વસુધા/સાંજે જ્યારે–: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 5: Line 5:
ઉપવનવિષે સાંજે જ્યારે હવા હસતી હતી,
ઉપવનવિષે સાંજે જ્યારે હવા હસતી હતી,
અલકલટમાં તારી વેણી કશી લસતી હતી!
અલકલટમાં તારી વેણી કશી લસતી હતી!
નભપટ પરે સંધ્યા કરી છટા અનઘા હતી,
નભપટ પરે સંધ્યા કેરી છટા અનઘા હતી,
તુજ વદનના વ્યોમે આશાઘટા સઘના હતી!


તુજ વદનના વ્યોમે આશાઘટા સઘના હતી!
પવનઝડપે પાણી ડોલ્યાં, નદી મલકી પડી,
પવનઝડપે પાણી ડોલ્યાં, નદી મલકી પડી,
અલસ તરણી જાગી, ખુલે સઢે નિકળી પડી.
અલસ તરણી જાગી, ખુલ્લે સઢે નિકળી પડી.
પૃથુલ ઉરને સાળુ ડોલ્યો, ડગ્યો શશી વ્યોમમાં,
પૃથુલ ઉરનો સાળુ ડોલ્યો, ડગ્યો શશી વ્યોમમાં,
નયન છટક્યાં, વીધી હૈયાં વળ્યાં સહુ ભોમનાં.
નયન છટક્યાં, વીંધી હૈયાં વળ્યાં સહુ ભોમનાં.


ઉર ભટકતું થાકી બેઠું અકેલું અટૂલું ત્યાં
ઉર ભટકતું થાકી બેઠું અકેલું અટૂલું ત્યાં

Latest revision as of 03:22, 24 May 2023

સાંજે જ્યારે–

ઉપવનવિષે સાંજે જ્યારે હવા હસતી હતી,
અલકલટમાં તારી વેણી કશી લસતી હતી!
નભપટ પરે સંધ્યા કેરી છટા અનઘા હતી,
તુજ વદનના વ્યોમે આશાઘટા સઘના હતી!

પવનઝડપે પાણી ડોલ્યાં, નદી મલકી પડી,
અલસ તરણી જાગી, ખુલ્લે સઢે નિકળી પડી.
પૃથુલ ઉરનો સાળુ ડોલ્યો, ડગ્યો શશી વ્યોમમાં,
નયન છટક્યાં, વીંધી હૈયાં વળ્યાં સહુ ભોમનાં.

ઉર ભટકતું થાકી બેઠું અકેલું અટૂલું ત્યાં
ઝડપ ઝબક્યું જોતું બેઠું દ્રવંત સ્વરક્તને. ૧૦
‘શર અણદિઠાં કેનાં કારી?’ વિચારતું વિસ્મયે,
અધિક અટુલું મૃત્યુકેરે પડ્યું જઈ સંશ્રયે.

નભઘન વિષે સંધ્યા પોઢી, હસી નહિ તારિકા,
મૃત ઉર લિયે હાવાં થાતી નહિ અભિસારિકા.