વસુધા/મોટર હાંકનાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મોટર હાંકનાર| }} <poem> લગામો કરમાં સાહી, પેંગડે પગ ટેકવી ઘોડી કો અરબી માથે ચડેલા અસવાર શો, બેઠો ર્હે છે કલાકના કલાકે લગ બેઠકે હાથ બે ચક્રને માથે બ્રેકો પે પગ ઠેરવી. એના બે હાથની ની...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
(3 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|મોટર હાંકનાર| }}
{{Heading|મોટરનો હાંકનાર| }}


<poem>
<poem>
લગામો કરમાં સાહી, પેંગડે પગ ટેકવી
લગામો કરમાં સાહી, પેંગડે પગ ટેકવી
ઘોડી કો અરબી માથે ચડેલા અસવાર શો,
ઘોડી કો અરબી માથે ચડેલા અસવાર શો,
બેઠો ર્હે છે કલાકના કલાકે લગ બેઠકે
બેઠો ર્‌હે છે કલાકોના કલાકો લગ બેઠકે
હાથ બે ચક્રને માથે બ્રેકો પે પગ ઠેરવી.
હાથ બે ચક્રને માથે બ્રેકો પે પગ ઠેરવી.
એના બે હાથની નીચે દાબતાં વેંત ચાંપને
એના બે હાથની નીચે દાબતાં વેંત ચાંપને
Line 11: Line 11:
અને કો રાક્ષસી કીડો બચ્ચાંને પીઠપે લઈ
અને કો રાક્ષસી કીડો બચ્ચાંને પીઠપે લઈ
પળતો હોય તેવી એ વેગેથી ધ્રોડતી ધપે.
પળતો હોય તેવી એ વેગેથી ધ્રોડતી ધપે.
સ્વામી કો શક્તિનો જાણે, ભુવો શું જોગણી તણો
ધુણાવી ધધડાવી શું, ઘેલી આ કાળકા રહ્યો! ૧૦


સ્વામી કો શક્તિનો જાણે, ભુવે શું જોગણી તણો
ધુણાવી ધધડાવી શું, ઘેલી આ કાળકા રહ્યો! ૧૦
સજ્જ એ ખાખીમાં, ખાખી બાવાની યુગઆવૃત્તિ,
સજ્જ એ ખાખીમાં, ખાખી બાવાની યુગઆવૃત્તિ,
જમાવ્યું નવલું આસન સાધવા સિદ્ધિ રોટીની,
જમાવ્યું નવલું આસન સાધવા સિદ્ધિ રોટીની.
પિતાની આઠ ઘંટાની ડ્યૂટીને બેલ શો સદા
પોતાની આઠ ઘંટાની ડ્યૂટીને બેલ શો સદા
ખેંચી એ કાઢતો ક્યારે મસ્ત, સંત્રસ્ત ક્યાહરે.
ખેંચી એ કાઢતો ક્યારે મસ્ત, સંત્રસ્ત ક્યાહરે.


એના ટેવાયેલા હાથ રસ્તાઓના વળાંકને
એના ટેવાયેલા હાથ રસ્તાઓના વળાંકને
આફૂડા સાચવી લે છે, એના ટેવાયેલા પગો
આફૂડા સાચવી લે છે, એના ટેવાયેલા પગો
નિયમે યાનનો વેગ, આંખ ટેવાયલી વળી
નિયમે યાનનો વેગ, આંખો ટેવાયલી વળી
રસ્તાનાં યાત્રી-યાનોની માપી લે પળમાં ગતિ.
રસ્તાનાં યાત્રી-યાનોની માપી લે પળમાં ગતિ.


માર્ગના એક છેડેથી અન્ય છેડે જ પ્હોંચવું,
માર્ગના એક છેડેથી અન્ય છેડે જ પ્હોંચવું,
નિરાનંદ સદા એવા આંટાફેરા કર્યે જવું. ૨૦
નિરાનંદ સદા એવા આંટાફેરા કર્યે જવું. ૨૦
લેશ ના એહને ચિત્તે આતુરાઈ પ્રવાસની,
લેશ ના એહને ચિત્તે આતુરાઈ પ્રવાસની,
ઉદ્દેશે પ્હોંચવા કેરો નથી સંતોષ હર્ષ વા.
ઉદ્દેશે પ્હોંચવા કેરો નથી સંતોષ હર્ષ વા.
Line 33: Line 32:


વધારે દ્રવ્ય પ્રાપ્તિની અંતરે ગુપ્ત લાલચ
વધારે દ્રવ્ય પ્રાપ્તિની અંતરે ગુપ્ત લાલચ
ધરી એ ઝીંકતો ર્હે છે નિરાંતે ગાડી શેઠની,
ધરી એ ઝીંકતો ર્‌હે છે નિરાંતે ગાડી શેઠની,
ચાટૂકિતથી રિઝાવે છે પોલિસોને – ઉતારુને
ચાટૂકિતથી રિઝાવે છે પોલિસોને – ઉતારુને
ઘેટાં શું ખડકે છે કે દબડાવે કદીક એ.
ઘેટાં શું ખડકે છે કે દબડાવે કદીક એ.
Line 39: Line 38:
રસ્તાનાં ઈંટરોડાંની ભાગ્યે એ ખેવના કરે; ૩૦
રસ્તાનાં ઈંટરોડાંની ભાગ્યે એ ખેવના કરે; ૩૦


ચગદી કૂતરાં નાખે, મનુષ્યને ય ટીચતો,
ચગદી કૂતરાં નાખે, મનુષ્યોને ય ટીચતો,
અને લાપરવાહીનું ફળ એ જાણતો છતાં
અને લાપરવાહીનું ફળ એ જાણતો છતાં
એંસી ઘોડાળી એ કાળી મેલડી કેરી મસ્તી શું
એંસી ઘોડાળી એ કાળી મેલડી કેરી મસ્તી શું
મગજે ચડતી એને, છોડી સૌ ખ્યાલ ભાવિના
મગજે ચડતી એને, છોડી સૌ ખ્યાલ ભાવિના
ઝુકાવ્યું ચગદ્યે રાખે, અકસ્માતોની અંતમાં
ઝુકાવ્યે ચગદ્‌યે રાખે, અકસ્માતોની અંતમાં
‘હવેલી'માં વિરાજીને પૂરાઈ કોટડીમહીં
‘હવેલી’માં વિરાજીને પૂરાઈ કોટડીમહીં
કાંબળે ઘસતો કાયા રોટલા કરડી રહે.
કાંબળે ઘસતો કાયા રોટલા કરડી રહે.


બલવાન્ તોય નિષ્પ્રાણ યંત્રને સંગ એહને
બલવાન્ તોય નિષ્પ્રાણ યંત્રનો સંગ એહને
કરી નિષ્પ્રાણ ર્હેતો શું ઊણો માનવ અંશથી.
કરી નિષ્પ્રાણ ર્‌હેતો શું ઊણો માનવ અંશથી.
ગાડીનાં ટાયરો પેઠે ઘસાતી કાય એહની ૪૦
ગાડીનાં ટાયરો પેઠે ઘસાતી કાય એહની ૪૦
‘બૉડી’ ના રંગની પેઠે તેજી વિલાય એહની.
‘બૉડી’ ના રંગની પેઠે તેજી વિલાય એહની.


યંત્રનાં અંગની પેઠે એ ય ઢીલો કેમે થતો,
યંત્રનાં અંગની પેઠે એ ય ઢીલો ક્રમે થતો,
ઊતર્યા યંત્ર એ ‘સેકન્ડ હૅન્ડ' બની જતો.
ઊતર્યા યંત્ર એવો એ ‘સેકન્ડ હૅન્ડ' બની જતો.
ગાડીને ટાયરો તાજા ‘બૉડી’ ને રંગ યે નવા
ગાડીને ટાયરો તાજાં ‘બૉડી’ ને રંગ યે નવા
રહે છે મળતા, નિત્યે નવા ભાગો ય યંત્રને.
રહે છે મળતા, નિત્યે નવા ભાગો ય યંત્રને.


કિંતુ આ હાંકનારાનાં ઘસાયાં બૉડી ટાયરે
કિંતુ આ હાંકનારાનાં ઘસાયાં બૉડી ટાયરે
ભાંગેલા ભાગને ક્યારે મરમ્મત મળે નહિ.
ભાંગેલા ભાગને ક્યારે મરમ્મત મળે નહિ.
ખેંચ્યે એ રાખતો ખાંતે ટકે કાયા જહીં લગી,
ખેંચ્યે એ રાખતો ખાંતે ટકે કાયા જહીં લગી.
ને એ યે ઊતરી જાતો માલ સેકન્ડ હૅન્ડ થઈ.
ને એ યે ઊતરી જાતો માલ સેકન્ડ હૅન્ડ થઈ.
ઊતરી ગાડીઓ પેઠે એ ય ભંગારમાં પડે, ૫૦
ઊતરી ગાડીઓ પેઠે એ ય ભંગારમાં પડે, ૫૦
શેઠને વેપલા માટે યંત્રો – માણસ ઘણું મળે!
શેઠને વેપલા માટે યંત્રો – માણસ ઘણાં મળે!


:::એની નથી પેન્શન વાટ જોતું,
:એની નથી પેન્શન વાટ જોતું,
:::વિદાયનાં માન ન કોઈ દેતું,
:વિદાયનાં માન ન કોઈ દેતું,
:::કૈં કાળ અંતે નિજશક્તિ ખોતું,
:કૈં કાળ અંતે નિજશક્તિ ખોતું,
:::આ યંત્ર કે ઉકરડે સમાતું.
:આ યંત્ર કો ઉકરડે સમાતું.


અજાણ્યા મૂઢ ભાવિની પરવાને પરી કરી,
અજાણ્યા મૂઢ ભાવિની પરવાને પરી કરી,
હાલ તો હાંકતો ર્હે છે પરવાનો ઉરે ધરી,
હાલ તો હાંકતો ર્‌હે છે પરવાનો ઉરે ધરી,
બેઠો ર્હે છે કલાકોના કલાકો લગ બેઠકે,
બેઠો ર્‌હે છે કલાકોના કલાકો લગ બેઠકે,
યંત્ર શો યંત્રને માથે ખેંચે આયુષ્ય વેઠને! ૫૯
યંત્ર શો યંત્રને માથે ખેંચે આયુષ્ય વેઠને! ૫૯
</poem>
</poem>

Latest revision as of 03:43, 5 June 2023

મોટરનો હાંકનાર

લગામો કરમાં સાહી, પેંગડે પગ ટેકવી
ઘોડી કો અરબી માથે ચડેલા અસવાર શો,
બેઠો ર્‌હે છે કલાકોના કલાકો લગ બેઠકે
હાથ બે ચક્રને માથે બ્રેકો પે પગ ઠેરવી.
એના બે હાથની નીચે દાબતાં વેંત ચાંપને
એંસી ઘોડાળી શક્તિ ત્યાં ધધણી જોરમાં ઉઠે.
અને કો રાક્ષસી કીડો બચ્ચાંને પીઠપે લઈ
પળતો હોય તેવી એ વેગેથી ધ્રોડતી ધપે.
સ્વામી કો શક્તિનો જાણે, ભુવો શું જોગણી તણો
ધુણાવી ધધડાવી શું, ઘેલી આ કાળકા રહ્યો! ૧૦

સજ્જ એ ખાખીમાં, ખાખી બાવાની યુગઆવૃત્તિ,
જમાવ્યું નવલું આસન સાધવા સિદ્ધિ રોટીની.
પોતાની આઠ ઘંટાની ડ્યૂટીને બેલ શો સદા
ખેંચી એ કાઢતો ક્યારે મસ્ત, સંત્રસ્ત ક્યાહરે.

એના ટેવાયેલા હાથ રસ્તાઓના વળાંકને
આફૂડા સાચવી લે છે, એના ટેવાયેલા પગો
નિયમે યાનનો વેગ, આંખો ટેવાયલી વળી
રસ્તાનાં યાત્રી-યાનોની માપી લે પળમાં ગતિ.

માર્ગના એક છેડેથી અન્ય છેડે જ પ્હોંચવું,
નિરાનંદ સદા એવા આંટાફેરા કર્યે જવું. ૨૦
લેશ ના એહને ચિત્તે આતુરાઈ પ્રવાસની,
ઉદ્દેશે પ્હોંચવા કેરો નથી સંતોષ હર્ષ વા.
ડામરી માર્ગની એના મુખપે શુષ્ક શ્યામતા
એકધારી ક્રિયાકેરી રીઢી કૌશલ્ય – સ્વસ્થતા.

વધારે દ્રવ્ય પ્રાપ્તિની અંતરે ગુપ્ત લાલચ
ધરી એ ઝીંકતો ર્‌હે છે નિરાંતે ગાડી શેઠની,
ચાટૂકિતથી રિઝાવે છે પોલિસોને – ઉતારુને
ઘેટાં શું ખડકે છે કે દબડાવે કદીક એ.
હાંકે છે નેવલે મૂકી પરવા એ પદાતિની,
રસ્તાનાં ઈંટરોડાંની ભાગ્યે એ ખેવના કરે; ૩૦

ચગદી કૂતરાં નાખે, મનુષ્યોને ય ટીચતો,
અને લાપરવાહીનું ફળ એ જાણતો છતાં
એંસી ઘોડાળી એ કાળી મેલડી કેરી મસ્તી શું
મગજે ચડતી એને, છોડી સૌ ખ્યાલ ભાવિના
ઝુકાવ્યે ચગદ્‌યે રાખે, અકસ્માતોની અંતમાં
‘હવેલી’માં વિરાજીને પૂરાઈ કોટડીમહીં
કાંબળે ઘસતો કાયા રોટલા કરડી રહે.

બલવાન્ તોય નિષ્પ્રાણ યંત્રનો સંગ એહને
કરી નિષ્પ્રાણ ર્‌હેતો શું ઊણો માનવ અંશથી.
ગાડીનાં ટાયરો પેઠે ઘસાતી કાય એહની ૪૦
‘બૉડી’ ના રંગની પેઠે તેજી વિલાય એહની.

યંત્રનાં અંગની પેઠે એ ય ઢીલો ક્રમે થતો,
ઊતર્યા યંત્ર એવો એ ‘સેકન્ડ હૅન્ડ' બની જતો.
ગાડીને ટાયરો તાજાં ‘બૉડી’ ને રંગ યે નવા
રહે છે મળતા, નિત્યે નવા ભાગો ય યંત્રને.

કિંતુ આ હાંકનારાનાં ઘસાયાં બૉડી ટાયરે
ભાંગેલા ભાગને ક્યારે મરમ્મત મળે નહિ.
ખેંચ્યે એ રાખતો ખાંતે ટકે કાયા જહીં લગી.
ને એ યે ઊતરી જાતો માલ સેકન્ડ હૅન્ડ થઈ.
ઊતરી ગાડીઓ પેઠે એ ય ભંગારમાં પડે, ૫૦
શેઠને વેપલા માટે યંત્રો – માણસ ઘણાં મળે!

એની નથી પેન્શન વાટ જોતું,
વિદાયનાં માન ન કોઈ દેતું,
કૈં કાળ અંતે નિજશક્તિ ખોતું,
આ યંત્ર કો ઉકરડે સમાતું.

અજાણ્યા મૂઢ ભાવિની પરવાને પરી કરી,
હાલ તો હાંકતો ર્‌હે છે પરવાનો ઉરે ધરી,
બેઠો ર્‌હે છે કલાકોના કલાકો લગ બેઠકે,
યંત્ર શો યંત્રને માથે ખેંચે આયુષ્ય વેઠને! ૫૯