શાંત કોલાહલ/૮ ભૈરવી: Difference between revisions
Jump to navigation
Jump to search
૮ ભૈરવી
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 3: | Line 3: | ||
<center>'''૮ ભૈરવી'''</center> | <center>'''૮ ભૈરવી'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
નિંદ્રા મહીં–તિમિરશીતલ કંદરામાં– | નિંદ્રા મહીં–તિમિરશીતલ કંદરામાં– | ||
રાત્રિતણે ચરમ આ સમયે સુમંદ | રાત્રિતણે ચરમ આ સમયે સુમંદ | ||
Line 20: | Line 20: | ||
હે ભૈરવી ! હૃદયને દલ તું રમંત; | હે ભૈરવી ! હૃદયને દલ તું રમંત; | ||
તું મૃત્યુશાન્ત શવને શિવ શું કરંત ! | તું મૃત્યુશાન્ત શવને શિવ શું કરંત ! }} | ||
</poem> | </poem> | ||
Revision as of 23:06, 15 April 2023
{{block center|
નિંદ્રા મહીં–તિમિરશીતલ કંદરામાં–
રાત્રિતણે ચરમ આ સમયે સુમંદ
રેલાય તારું મહિમન્ સ્તવને સકંપ
હૈયું, મને ધરતું જાગ્રતિની હવામાં.
તારી અહીં જલતી નિશ્ચલ એક જ્યોતિ,
અંજાય એની દૃગમાંહિ પ્રશાન્ત દીપ્તિ !
અંધારઆવરણ ઓસરી જાય, સૃષ્ટિ
આભાથી ઉજ્જવળ વિલક્ષણ રૂપ સ્હોતી !
ઉત્ફુલ્લ પદ્મતણી હ્યાં પમરે સુગંધ,
માધુર્ય જેનું અનુપ્રાણિત અંગઅંગે;
ને રોમહર્ષમય કંપનના તરંગે
શી ચિન્મયી પરમ શક્તિ રહી સ્ફુરંત !
હે ભૈરવી ! હૃદયને દલ તું રમંત;
તું મૃત્યુશાન્ત શવને શિવ શું કરંત ! }}