ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાવજી પટેલ/સગી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''સગી'''}}
{{SetTitle}}
----
{{Heading|સગી | રાવજી પટેલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આજે પણ આ તો આવી! સોનેરી સાડીમાં તે આકર્ષક લાગે છે. નં. ૧૦ મિ. શંકર હજી બપોરની ઊંઘમાં હતો. આગંતુકા ચૂપચાપ સ્ટૂલ પર બેઠી, સાડીના છેડાથી મોં લૂછ્યું. મને રોષ થઈ આવ્યો. સાડીના પાલવથી મોં લૂછતી પત્નીને મેં છસાત વખત ધુતકારી કાઢી હતી – એ યાદ આવ્યું. પછી એણે થોલી ઉપાડી, અવાજ ન થાય એટલી કાળજીથી એ થેલીમાંથી દ્રાક્ષ, દાડમ, પપૈયું અને સંતરાં કાઢતી હતી. આખો વૉર્ડ ઊંઘતો હતો. મને દિવસે તો ઠીક પણ રાત્રે પણ નિદ્રા નથી આવતી. આગંતુકા સોનેરી ઝાંયમાં આકર્ષક લાગતી હતી. આ બે મહિનામાં તે બાવીસમી વખત ખબર જોવા આવી. આ જ તો મને મનમાં થતું જ હતું કે ઊંઘનું ઝોલું આવી જશે. કાલે મને ઊંઘ આવત પણ અકારણ ચિંતા ઊપડી આવેલી. મને વળી એ પણ થયેલું કે નં. ૧૦ની પત્ની (સાચી વાતની ખબર આજ સવારે પડી. એ બન્ને હજી પરણ્યાં નથી; પરણશે.) આવશે તો બેય જણ વાતોમાંથી ઊંચાં નહીં આવે. ને મને ઊંઘ નહીં આવે. આજે પાછું મને થયું કે – આ બેઠી છે તે આજ તો નહીં જ આવે; કેમ કે હોળીના દિવસોમાં કદાચ એને ગાવું પડશે. આજે સદ્ભાગ્યે મને ઊંઘનું ઝોલું આવત. પણ દુર્ભાગ્યની વાત એ બની કે ગઈ કાલે માવઠું થયું ને પરિણામે મને શરદી થઈ ગઈ. શરદીથી ગભરાઉં એવો નથી પણ પાછી મને એક ચિંતા થઈ – ચિંતા એ થઈ કે… જો પાછી, એણે ફરીથી પાલવથી મોં લૂછ્યું! સ્ત્રીઓને અમુક તમુક કુટેવ તો જતી જ નથી, ગમે તેટલું લઢો ને. એણે થેલીમાંથી કોરાં પોસ્ટકાર્ડની થોકડી કાઢીને, સાચવીને પાંજરા પર મૂકી. આટલાં બધાં પોસ્ટકાર્ડ શા માટે લાવી છે? પત્રની વાત આવી ત્યારે મને પાછું સાંભર્યું. આજે સવારે નં. ૧૦ ચાનો ગ્લાસ સ્ટૂલ પર મૂકી પત્ર વાંચતો હતો. હું સમજુ માણસ છું એટલે કોઈની ટીકા નથી કરતો. પણ આમ ખુલ્લી ચા રાખીને આવોય વાંચવા મંડ્યો છે તે બરાબર નથી. બાજુવાળા દર્દીઓ ખાંસી ખાય છે, હવામાં અસંખ્ય જંતુઓ હોય છે, ટાઢો ચા ન પીવો જોઈએ. મારાથી તોય બોલ્યા વગર ન રહેવાયું.