અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ જોષી/અમે: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ખોબો ભરીને અમે એટલું હસ્યાં {{space}}કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં. ખટ...") |
(No difference)
|
Revision as of 11:40, 28 June 2021
ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.
ખટમીઠાં સપનાંઓ ભૂરાં ભૂરાં
કુંવારાં સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.
ક્યાં છે વીંટી અને ક્યાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાના ક્યાં છે સવાલ!
કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.