યાત્રા/પલક પલક: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
પલક પલક | પલક પલક મોરી આંખ નિહાળે, | ||
{{space}} મલક મલક તુજ મુખ મલકે, | {{space}} મલક મલક તુજ મુખ મલકે, | ||
આજ અમારા સાગરપટ પર | આજ અમારા સાગરપટ પર | ||
{{space}} શો તારો રસ રસ છલકે! | {{space}} શો તારો રસ રસ છલકે! | ||
{{space}} જલપવનના ઘડા અટકિયા, | {{space}} જલપવનના ઘડા અટકિયા, | ||
{{space}} મનમૃગ તણા ઠેકા ન ટકિયા, | {{space}} મનમૃગ તણા ઠેકા ન ટકિયા, |
Revision as of 15:58, 14 May 2023
પલક પલક
પલક પલક મોરી આંખ નિહાળે,
મલક મલક તુજ મુખ મલકે,
આજ અમારા સાગરપટ પર
શો તારો રસ રસ છલકે!
જલપવનના ઘડા અટકિયા,
મનમૃગ તણા ઠેકા ન ટકિયા,
કો અકલિતને કલિત કરી તુજ
પાંપણ શી અપલક પલકે!
પલક પલકo
મંદિર વિષે દીપક પ્રગટિયા,
દીપમાં ઉદ્દીપ ઘટિયા;
નેણ નેણ તુજ નેણ પરોવી
શી તુજ ગગન ઘટા ઢળકે!
પલક પલકo
અબ સીમને સીમા નહીં,
અણસીમ તું સામે રહી,
અખિલ ભરી અંજલિમાં તારી
તું તવ છોળ સદા છલકે!
પલક પલકo
૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭