શાંત કોલાહલ/ખેતરમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 1: Line 1:


<center>ખેતરમાં</center>
<center>'''ખેતરમાં'''</center>
 
<poem>
<poem>
સ્ત્રી :  તારે શિરે બીજની રેખ બંકિમ
સ્ત્રી :  તારે શિરે બીજની રેખ બંકિમ

Revision as of 01:39, 13 April 2023

ખેતરમાં

સ્ત્રી : તારે શિરે બીજની રેખ બંકિમ
      સોહાય, નંદી પણ તારી બાજુમાં;
      તારું કશું દર્શન આ શિવોત્તમ
      પ્રસન્ન સાંજે રણકંત શાન્તિમાં !

પુ. : કટી પરે ભાર ધરેલ ધાન્યનો :
     તું ભૂમિ કેરી તનયા, તપસ્વિની;
     ત્રિભંગથી સુંદર, ભાવ લાસ્યનો :
     તું અન્નપૂર્ણાં સમ શક્તિ સર્વની.