દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો//કવિનું નિવેદન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કવિનું નિવેદન|છપય છંદ}} <poem> ક્યાં મણી માણક મૂલ, મૂલ ક્યાં કોડી કેરું, ક્યાં ગરુડ ગતિમાન, અને ક્યાં ધાન્ય ધનેરું; ક્યાં તૂતીનો નાદ, નાદ ક્યાં નોબત કેરો, ઝાકળ જળ શા માત્ર, જ્યાં ઘન...")
 
(No difference)

Latest revision as of 09:59, 21 April 2023


કવિનું નિવેદન

છપય છંદ


ક્યાં મણી માણક મૂલ, મૂલ ક્યાં કોડી કેરું,
ક્યાં ગરુડ ગતિમાન, અને ક્યાં ધાન્ય ધનેરું;
ક્યાં તૂતીનો નાદ, નાદ ક્યાં નોબત કેરો,
ઝાકળ જળ શા માત્ર, જ્યાં ઘન ચડે ઘણેરો;
મતિમાન મહાન કવિ, કવિતા કરી નવી નવી,
એવા કવિયોની આગળે, કોણ માત્ર દલપત કવિ.