યાત્રા/રસઉગ્રતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|રસઉગ્રતા|}}
{{Heading|રસઉગ્રતા|}}


<poem>
{{block center| <poem>
અહો, પરમ કોમળા કમલતંતુ, શા અંકુર,
અહો, પરમ કોમળા કમલતંતુ, શા અંકુર,
ફુટ્યો કુસુમ સેાડમાં કુસુમ શો તું કંટક-શિશુ
ફુટ્યો કુસુમ સેાડમાં કુસુમ શો તું કંટક-શિશુ
Line 20: Line 20:
અહો રસિક ઉગ્રતા, શિવસ્વરૂપની રુદ્રતા,
અહો રસિક ઉગ્રતા, શિવસ્વરૂપની રુદ્રતા,
દિયો તું બલ માણવા સકલ તાહરી તીવ્રતા.
દિયો તું બલ માણવા સકલ તાહરી તીવ્રતા.
{{Right|એપ્રિલ, ૧૯૪૩}}
 
</poem>
{{Right|<small>એપ્રિલ, ૧૯૪૩</small> }}
</poem>}}


<br>
<br>

Latest revision as of 02:01, 19 May 2023

રસઉગ્રતા

અહો, પરમ કોમળા કમલતંતુ, શા અંકુર,
ફુટ્યો કુસુમ સેાડમાં કુસુમ શો તું કંટક-શિશુ
કયો રસ નિપાવવા રસ ધરા તણો તું વિષે
કઠોર કરી અગ્ર, કંટક બને ધરી ઉગ્રતા?

તદેવ રસઉગ્રતા શું શિશુ કોમળા સિંહના
નખે પ્રખર વજ્ર શી થઈ વિદારતી હસ્તીઓ?
તદેવ રસઉગ્રતા નિરઝરંત જે નીર થૈ
ચડે ગગન ચીરતી અડગ આ નગે મૂર્ત થૈ?

તદેવ રસઉગ્રતા મધુર લ્હેરખી વાયુની
નગો હચમચાવતી અતુલ વેગ આંધી બને?
તદેવ રસઉગ્રતા રચતી ગર્ભ જે માર્દવે
રચે તુમુલ જુદ્ધ, કોટિ જ્યહીં કોટિ બીજાં હણે?

અહો રસિક ઉગ્રતા, શિવસ્વરૂપની રુદ્રતા,
દિયો તું બલ માણવા સકલ તાહરી તીવ્રતા.

એપ્રિલ, ૧૯૪૩