રચનાવલી/૮૩: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮૩. માટીમરાળ (ગોપીનાથ મહન્તી) |}} {{Poem2Open}} કોઈ લેખક અંગ્રેજી સાહિત્યનો અભ્યાસી હોય અને નૃવંશશાસ્ત્ર વાંચવાનું શરૂ કરે, બ્રિટિશ શાસનકાળમાં આદિવાસી ગામોમાં જવાનું અમલદારો માટે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૮૨ | ||
|next = | |next = ૮૪ | ||
}} | }} |
Revision as of 11:15, 8 May 2023
કોઈ લેખક અંગ્રેજી સાહિત્યનો અભ્યાસી હોય અને નૃવંશશાસ્ત્ર વાંચવાનું શરૂ કરે, બ્રિટિશ શાસનકાળમાં આદિવાસી ગામોમાં જવાનું અમલદારો માટે ફરજિયાત હોવા છતાં કોઈ અમલદાર ત્યાં ફરકે નહીં ત્યારે આદિવાસીની વચ્ચે જઈને વસે, એની ભાષાને બોલવા મથે અને ધીમે ધીમે તેમનામાં એ ભળી જાય, તો એ લેખક જંગલવાસીઓના પરિચયમાંથી પૂર એવું કશુંક અદ્ભુત લઈ આવે કે ભારત આખાનું એના તરફ ધ્યાન જાય. આવા લેખક તરફ ભારત આખાનું ધ્યાન ત્યારે ખેંચાયું, જ્યારે ઓડિયા લેખક ગોપીનાથ મહન્તીને ૧૯૭૪માં કન્નડ કવિ દ. રા. બેન્દ્રે સાથે સંયુક્ત રીતે જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું. ૧૯૧૪માં જન્મેલા ગોપીનાથ મહન્તીની જ્યારે કોરાપુટમાં નિમણૂંક થઈ ત્યારે ત્યાંના આદિવાસીઓના ઉલ્લાસ અને એમની સરલ રીતભાતે એમને આનંદ પહોંચાડેલો, પરંતુ ત્યાંના આદિવાસીઓની ગરીબાઈ અને એમનું થતું શોષણ જોઈને એમને આઘાત લાગેલો. એમની વચ્ચે વસીને ગોપીનાથે કોન્ય આદિવાસી પ્રજા પર લખવા માંડવું, ‘મન ગહિરર ચાલ’ અને સત્ય ઘટના પર આધારિત ‘પરજા' જેવી નવલકથાઓ રચ્યા પછી લેખક કોન્વ આદિવાસીઓ સાથે એકરૂપ થઈ ગયા અને એના પરિણામ રૂપે એમણે ‘અમૃતર સંતાન’ જેવી પ્રસિદ્ધ નવલકથા આપી, એમાં ઉપેક્ષિત ગિરિજનો, આદિવાસી શબરો, કોંન્ધનો નજીકથી પરિચય મળે છે. પણ ૧૯૫૧થી ૧૯૬૧ સુધીનાં દશ વર્ષો એમણે જે નવલકથા પર ખાઁ એ તો એમની માટીમટાળ’ (‘રસાળ ભૂમિ’) નવલકથા છે. એમાં એમના આખા જીવનનો અનુભવ પડેલો છે. આ લેખક ઓડિયાની ભૂમિને જે રીતે ખૂંદી વળ્યા હતા, રાજમાર્ગો નહીં પણ નાના નાના રસ્તે ચાલીને, હોડીઓમાં બહુ નજીકથી દરિયાકિનારાથી માંડી પહાડનાં શિખરો સુધી વસતાં લોકોને એમને જે રીતે જોયા હતા એ બધું એમાં સારરૂપ થઈને આવ્યું છે. શોરબકોર વગરનું, વીજળીની ઝાકઝમાળ વગરનું, મોટરબસની શટરપટર વગરનું, ભાગંભાગ અને સાજસજાવટ વગરનું ગામઠું કથાના નાયકને ખુલ્લું આકાશ, માટીનાં ઘાસભૂસાનાં કાચાં ઘરો, શાંત પગદંડીઓ અને ઝાડપાનથી આકર્ષે છે. 'માટીમટાળ'નો નાયક કવિ છે. ‘બંધમૂળ' ગામના જમીનદાર કિશોર મહન્તીનો એ નાનો દીકરો છે. જમીનદાર પિતાનો ઈલાકાના બાવીશ ગામોમાં દબદબો છે. મોટો દીકરી કવિ પોલિસમાં જોડાઈ ગયો છે. પણ રવિ બી.એ. થયા પછી નોકરી કરવા નથી માગતો. ઘરનાની ઇચ્છાથી એ ૭૦ રૂપિયાની ક્લાર્કની નોકરી કરવા શહેર પહોંચે છે. મિત્ર બિપિનને મળે છે પણ એનું મન ગામથી દૂર કશાયમાં ચોંટતું નથી. બંને મિત્રો બદલાઈ ચૂક્યા છે. રવિ જીવનને કર્મ અને સેવાનું માધ્યમ ગણે છે, તો બિપિનને માટે જીવન ભોગનું માધ્યમ છે. વિકાસને એ આત્મવિકાસની સંકુચિત દૃષ્ટિથી જ જુએ છે. નગરજીવન અંગેની રવિની ઘૃણા વધતી જાય છે. સાત દિવસ તો સાત ભવ જેવા કાઢે છે. છેવટે રવિ નોકરી ન કરવાના નિરધાર સાથે ગામ પાછો ફરે છે. ગામ તરફ પાછા ફરતા રવિને રસ્તામાં આક્રમક વાંદરાથી ગભરાઈને નાસતી છવિનો ભેટો થાય છે. પંદર સોળ વર્ષની સુન્દર છવિને વાંદરાથી બચાવીને એના પિતા સિન્ધુ ચૌધરીને કન્યા સુપ્રત કરવામાં રવિ છવિના પરિવાર સાથે પરિચયમાં આવે છે. રવિ અને છવિ એકબીજાં તરફ આકર્ષાય છે. આ બાજુ રિવે નોકરી ન કરવાને બદલે ગામમાં રહી ગ્રામોન્નતિનાં કાર્યોમાં લાગે છે. ગામમાં ઢોરોમાં રોગ ફેલાતા શહેરના પશુવિભાગના અધિકારીને મળી રવિ દવાઓ મેળવે છે. આ કામ અંગે એકવાર વરસાદી રાતે રસ્તામાં છવિના ઘરે પણ રોકાય છે; પણ મળસ્કે છવિને મળ્યા વગર નીકળી પડે છે. આમ છતાં રવિના પિતા શોષક અને અત્યાચારી હોવાથી રવિનાં આ પ્રકારનાં સુધારાનાં કાર્યોને લોકો શંકાની નજરે જુએ છે. રવિ પોતાનું ગામ બંધમૂળ છોડી ફૂલસરા જઈ નવું કાર્યક્ષેત્ર શોધે છે. ગ્રામજીવનમાં સહકાર અને એકતાના ઉપાયો યોજે છે. અને ગામને કર્મયોગી બનાવે છે. પરંતુ સુભદ્રાપુરાના મેળામાં બે ગામ વચ્ચે મારપીટ શરૂ થતાં એમાં સમાધાન કરાવવા જનાર રવિ ખરાબ રીતે ઘાયલ થાય છે. રવિના મૃત્યુની અફવા છેક છવિ સુધી પહોંચે છે અને એને વ્યાકુળ કરી દે છે. પણ રવિ ધીરે ધીરે સ્વસ્થ થતો આવે છે એવી બાતમી પછીથી મળે છે. પોતપોતાનામાં બંને અ-સંપૂર્ણ છે પણ બંને મળે તો સંપૂર્ણતાની સંભાવના છે. પણ આ મિલનમાં ક્યાંય સંસાર રચવાની બૂ આવતી નથી, પ્રલયપૂર ઓસરી જતાં બંને જુદાં પડે છે. પણ છવિ મનમાં સ્પષ્ટ છે. પોતાનો વિવાહ થાય કે ન થાય, લગ્નમંડપમાં પુરોહિત, અગ્નિ અને દશ દિશાઓની સાક્ષીએ મંત્રપાઠ થાય કે ન થાય, શંખનાદ થાય કે ન થાય, પોતે રવિને સમર્પિત છે. એકવાર રવિના કાર્યક્ષેત્ર ફૂલસરા જતી ડોલીને છવિ જુએ છે એમાં નવી વહૂને જુએ છે, પણ એના મોં પર ઉજ્જવળ સ્મિત છે, એનું મન તૃપ્ત છે. અલબત્ત, જમીનદાર પિતા, દરિદ્ર થઈ ગયેલા જમીનદારની દીકરી છવિ જોડે રવિના લગ્ન કરવા તૈયાર નથી. પણ છવિએ તો પોતાનું મન રવિ પર ન્યોછાવર કરી દીધું છે. છવિ રવિની જેમ જનસેવાનું વ્રત લે છે. અછૂતો, ગરીબો અને નીચલી જાતિના લોકો વચ્ચે જાય છે. રવિ અને વિનાં ક્ષેત્રો અલગ છે, પણ વિચારોમાં સમાનતા છે. એવામાં ભયાનક પૂર આવે છે. અને રાહતકાર્યોમાં જોડાયેલાં રવિ અને છવિ વજેશ્વર મન્દિરમાં એક રાત માટે આશ્રય લે છે. મન્દિર બંનેનું મિલનપીઠ બને છે. રવિ અને છવિ લગ્નથી જોડાતાં નથી છતાં છવિ સાથે રવિ લગ્ન નહીં કરે એવું પણ સૂચવાતું નથી. એકબીજાના આદર્શમાં સફળ થવામાં જાણે કે બંને પ્રેમનો ઊંડો અર્થ સમજે છે, એવો કથાનો સંદિગ્ધ અંત વાચકની કલ્પનાને માટે રાખ્યો છે. ગ્રામસૃષ્ટિની વાસ્તવિક બાજુઓને અહીં ભાવનામય સેવાસૃષ્ટિથી માવજત આપવામાં લેખકે એમની ઝીણી નજરનો પરિચય આપ્યો છે. ઉદ્દેશપૂર્ણ નવલકથાનો આ પ્રકાર કલાની કેટલીક શરતોને અચંબામાં નાખી દે એ રીતે નભાવતો હોય છે.