અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મહેશ મા. દવે/સાહેબ હુકમ કરે કે આવું: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> સાહેબ હુકમ કરે કે આવું {{space}}આરણ-કારણ કાંઈ ન જાણું, ક્યાંય પછી નહીં...") |
(No difference)
|
Revision as of 11:38, 28 June 2021
સાહેબ હુકમ કરે કે આવું
આરણ-કારણ કાંઈ ન જાણું,
ક્યાંય પછી નહીં જાઉં
સાહેબ હુકમ કરે કે આવું.
મારા મનનું કાંઈ ન ચાલે
કોરે કાગળ સહી,
સાહેબના અણસારે મારી
હોડી જળમાં વહી;
નાવિક મારો કહે એ લયમાં
ગીત મારું હું ગાઉં.
સઘળું તેને સોંપી દઈને
કામ બધાં દઉં છોડી,
મેં તો મારી પ્રીત સદાયે
સાહેબ સાથે જોડી;
વહેણ હોય કે પૂર હોય
પણ નહીં કદી મૂંઝાઉં
સાહેબ હુકમ કરે કે આવું.
(કોરે કાગળ સહી, ૨૦૦૦, પૃ. ૧)