વસુધા/ઈંટાળા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by one other user not shown)
Line 3: Line 3:


<poem>
<poem>
મળે છે માર્ગમાં મારા ઈંટાળા વીસત્રીસ કૈં,  
મળે છે માર્ગમાં મારા ઈંટાળા વીસ ત્રીસ કૈં,  
મળેલા અલીબાબાને લૂંટારા જેમ ચાલીસ.
મળેલા અલી બાબાને લૂંટારા જેમ ચાલીસ.


બેઠેલા પેંતરા બાંધી ફસાવા માર્ગગામીને,  
બેઠેલા પેંતરા બાંધી ફસાવા માર્ગગામીને,  
Line 15: Line 15:
માહરાં ટાયરે વાગે ભચોભચ બની છરા!
માહરાં ટાયરે વાગે ભચોભચ બની છરા!


જાળવી જાળવી હાંકું તોય એ મત્સ્યશા ધસી,  
જાળવી જાળવી હાંકું તોય એ મત્સ્ય શા ધસી,  
કોમળાં ટાયરો મારાં ભરખે છે ડસી ડસી!
કોમળાં ટાયરો મારાં ભરખે છે ડસી ડસી! ૧૦


{{space}}તેઓ અહીં આ ફરલાંગ અર્ધના  
:તેઓ અહીં આ ફરલૉંગ અર્ધના  
{{space}}પંથે વસે, નીમ તરુની છાંયમાં,  
:પંથે વસે, નીમ તરુની છાંયમાં,  
{{space}}કોઈ કદી દૂર જરાક જૈ પડ્યા,  
:કોઈ કદી દૂર જરાક જૈ પડ્યા,  
{{space}}છે ભામટા સૌ દિલના સદા બળ્યા!
:છે ભામટા સૌ દિલના સદા બળ્યા!


        કોઈ અહીં કેવળ માટી રૂપમાં  
:કોઈ અહીં કેવળ માટી રૂપમાં  
        ઢેફાં સ્વરૂપે, કંઈ ઈંટ કાચી  
:ઢેફાં સ્વરૂપે, કંઈ ઈંટ કાચી  
        બની પડ્યા છે, પથરાય કૈંક તો  
:બની પડ્યા છે, પથરાય કૈંક તો  
        પાક્કા ઘણા ઈંટ તણા સ્વરૂપમાં.
:પાક્કા ઘણા ઈંટતણા સ્વરૂપમાં.
        એ અભ્રવર્ણા, વળી શ્વેતકાય,  
 
        કે રક્તવર્ણા, અભિરામદેહી,  
:એ અભ્રવર્ણા, વળી શ્વેતકાય,  
        સૌને શિરે મંડિલશી દીસે વસી
:કે રક્તવર્ણા, અભિરામદેહી,  
       કાળાશ, જે ધૂમ ગયો તહીં રસી.
:સૌને શિરે મંડિલ શી દિસે વસી
        કો આવિયા છે અહીં ખેતરોથી,  
:કાળાશ, જે ધૂમ ગયો તહીં રસી.
        કોઈ ચણાતાં ઘરમાંથી ભાગી,  
 
        કે કો જતી લારી થકી પડીને  
:કો આવિયા છે અહીં ખેતરોથી,  
        ભાંગી બની બે કટકા, પડી રહ્યા.
:કોઈ ચણાતાં ઘરમાંથી ભાગી,  
        ખંડાયલી કાય બધાયની અહીં,  
:કે કો જતી લારી થકી પડીને  
        ન ઈંટ આખી વરતાય કોઈ,  
:ભાંગી બની બે કટકા, પડી રહ્યા.
        અખંડના ભાગ્ય વિશે ન ખંડ છે!  
 
        આ તો બધાં ખંડિતનાં જ બંડ છે!
:ખંડાયલી કાય બધાયની અહીં,  
        દુર્ભાગી આ માલિકહીન શ્વાનશા,  
:ન ઈંટ આખી વરતાય કોઈ,  
        જુગારીશા કે નિત હારનારા,  
:અખંડના ભાગ્ય વિશે ન ખંડ છે!  
        અભાગિયા ભાગ્ય ફરી જતાં અહીં  
:આ તો બધાં ખંડિતનાં જ બંડ છે!
        આવી ચડ્યા હ્યાં વસવા વિરાનમાં.
 
        એ એકદા ખેતરમાં સુકર્ષિતા  
:દુર્ભાગી આ માલિકહીન શ્વાન શા,  
        માટી હતા ધાન્યફળોથી શોભતી,  
:જુગારી શા કે નિત હારનારા,  
        કોઈ હતા મંદિર માળિયે ચડ્યા,  
:અભાગિયા ભાગ્ય ફરી જતાં અહીં  
        પૂજાગૃહે, સ્નાનગૃહે ઘડ્યા મઢ્યા!
:આવી ચડ્યા હ્યાં વસવા વિરાનમાં.
        એ આજ આંહીં રખડાઉ ભામટા,  
 
        અકિંચનો ને રખડંત નિર્ગૃહી
:એ એકદા ખેતરમાં સુકર્ષિતા  
        લોક તણો સાથ જ સેવતા વસે,  
:માટી હતા ધાન્યફળોથી શોભતા,  
        રસ્તે જતાનાં પગ-ટાયરો ડસે.
:કોઈ હતા મંદિર માળિયે ચડ્યા,  
        આવે અહીં સૌ ઋતુની પ્રવાસી  
:પૂજાગૃહે, સ્નાનગૃહે ઘડ્યા મઢ્યા!
        કૈં ટોળીઓ અલ્પ દિનો-નિવાસી,  
 
        ઈરાનીઓ મસ્ત અને ગુલાબી,  
:એ આજ આંહીં રખડાઉ ભામટા,  
        છારાં, મદારી, ભટકંત વાઘરી.
:અકિંચનો ને રખડંત નિર્ગૃહી
        તંબૂ તણાતા, પથરાય સાદડી,  
:લોક તણો સાથ જ સેવતા વસે,  
        રચાઈ જાતી ઘર-છાવણી-છટા,  
:રસ્તે જતાનાં પગ-ટાયરો ડસે.
        ને આ ઈંટાળા નિત સેવનાતુર  
 
        ચૂલા બની તત્ક્ષણ સ્હાય દેતા.
:આવે અહીં સૌ ઋતુની પ્રવાસી  
        સંરક્ષતા કાય થકી સુઅગ્નિ,  
:કૈં ટોળીઓ અલ્પ દિનો-નિવાસી,  
        માથે ધરે ભાણ્ડ પચંત અન્નનાં,  
:ઈરાનીઓ મસ્ત અને ગુલાબી,  
        એ તાવણીમાં કપરી તવાતા,  
:છારાં, મદારી, ભટકંત વાઘરી.
        કચ્ચા મટી થાય ઘણાક પક્કા!
 
        અનેક રૂપે નિજ સેવ અર્પતા,  
:તંબૂ તણાતા, પથરાય સાદડી,  
        અનેકની મૈત્રી થકી સુશિક્ષિત,  
:રચાઈ જાતી ઘર-છાવણી-છટા,  
        પ્રગલ્ભ ને પ્રૌઢ અનેક લક્ષણે,  
:ને આ ઈંટાળા નિત સેવનાતુર  
        કરી રહ્યા કર્મ અનેક સંકુલ.
:ચૂલા બની તત્ક્ષણ સ્હાય દેતા. ૫૦
        એ ટોળીઓની રખડાઉ જિંદગી  
 
        માંહે વસ્યાં વેરની તૃપ્તિ અર્થે  
:સંરક્ષતા કાય થકી સુઅગ્નિ,  
        કૈં છે બન્યા સ્હાય અમોલી, જાતે  
:માથે ધરે ભાણ્ડ પચંત અન્નનાં,  
        ચપ્પુ છરા સંગ ઘસાઈ ધાર દૈ!
:એ તાવણીમાં કપરી તવાતા,  
        કે કૈં નજીવી વસથી વઢી પડ્યે,  
:કચ્ચા મટી થાય ઘણાક પક્કા!
        વાગ્યુદ્ધ અંતે કરયુદ્ધ જામતાં,  
 
        ગોળા સમા તોપ તણા કરે ચડી  
:અનેક રૂપે નિજ સેવ અર્પતા,  
        શસ્ત્રો બની સ્હાય દીધી અમોલી!
:અનેકની મૈત્રીથકી સુશિક્ષિત,  
        કે રાત્રિ-એકાંત વિશે અભાગણી  
:પ્રગલ્ભ ને પ્રૌઢ અનેક લક્ષણે,  
        પતિવિહોણી પરિત્યક્ત નારીને  
:કરી રહ્યા કર્મ અનેક સંકુલ.
        ઉદ્વેગ ઓછો કરવા બન્યા હશે  
 
        સહાય માથું કૂટવા મહીં કો.
:એ ટોળીઓની રખડાઉ જિંદગી  
        કે ઝાડનાં પર્ણ થકી ચળાતી  
:માંહે વસ્યાં વેરની તૃપ્તિ અર્થે  
        જ્યોત્સ્ના તળે સુપ્ત યુવાન યુગ્મની  
:કૈં છે બન્યા સ્હાય અમોલી, જાતે  
        કેલિપ્રસંગે બની કો શક્યા હશે  
:ચપ્પુ છરા સંગ ઘસાઈ ધાર દૈ!
        ઘેને ભર્યાં શીશ તળે ઉશીકાં.
 
        ...થયું થયું, એ રખડાઉ લોકની  
:કે કૈં નજીવી વસથી વઢી પડ્યે,  
        કથા બધી ના કહી નાખવા ચહું.
:વાગ્યુદ્ધ અંતે કરયુદ્ધ જામતાં,  
        જાવા દો વાત એ આખી સંબંધો માનવીયની,  
:ગોળા સમા તોપતણા કરે ચડી  
        કંટાળું કથની ક્હેતાં ઈંટાળા ને લૂંટારુની.  
:શસ્ત્રો બની સ્હાય દીધી અમોલી!
        હજારો ઈંટ સિમેન્ટ પથ્થરોમાં ચણેલ કૈં  
 
        મકાનોમાં ખપ્યાં જે ના, તરછોડાયેલાં છ જે,  
:કે રાત્રિ-એકાંત વિશે અભાગણી  
        અહીં આ રવડે માર્ગે અડફેટે ચડે સદા,  
:પતિવિહોણી પરિત્યક્ત નારીને  
        અને તે એમના જેવાં તરછોડાયલાં સદા  
:ઉદ્વેગ ઓછો કરવા બન્યા હશે  
        સમાઈ ના શક્યાં ક્યાંઈ ચોગઠામાં સમાજના.
:સહાય માથું કૂટવા મહીં કો.
        ફરંદાં, ભમતાં, ભૂખ્યાં, અકિંચન ચ નિર્ગૃહી-  
 
        તણી સોબતમાં થોડો જીવ્યાનો રસ માણતાં,  
:કે ઝાડનાં પર્ણથકી ચળાતી  
        રખડુ રખડુ સંગે, ઈંટાળા તે ઈંટાળુ શું.
:જ્યોત્સ્ના તળે સુપ્ત યુવાન યુગ્મની  
        અને તે ચોરલૂંટારા, ખિસ્સાકાપુ, ખુંટેલ શું  
:કેલિપ્રસંગે બની કો શક્યા હશે  
        શીખીને કર્મ તેવાં છો મને આ આંતરી રહ્યા,
:ઘેને ભર્યાં શીશ તળે ઉશીકાં.
        બેઠા છો પેંતરા બાંધી, છો ટીચે મુજ ટાયરો,  
 
        રાચું છું નિત્ય આ ભાળી રખડુ જન ડાયરો!
:...થયું થયું, એ રખડાઉ લોકની  
        અને આ માર્ગમાં મારા ઈંટાળા વીસત્રીસ કૈં  
:કથા બધી ના કહી નાખવા ચહું.
        અલીબાબા તણા ચોરો સમી આ લોકટોળીને
 
        નીરખી ચિંતું છું નિત્યે: ઈંટાળા રખડાઉ આ  
જાવા દો વાત એ આખી સંબંધો માનવીયની,  
        તથા આ રખડુ ટોળાં: કોઈ શું કડિયો નથી
કંટાળું કથની ક્‌હેતાં ઈંટાળા ને લુંટારુની.  
        ચણી લૈ જેહ સંધાંને, રચે કો ભવ્ય આલય,  
 
        આપણાં ઈંટચૂનાનાં થકીયે ભવ્ય આલય?
હજારો ઈંટ સીમેન્ટ પથ્થરોનાં ચણેલ કૈં  
મકાનોમાં ખપ્યાં જે ના, તરછોડાયેલાં છ જે, ૮૦
 
અહીં આ રવડે માર્ગે અડફેટે ચડે સદા,  
અને તે એમના જેવાં તરછોડાયલાં સદા  
 
સમાઈ ના શક્યાં ક્યાંઈ ચોકઠામાં સમાજના.
ફરંદાં, ભમતાં, ભૂખ્યાં, અકિંચન ચ નિર્ગૃહી-  
 
તણી સોબતમાં થોડો જીવ્યાનો રસ માણતાં,  
રખડુ રખડુ સંગે, ઈંટાળા તે ઈંટાળુ શું.
 
અને તે ચોરલૂંટારા, ખિસ્સાકાપુ, ખુંટેલ શું  
શીખીને કર્મ તેવાં છો મને આ આંતરી રહ્યા,
 
બેઠા છો પેંતરા બાંધી, છો ટીચે મુજ ટાયરો,  
રાચું છું નિત્ય આ ભાળી રખડુ જન ડાયરો!
 
અને આ માર્ગમાં મારા ઈંટાળા વીસ ત્રીસ કૈં  
અલીબાબા તણા ચોરો સમી આ લોકટોળીને
 
નીરખી ચિંતું છું નિત્યે: ઈંટાળા રખડાઉ આ  
તથા આ રખડુ ટોળાં:કોઈ શું કડિયો નથી
 
ચણી લૈ જેહ સંધાંને, રચે કો ભવ્ય આલય,  
આપણાં ઈંટચૂનાનાં થકી યે ભવ્ય આલય?
{{Right|૮ એપ્રિલ, ૧૯૩૭}}
{{Right|૮ એપ્રિલ, ૧૯૩૭}}
</poem>
</poem>
Line 110: Line 135:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = ફુટપાથનાં સુનાર
|next = ??? ?????? ?????
|next = છાતીએ છૂંદણાં
}}
}}

Latest revision as of 01:57, 5 June 2023

ઈંટાળા

મળે છે માર્ગમાં મારા ઈંટાળા વીસ ત્રીસ કૈં,
મળેલા અલી બાબાને લૂંટારા જેમ ચાલીસ.

બેઠેલા પેંતરા બાંધી ફસાવા માર્ગગામીને,
આમ ને તેમ વેરાઈ પડ્યા છે દુષ્ટ એ બધા.

દિવસે સભ્ય વેશે એ વ્યવસ્થિત વસ્યા દીસે,
શિશુનાં ઘરની ભીંતો, ઈરાનીના ચૂલા બની.

કિંતુ એ રાતને ટાણે પલટે વેશ-પેંતરા,
માહરાં ટાયરે વાગે ભચોભચ બની છરા!

જાળવી જાળવી હાંકું તોય એ મત્સ્ય શા ધસી,
કોમળાં ટાયરો મારાં ભરખે છે ડસી ડસી! ૧૦

તેઓ અહીં આ ફરલૉંગ અર્ધના
પંથે વસે, નીમ તરુની છાંયમાં,
કોઈ કદી દૂર જરાક જૈ પડ્યા,
છે ભામટા સૌ દિલના સદા બળ્યા!

કોઈ અહીં કેવળ માટી રૂપમાં
ઢેફાં સ્વરૂપે, કંઈ ઈંટ કાચી
બની પડ્યા છે, પથરાય કૈંક તો
પાક્કા ઘણા ઈંટતણા સ્વરૂપમાં.

એ અભ્રવર્ણા, વળી શ્વેતકાય,
કે રક્તવર્ણા, અભિરામદેહી,
સૌને શિરે મંડિલ શી દિસે વસી
કાળાશ, જે ધૂમ ગયો તહીં રસી.

કો આવિયા છે અહીં ખેતરોથી,
કોઈ ચણાતાં ઘરમાંથી ભાગી,
કે કો જતી લારી થકી પડીને
ભાંગી બની બે કટકા, પડી રહ્યા.

ખંડાયલી કાય બધાયની અહીં,
ન ઈંટ આખી વરતાય કોઈ,
અખંડના ભાગ્ય વિશે ન ખંડ છે!
આ તો બધાં ખંડિતનાં જ બંડ છે!

દુર્ભાગી આ માલિકહીન શ્વાન શા,
જુગારી શા કે નિત હારનારા,
અભાગિયા ભાગ્ય ફરી જતાં અહીં
આવી ચડ્યા હ્યાં વસવા વિરાનમાં.

એ એકદા ખેતરમાં સુકર્ષિતા
માટી હતા ધાન્યફળોથી શોભતા,
કોઈ હતા મંદિર માળિયે ચડ્યા,
પૂજાગૃહે, સ્નાનગૃહે ઘડ્યા મઢ્યા!

એ આજ આંહીં રખડાઉ ભામટા,
અકિંચનો ને રખડંત નિર્ગૃહી
લોક તણો સાથ જ સેવતા વસે,
રસ્તે જતાનાં પગ-ટાયરો ડસે.

આવે અહીં સૌ ઋતુની પ્રવાસી
કૈં ટોળીઓ અલ્પ દિનો-નિવાસી,
ઈરાનીઓ મસ્ત અને ગુલાબી,
છારાં, મદારી, ભટકંત વાઘરી.

તંબૂ તણાતા, પથરાય સાદડી,
રચાઈ જાતી ઘર-છાવણી-છટા,
ને આ ઈંટાળા નિત સેવનાતુર
ચૂલા બની તત્ક્ષણ સ્હાય દેતા. ૫૦

સંરક્ષતા કાય થકી સુઅગ્નિ,
માથે ધરે ભાણ્ડ પચંત અન્નનાં,
એ તાવણીમાં કપરી તવાતા,
કચ્ચા મટી થાય ઘણાક પક્કા!

અનેક રૂપે નિજ સેવ અર્પતા,
અનેકની મૈત્રીથકી સુશિક્ષિત,
પ્રગલ્ભ ને પ્રૌઢ અનેક લક્ષણે,
કરી રહ્યા કર્મ અનેક સંકુલ.

એ ટોળીઓની રખડાઉ જિંદગી
માંહે વસ્યાં વેરની તૃપ્તિ અર્થે
કૈં છે બન્યા સ્હાય અમોલી, જાતે
ચપ્પુ છરા સંગ ઘસાઈ ધાર દૈ!

કે કૈં નજીવી વસથી વઢી પડ્યે,
વાગ્યુદ્ધ અંતે કરયુદ્ધ જામતાં,
ગોળા સમા તોપતણા કરે ચડી
શસ્ત્રો બની સ્હાય દીધી અમોલી!

કે રાત્રિ-એકાંત વિશે અભાગણી
પતિવિહોણી પરિત્યક્ત નારીને
ઉદ્વેગ ઓછો કરવા બન્યા હશે
સહાય માથું કૂટવા મહીં કો.

કે ઝાડનાં પર્ણથકી ચળાતી
જ્યોત્સ્ના તળે સુપ્ત યુવાન યુગ્મની
કેલિપ્રસંગે બની કો શક્યા હશે
ઘેને ભર્યાં શીશ તળે ઉશીકાં.

...થયું થયું, એ રખડાઉ લોકની
કથા બધી ના કહી નાખવા ચહું.

જાવા દો વાત એ આખી સંબંધો માનવીયની,
કંટાળું કથની ક્‌હેતાં ઈંટાળા ને લુંટારુની.

હજારો ઈંટ સીમેન્ટ પથ્થરોનાં ચણેલ કૈં
મકાનોમાં ખપ્યાં જે ના, તરછોડાયેલાં છ જે, ૮૦

અહીં આ રવડે માર્ગે અડફેટે ચડે સદા,
અને તે એમના જેવાં તરછોડાયલાં સદા

સમાઈ ના શક્યાં ક્યાંઈ ચોકઠામાં સમાજના.
ફરંદાં, ભમતાં, ભૂખ્યાં, અકિંચન ચ નિર્ગૃહી-

તણી સોબતમાં થોડો જીવ્યાનો રસ માણતાં,
રખડુ રખડુ સંગે, ઈંટાળા તે ઈંટાળુ શું.

અને તે ચોરલૂંટારા, ખિસ્સાકાપુ, ખુંટેલ શું
શીખીને કર્મ તેવાં છો મને આ આંતરી રહ્યા,

બેઠા છો પેંતરા બાંધી, છો ટીચે મુજ ટાયરો,
રાચું છું નિત્ય આ ભાળી રખડુ જન ડાયરો!

અને આ માર્ગમાં મારા ઈંટાળા વીસ ત્રીસ કૈં
અલીબાબા તણા ચોરો સમી આ લોકટોળીને

નીરખી ચિંતું છું નિત્યે: ઈંટાળા રખડાઉ આ
તથા આ રખડુ ટોળાં:— કોઈ શું કડિયો નથી

ચણી લૈ જેહ સંધાંને, રચે કો ભવ્ય આલય,
આપણાં ઈંટચૂનાનાં થકી યે ભવ્ય આલય?
૮ એપ્રિલ, ૧૯૩૭