યાત્રા/સ્મિતબિન્દુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સ્મિતબિન્દુ|}} <poem> તારું સ્મિતબિન્દુ વરસાવ, સુધા હે, તવ સિંધુ છલકાવ. ઓ રોળાઈ જતી કૈં કળીઓ, આ છૂંદાઈ જતી પાંદડીઓ, વ્યર્થ જતી આંસુની ઝડીઓ, {{space}} તવ સંજીવન લાવ. તારું. આ ક્રન્દનનાં ન...")
 
(formatting corrected.)
 
Line 2: Line 2:
{{Heading|સ્મિતબિન્દુ|}}
{{Heading|સ્મિતબિન્દુ|}}


<poem>
{{block center|<poem>
તારું સ્મિતબિન્દુ વરસાવ,
તારું સ્મિતબિન્દુ વરસાવ,
સુધા હે, તવ સિંધુ છલકાવ.
સુધા હે, તવ સિંધુ છલકાવ.
Line 20: Line 20:
ક્ષુધિત ધરાને દે તુજ પ્રાશન,
ક્ષુધિત ધરાને દે તુજ પ્રાશન,
{{space}} જલ મૃત્યુંજય લાવ. તારું.
{{space}} જલ મૃત્યુંજય લાવ. તારું.
</poem>


{{Right|ફેબ્રુઆરી, ૧૯૪૬}}


<small>{{Right|ફેબ્રુઆરી, ૧૯૪૬}}</small>
</poem>}}
<br>
<br>
<br>
<br>

Latest revision as of 16:14, 20 May 2023

સ્મિતબિન્દુ

તારું સ્મિતબિન્દુ વરસાવ,
સુધા હે, તવ સિંધુ છલકાવ.

ઓ રોળાઈ જતી કૈં કળીઓ,
આ છૂંદાઈ જતી પાંદડીઓ,
વ્યર્થ જતી આંસુની ઝડીઓ,
          તવ સંજીવન લાવ. તારું.

આ ક્રન્દનનાં નંદન કરતી,
વિરહ વિષે આલિંગન ભરતી,
પયસાગરને પટ વિહરંતી,
          પૂર્ણ શશીઘટ લાવ. તારું.

નયન નયનમાં હો તવ આસન,
હૃદય હૃદયમાં હો તવ શાસન,
ક્ષુધિત ધરાને દે તુજ પ્રાશન,
          જલ મૃત્યુંજય લાવ. તારું.


ફેબ્રુઆરી, ૧૯૪૬