વસુધા/વિનમ્ર વિજય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|વિનમ્ર વિજય|}} <poem> બઢે ગરજતા અને ઢળત ફીણમાં ફાટી જૈ સમુદ્રજળઘોડલા ખડકને મથે ખોદવા; ચઢે ખડકથી ય ઉગ્ર ખડકે બની ત્રાટકે, સવેગ ભટકાય, ત્યાં તટતણું હસે ટેકરા! પરાજિત થએલ રાશિ જળના ઢ...")
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
 
Line 5: Line 5:
બઢે ગરજતા અને ઢળત ફીણમાં ફાટી જૈ
બઢે ગરજતા અને ઢળત ફીણમાં ફાટી જૈ
સમુદ્રજળઘોડલા ખડકને મથે ખોદવા;
સમુદ્રજળઘોડલા ખડકને મથે ખોદવા;
ચઢે ખડકથી ય ઉગ્ર ખડકે બની ત્રાટકે,
ચઢે ખડકથી ય ઉગ્ર ખડકો બની ત્રાટકે,
સવેગ ભટકાય, ત્યાં તટતણું હસે ટેકરા!
સવેગ ભટકાય, ત્યાં તટતણા હસે ટેકરા!


પરાજિત થએલ રાશિ જળના ઢળ્યા ને ચડ્યા
પરાજિત થએલ રાશિ જળના ઢળ્યા ને ચડ્યા
અનેકશઃ તે ય ના તટતણે ખર્ચો કાંકરો,
અનેકશઃ તો ય ના તટતણો ખર્યો કાંકરો,
ખર્ચે ય નહિ કાંકરો ત્રિગુણ શક્તિના અબ્ધિથી
ખર્યો ય નહિ કાંકરો ત્રિગુણ શક્તિના અબ્ધિથી
ધરાતટ તણો, પ્રમત્ત પછડાઈ અબ્ધિ રહ્યો!
ધરાતટ તણો, પ્રમત્ત પછડાઈ અબ્ધિ રહ્યો!


તહીં મુદિત ભાનુએ જલધિને ઉઠાવ્યા કરે,
તહીં મુદિત ભાનુએ જલધિને ઉઠાવ્યો કરે,
કરી લઘુક વાદળું ખડકથી ય સો સો ગણા ૧૦
કરી લઘુક વાદળું ખડકથી ય સો સો ગણા ૧૦
પ્રચંડ ગિરિમાં વિખેર્યું કરી બુંદબુંદે બધું.
પ્રચંડ ગિરિમાં વિખેર્યું કરી બુંદબુંદે બધું.

Latest revision as of 15:36, 7 June 2023

વિનમ્ર વિજય

બઢે ગરજતા અને ઢળત ફીણમાં ફાટી જૈ
સમુદ્રજળઘોડલા ખડકને મથે ખોદવા;
ચઢે ખડકથી ય ઉગ્ર ખડકો બની ત્રાટકે,
સવેગ ભટકાય, ત્યાં તટતણા હસે ટેકરા!

પરાજિત થએલ રાશિ જળના ઢળ્યા ને ચડ્યા
અનેકશઃ તો ય ના તટતણો ખર્યો કાંકરો,
ખર્યો ય નહિ કાંકરો ત્રિગુણ શક્તિના અબ્ધિથી
ધરાતટ તણો, પ્રમત્ત પછડાઈ અબ્ધિ રહ્યો!

તહીં મુદિત ભાનુએ જલધિને ઉઠાવ્યો કરે,
કરી લઘુક વાદળું ખડકથી ય સો સો ગણા ૧૦
પ્રચંડ ગિરિમાં વિખેર્યું કરી બુંદબુંદે બધું.

ઉદાસ જલ અબ્ધિનું ખડક ભેદી ત્યાં તે ઝર્યું,
જઈ જલધિને મળ્યું વિજયની કહેતું કથા;
અને ઉદધિ ઊછળ્યો પરમ પ્રેમનાં ફીણથી!