવોરે;
દલપતરામ કહે દિલમાં તે, લક્ષ વિચારી લેવોરે.