દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૮. એક સોદાગર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૮. એક સોદાગર|મનહર છંદ}} <poem> સોદાગર એક શુક સારિકાને સારી રીતે, શીખવી કવિત નીત સારા સારા સ્વરમાં; કોઈ ભારે ભૂપતિને ભેટ કરવાને ચાલ્યો, ગામડામાં વાસો વસ્યો ગોવાળના ઘરમાં; તારીફ સ...")
 
No edit summary
 
Line 14: Line 14:
તેવા ઘણાં તેતર તો છે મારા છેતરમાં.
તેવા ઘણાં તેતર તો છે મારા છેતરમાં.
</poem>
</poem>


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ૧૭. એક શરણાઈ વાળો
|next =  
|next = ૧૯. નઠારી સ્ત્રી વિષે
}}
}}

Latest revision as of 10:27, 21 April 2023


૧૮. એક સોદાગર

મનહર છંદ


સોદાગર એક શુક સારિકાને સારી રીતે,
શીખવી કવિત નીત સારા સારા સ્વરમાં;
કોઈ ભારે ભૂપતિને ભેટ કરવાને ચાલ્યો,
ગામડામાં વાસો વસ્યો ગોવાળના ઘરમાં;
તારીફ સુણીને જોવા ત્યાં લોકો તમામ મળ્યા,
નોખી રીતભાત કશી ન આવી નજરમાં;
કહે દલપત્તરામ ગામનો ગમાર બોલ્યો,
તેવા ઘણાં તેતર તો છે મારા છેતરમાં.