દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૯૭. બંબાષ્ટક: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with " {{SetTitle}} {{Heading|૯૭. બંબાષ્ટક|ઉપજાતિવૃત}} <poem> શરીરમાં શોણિત સંચરે છે, વાયૂ દબાણે સઘળે ફરે છે; એ વાતથી જો ઉપજે અચંબો, જુઓ જુઓ આ જળયંત્ર બંબો. પૃથ્વી વિષે આ જળ જે રહે છે, વાયૂ દબાણે નદીયો વહે છે; એ વ...") |
(No difference)
|
Revision as of 15:46, 19 April 2023
ઉપજાતિવૃત
શરીરમાં શોણિત સંચરે છે, વાયૂ દબાણે સઘળે ફરે છે;
એ વાતથી જો ઉપજે અચંબો, જુઓ જુઓ આ જળયંત્ર બંબો.
પૃથ્વી વિષે આ જળ જે રહે છે, વાયૂ દબાણે નદીયો વહે છે;
એ વાતથી જો ઉપજે અચંબો, જુઓ જુઓ આ જળયંત્ર બંબો.
જુઓ ફુવારે જળ નીકળે છે, વાયૂ દબાણે અતિ ઉછળે છે;
એ વાતથી જો ઉપજે અચંબો, જુઓ જુઓ આ જળયંત્ર બંબો.
આકાશ મધ્યે જળ જે જમાય, વાયૂ દબાણે વરસાદ થાય;

વરાળ જે આ જળની બને છે, વાયુ દબાણે નામમાં ચઢે છે;
એ વાતથી જો ઉપજે અચંબો, જુઓ જુઓ આ જળયંત્ર બંબો.
કરે તળાવે જળપાન હાથી, ઘણું ઉછાળે જળ સુંઢમાંથી;
એ વાતથી જો ઉપજે અચંબો, જુઓ જુઓ આ જળયંત્ર બંબો.
પેખો વળી સુંદર પીચકારી, વાયૂ દબાણે જળ ફેંકનારી;
એ વાતથી જો ઉપજે અચંબો, જુઓ જુઓ આ જળયંત્ર બંબો.
સુવાક્ય જો સજ્જનાં શુણાય, ત્રિંધા તપેલું તન શાંત થાય;