દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૫. હોય ઘણા હાથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫. હોય ઘણા હાથી|મનહર છંદ}} <poem> હોય ઘણા હાથી, ત્યાં તો હાથી પશુ સાથી જેવા, હોય ઘોડા હાથી, ત્યાં તો હાથી સેનાનું નાક છે; થોડાં જ્યાં અંજીર, ત્યાં વજીર કે અમીર ખાય, ઘણાં જ્યાં અંજીર, ત...")
 
No edit summary
 
Line 18: Line 18:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૪. હાથી તણું બચ્ચું
|next =  
|next = ૬. હાથીના રથ વિષે
}}
}}

Latest revision as of 10:20, 21 April 2023


૫. હોય ઘણા હાથી

મનહર છંદ

હોય ઘણા હાથી, ત્યાં તો હાથી પશુ સાથી જેવા,
હોય ઘોડા હાથી, ત્યાં તો હાથી સેનાનું નાક છે;
થોડાં જ્યાં અંજીર, ત્યાં વજીર કે અમીર ખાય,
ઘણાં જ્યાં અંજીર, ત્યાં સૌને મન શાક છે;
મળે ન મકાઈ, ત્યાં મકાઈનો મેવો મનાય,
મળે જ્યાં મકાઈ ત્યાં તો રાંકનો ખોરાક છે;
કહે દલપતરામ જેની જ્યાં અછત અતિ,
ત્યાં તે મૂલ પામે, ને ને પામે જ્યાં અથાક છે.