કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૧. અર્પણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<center><big>'''૨. સખિ! જો –'''</big><br> (વિયોગિની)</center> {{Block center|<poem>સખિ! જો ઉદધિ તણે ઉરે, {{gap}}નભથી કૌમુદી કેવી નીતરે! દધિ એ ઊછળી પળે પળે {{gap}}છબી ધારે ઉરને દલે દલે! ઊઘડે જવ ફુલ્લ પૂર્ણિમા {{gap}}કરી કલ્લોલ ઊંચા ગિરિ સ...")
(No difference)

Revision as of 12:34, 10 June 2023

૨. સખિ! જો –
(વિયોગિની)

સખિ! જો ઉદધિ તણે ઉરે,
નભથી કૌમુદી કેવી નીતરે!
દધિ એ ઊછળી પળે પળે
છબી ધારે ઉરને દલે દલે!
ઊઘડે જવ ફુલ્લ પૂર્ણિમા
કરી કલ્લોલ ઊંચા ગિરિ સમા
દધિ ધૂર્જટિ જેમ નર્તતો,
ઉર એ કૌમુદીને સમર્પતો!
જગમાં પણ કોઈને કદી
ન મળે એકલી શુભ્ર કૌમુદી;
અજવાળું પીધેલ ભાજને
ભરી અંધારું પીવાનું છે જ ને!
પણ કૌમુદી લુપ્ત થૈ જતાં,
ઘન અંધાર ઉરેય વ્યાપતાં;
દધિને ગત પર્વ સાંભર્યે,
ભરતી પાછી અમાસની ચડે!
સખિ! એમ કદી કદી મને
મુજ આ કૌમુદી-અસ્ત જીવને
ઉર આવતી ઊર્મિ ઊછળી,
બનતી સાર્થક તું ભણી ઢળી!

(શેષનાં કાવ્યો, ૧૯૩૮, પૃ. ૩)