યાત્રા/અમોને સ્પર્શે છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|અમોને સ્પર્શે છે|}}
{{Heading|અમોને સ્પર્શે છે|}}


<poem>
{{block center| <poem>
અમોને સ્પર્શે છે અનિલ લહરો, સૂર્યશશીના
અમોને સ્પર્શે છે અનિલ લહરો, સૂર્યશશીના
કુણા તીણા રશ્મિ, કર સુહૃદના પૌરુષભર્યા,
કુણા તીણા રશ્મિ, કર સુહૃદના પૌરુષભર્યા,
Line 15: Line 15:
અમારા મિટ્ટીને શિર વરદ તારો કર ફરે,
અમારા મિટ્ટીને શિર વરદ તારો કર ફરે,
અને ત્યાં ઊર્ધ્વોનાં અમૃત શતનું સ્થાપન કરે.
અને ત્યાં ઊર્ધ્વોનાં અમૃત શતનું સ્થાપન કરે.
</poem>


{{Right|એપ્રિલ, ૧૯૪૩}}


<small>{{Right|એપ્રિલ, ૧૯૪૩}}</small>
</poem>}}
<br>
<br>
<br>
<br>

Latest revision as of 03:33, 20 May 2023

અમોને સ્પર્શે છે

અમોને સ્પર્શે છે અનિલ લહરો, સૂર્યશશીના
કુણા તીણા રશ્મિ, કર સુહૃદના પૌરુષભર્યા,
ભુજાઓ વ્હાલાંની, કર શિશુ તણા નિર્મલ નર્યા,
અહા સંસ્પર્શોની મણિજડિત કેવી જ રશના!

સદા તારે સ્પર્શે પણ અમૃત કો એવું ઝરતું,
ટપી જાતું આ સૌ પ્રકૃતિમનુજોના પ્રણયને,
રચી અંગે અંગે અણુ અણુ વિષે નવ્ય લયને,
જલો આનંદોનાં પરમ ચિતિનાં તે નિતરતું.

અમારા મિટ્ટીને શિર વરદ તારો કર ફરે,
અને ત્યાં ઊર્ધ્વોનાં અમૃત શતનું સ્થાપન કરે.


એપ્રિલ, ૧૯૪૩