13,299
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
મળે છે માર્ગમાં મારા ઈંટાળા | મળે છે માર્ગમાં મારા ઈંટાળા વીસ ત્રીસ કૈં, | ||
મળેલા | મળેલા અલી બાબાને લૂંટારા જેમ ચાલીસ. | ||
બેઠેલા પેંતરા બાંધી ફસાવા માર્ગગામીને, | બેઠેલા પેંતરા બાંધી ફસાવા માર્ગગામીને, | ||
Line 15: | Line 15: | ||
માહરાં ટાયરે વાગે ભચોભચ બની છરા! | માહરાં ટાયરે વાગે ભચોભચ બની છરા! | ||
જાળવી જાળવી હાંકું તોય એ | જાળવી જાળવી હાંકું તોય એ મત્સ્ય શા ધસી, | ||
કોમળાં ટાયરો મારાં ભરખે છે ડસી ડસી! | કોમળાં ટાયરો મારાં ભરખે છે ડસી ડસી! ૧૦ | ||
:તેઓ અહીં આ ફરલૉંગ અર્ધના | |||
:પંથે વસે, નીમ તરુની છાંયમાં, | |||
:કોઈ કદી દૂર જરાક જૈ પડ્યા, | |||
:છે ભામટા સૌ દિલના સદા બળ્યા! | |||
:કોઈ અહીં કેવળ માટી રૂપમાં | |||
:ઢેફાં સ્વરૂપે, કંઈ ઈંટ કાચી | |||
:બની પડ્યા છે, પથરાય કૈંક તો | |||
:પાક્કા ઘણા ઈંટતણા સ્વરૂપમાં. | |||
:એ અભ્રવર્ણા, વળી શ્વેતકાય, | |||
:કે રક્તવર્ણા, અભિરામદેહી, | |||
:સૌને શિરે મંડિલ શી દિસે વસી | |||
:કાળાશ, જે ધૂમ ગયો તહીં રસી. | |||
:કો આવિયા છે અહીં ખેતરોથી, | |||
:કોઈ ચણાતાં ઘરમાંથી ભાગી, | |||
:કે કો જતી લારી થકી પડીને | |||
:ભાંગી બની બે કટકા, પડી રહ્યા. | |||
:ખંડાયલી કાય બધાયની અહીં, | |||
:ન ઈંટ આખી વરતાય કોઈ, | |||
:અખંડના ભાગ્ય વિશે ન ખંડ છે! | |||
:આ તો બધાં ખંડિતનાં જ બંડ છે! | |||
:દુર્ભાગી આ માલિકહીન શ્વાન શા, | |||
:જુગારી શા કે નિત હારનારા, | |||
:અભાગિયા ભાગ્ય ફરી જતાં અહીં | |||
:આવી ચડ્યા હ્યાં વસવા વિરાનમાં. | |||
:એ એકદા ખેતરમાં સુકર્ષિતા | |||
:માટી હતા ધાન્યફળોથી શોભતા, | |||
:કોઈ હતા મંદિર માળિયે ચડ્યા, | |||
:પૂજાગૃહે, સ્નાનગૃહે ઘડ્યા મઢ્યા! | |||
:એ આજ આંહીં રખડાઉ ભામટા, | |||
:અકિંચનો ને રખડંત નિર્ગૃહી | |||
:લોક તણો સાથ જ સેવતા વસે, | |||
:રસ્તે જતાનાં પગ-ટાયરો ડસે. | |||
:આવે અહીં સૌ ઋતુની પ્રવાસી | |||
:કૈં ટોળીઓ અલ્પ દિનો-નિવાસી, | |||
:ઈરાનીઓ મસ્ત અને ગુલાબી, | |||
:છારાં, મદારી, ભટકંત વાઘરી. | |||
:તંબૂ તણાતા, પથરાય સાદડી, | |||
:રચાઈ જાતી ઘર-છાવણી-છટા, | |||
:ને આ ઈંટાળા નિત સેવનાતુર | |||
:ચૂલા બની તત્ક્ષણ સ્હાય દેતા. ૫૦ | |||
:સંરક્ષતા કાય થકી સુઅગ્નિ, | |||
:માથે ધરે ભાણ્ડ પચંત અન્નનાં, | |||
:એ તાવણીમાં કપરી તવાતા, | |||
:કચ્ચા મટી થાય ઘણાક પક્કા! | |||
:અનેક રૂપે નિજ સેવ અર્પતા, | |||
:અનેકની મૈત્રીથકી સુશિક્ષિત, | |||
:પ્રગલ્ભ ને પ્રૌઢ અનેક લક્ષણે, | |||
:કરી રહ્યા કર્મ અનેક સંકુલ. | |||
:એ ટોળીઓની રખડાઉ જિંદગી | |||
:માંહે વસ્યાં વેરની તૃપ્તિ અર્થે | |||
:કૈં છે બન્યા સ્હાય અમોલી, જાતે | |||
:ચપ્પુ છરા સંગ ઘસાઈ ધાર દૈ! | |||
:કે કૈં નજીવી વસથી વઢી પડ્યે, | |||
:વાગ્યુદ્ધ અંતે કરયુદ્ધ જામતાં, | |||
:ગોળા સમા તોપતણા કરે ચડી | |||
:શસ્ત્રો બની સ્હાય દીધી અમોલી! | |||
:કે રાત્રિ-એકાંત વિશે અભાગણી | |||
:પતિવિહોણી પરિત્યક્ત નારીને | |||
:ઉદ્વેગ ઓછો કરવા બન્યા હશે | |||
:સહાય માથું કૂટવા મહીં કો. | |||
:કે ઝાડનાં પર્ણથકી ચળાતી | |||
:જ્યોત્સ્ના તળે સુપ્ત યુવાન યુગ્મની | |||
:કેલિપ્રસંગે બની કો શક્યા હશે | |||
:ઘેને ભર્યાં શીશ તળે ઉશીકાં. | |||
:...થયું થયું, એ રખડાઉ લોકની | |||
:કથા બધી ના કહી નાખવા ચહું. | |||
જાવા દો વાત એ આખી સંબંધો માનવીયની, | |||
કંટાળું કથની ક્હેતાં ઈંટાળા ને લુંટારુની. | |||
હજારો ઈંટ સીમેન્ટ પથ્થરોનાં ચણેલ કૈં | |||
મકાનોમાં ખપ્યાં જે ના, તરછોડાયેલાં છ જે, ૮૦ | |||
અહીં આ રવડે માર્ગે અડફેટે ચડે સદા, | |||
અને તે એમના જેવાં તરછોડાયલાં સદા | |||
સમાઈ ના શક્યાં ક્યાંઈ ચોકઠામાં સમાજના. | |||
ફરંદાં, ભમતાં, ભૂખ્યાં, અકિંચન ચ નિર્ગૃહી- | |||
તણી સોબતમાં થોડો જીવ્યાનો રસ માણતાં, | |||
રખડુ રખડુ સંગે, ઈંટાળા તે ઈંટાળુ શું. | |||
અને તે ચોરલૂંટારા, ખિસ્સાકાપુ, ખુંટેલ શું | |||
શીખીને કર્મ તેવાં છો મને આ આંતરી રહ્યા, | |||
બેઠા છો પેંતરા બાંધી, છો ટીચે મુજ ટાયરો, | |||
રાચું છું નિત્ય આ ભાળી રખડુ જન ડાયરો! | |||
અને આ માર્ગમાં મારા ઈંટાળા વીસ ત્રીસ કૈં | |||
અલીબાબા તણા ચોરો સમી આ લોકટોળીને | |||
નીરખી ચિંતું છું નિત્યે: ઈંટાળા રખડાઉ આ | |||
તથા આ રખડુ ટોળાં:— કોઈ શું કડિયો નથી | |||
ચણી લૈ જેહ સંધાંને, રચે કો ભવ્ય આલય, | |||
આપણાં ઈંટચૂનાનાં થકી યે ભવ્ય આલય? | |||
{{Right|૮ એપ્રિલ, ૧૯૩૭}} | {{Right|૮ એપ્રિલ, ૧૯૩૭}} | ||
</poem> | </poem> | ||
Line 110: | Line 135: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ફુટપાથનાં સુનાર | ||
|next = | |next = છાતીએ છૂંદણાં | ||
}} | }} |