દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૬૨. નર ભમરાને શિખામણ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬૨. નર ભમરાને શિખામણ|}} <poem> નિર્ભય ન ભમિશ રે નર ભમરા, બહુબાવળ ક્યાંઈકજ ડમરા.{{Space}}{{Space}}{{Space}}{{Space}}{{Space}} નિર્ભય. ટેક. આ સંસાર વિકટ વન છે, સ્થિર ચર તરૂવરમય તે છે, ક્યાંઈ મોટા પર્વત દુઃખમય ક્...") |
(No difference)
|
Revision as of 15:27, 11 April 2023
નિર્ભય ન ભમિશ રે નર ભમરા,
બહુબાવળ ક્યાંઈકજ ડમરા. નિર્ભય. ટેક.
આ સંસાર વિકટ વન છે, સ્થિર ચર તરૂવરમય તે છે,
ક્યાંઈ મોટા પર્વત દુઃખમય ક્યાંઈ, સુખમય સરિતા વહે છે.
ક્યાંઈ ભયકારી શિકારી ફરે છે, સૂક્ષમ જાળ પસારી;
પગ અડતાં પકડાઈ પડિશ તું, તો પછી શી ગતિ તારી.
કોઈ તરુવરનો પરિમળ નિર્મળ, છે વિષમય કોઈ છાયા;
કુટિલ કઠણ છે કોઈના કાંટા, કષ્ટ કરે પરકાયા.
ઉપર નિરખી આકાર અધિક શુભ, અધિક સુવાસની આશે;
ગણ ણણ ણણ ગુંજારવ કરતો, પહોંચિશ નહિ તે પાસે.
દિસે સરસ દેખાવ ખરો વળિ, ફૂલ અતુલ્ય ફુલેલાં;
પ્રાણ પ્રલય પળમાંહિ કરે, પ્રગટવાથી પણ પહેલાં.
સરસ સુગંધિત અમળ કમળ, લોભે ન રહિશ લપટાઈ;
બંધ થતાં બંધાઈ પડિશ તો, મુકરર મરિશ મુંઝાઈ.
કોઈ તરુનો ચિકણો રસ છે ત્યાં, ચડપ રહે પગ ચોંટી;
એ પગ પછી ઉખડે ન ઉખાડ્યો, પડે પીડા મહા મોટી.
રિસામણી સરખાં તરુ રિસનાં, સેહેજે રિસે ભરાય;
પ્રિય ભાવે પણ સ્પર્શ કર્યાથી, ચડપ બહુ ચિડવાય.
કોઈ તરુ ફોગટ ફુલે ખરાં પણ, સુગંધ નહિ માંહિ સારો;
નિરખિ રહિશ પણ, નકી નહિ સરે, તેથી અરથ કાંઈ તારો.
કોઈ તરુ કદળી જેવાં, ફળ આપે એક જ વાર;
કાપે તેને ફરી ફળ આપે, બીજા નિરાશ જનાર.
રાયણની વળી રીત જુદી, શરૂમાં ફળશે સો વરસે;
સેવા કરનારો સુખ નહીં લે, પછિ કોઈને સુખ કરશે.
ઠેકાણું ઠિક જોઈને ઠરજે, ડરિશ ન ઠામ કુઠામે;
કથન અધિક તુજ હિતકારક કહી દીધાં દલપતરામે.