વસુધા/જ્યોત જગાવો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
જીવનજ્યોત જગાવો, | ::::જીવનજ્યોત જગાવો, | ||
:: પ્રભુ હે, જીવનજ્યોત જગાવો. | |||
ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો, | ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો, | ||
Line 18: | Line 18: | ||
::: અમને મઘમઘતાં શિખવાડો. પ્રભુ હેo | ::: અમને મઘમઘતાં શિખવાડો. પ્રભુ હેo | ||
ઉરની સાંકડલી શેરીના | ઉરની સાંકડલી શેરીના પંથ વિશાળ રચાવો, | ||
હૈયાના ઝરણા નાનાને સાગર જેવું બનાવો, | હૈયાના ઝરણા નાનાને સાગર જેવું બનાવો, | ||
::: અમને ગરજંતાં શિખવાડો. પ્રભુ હેo | ::: અમને ગરજંતાં શિખવાડો. પ્રભુ હેo |
Latest revision as of 01:35, 24 May 2023
જ્યોત જગાવો
જીવનજ્યોત જગાવો,
પ્રભુ હે, જીવનજ્યોત જગાવો.
ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો,
આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો,
અમને રડવડતાં શિખવાડો. પ્રભુ હેo
વણ દીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો,
વણ જહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો,
અમને ઝળહળતાં શિખવાડો. પ્રભુ હેo
ઊગતાં અમ મનનાં ફુલડાંને રસથી સભર બનાવો,
જીવનના રંગો પ્રગટાવા પીંછી તમારી ચલાવો,
અમને મઘમઘતાં શિખવાડો. પ્રભુ હેo
ઉરની સાંકડલી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાના ઝરણા નાનાને સાગર જેવું બનાવો,
અમને ગરજંતાં શિખવાડો. પ્રભુ હેo
અમ જીવનની વાદળી નાની આભ વિષે જ ઉડાવો,
સ્નેહ-શક્તિ-બલિદાન-નીરથી ભરચક ધાર ઝરાવો,
અમને સ્થળસ્થળમાં વરસાવો. પ્રભુ હેo