દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮. હવાની ગતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૮. હવાની ગતિ|}} <poem> હવાની ગતિ હંમશ હોય છે ઊંચે ચઢ્યાની, ભારવાળી વસ્તુ નમી ભૂમિભણી જાય છે; પ્રવાહી પદારથ તો ચાલે છે પ્રવાહ રૂપે, એથી ઉલટું ચલાવતાં તો અટકાય છે; તેમજ જગતમાંહી જેને...")
 
No edit summary
 
Line 19: Line 19:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૭. કૂવો શું ગરવ ધરે
|next =  
|next = ૯. વચનવિવેક વિષે
}}
}}

Latest revision as of 10:22, 21 April 2023


૮. હવાની ગતિ


હવાની ગતિ હંમશ હોય છે ઊંચે ચઢ્યાની,
ભારવાળી વસ્તુ નમી ભૂમિભણી જાય છે;
પ્રવાહી પદારથ તો ચાલે છે પ્રવાહ રૂપે,
એથી ઉલટું ચલાવતાં તો અટકાય છે;
તેમજ જગતમાંહી જેને જેવી ટેવ પડી,
તે તજાવ્યા વિના તેનો ઉપયોગ થાય છે;
સુણો રૂડા રાજહંસ દાખે દલપતરામ,
ગતિ એની ગોઠવીએ તેમ ગોઠવાય છે.