કાવ્ય-આચમન શ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’/૧. અર્પણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
<center><big>'''. અર્પણ'''</big><br>
 
<center><big>'''. સખિ! જો –'''</big><br>
(વિયોગિની)</center>
(વિયોગિની)</center>
{{Block center|<poem>વેણીમાં ગૂંથવાં’તાં –
{{Block center|<poem>સખિ! જો ઉદધિ તણે ઉરે,
{{gap}}કુસુમ તહીં રહ્યાં
{{gap}}નભથી કૌમુદી કેવી નીતરે!
{{gap}}{{gap}}અર્પવાં અંજલિથી.
દધિ એ ઊછળી પળે પળે
)
{{gap}}છબી ધારે ઉરને દલે દલે!
</poem>}}
ઊઘડે જવ ફુલ્લ પૂર્ણિમા
{{right|(શેષનાં કાવ્યો}}
{{gap}}કરી કલ્લોલ ઊંચા ગિરિ સમા
દધિ ધૂર્જટિ જેમ નર્તતો,
{{gap}}ઉર એ કૌમુદીને સમર્પતો!
જગમાં પણ કોઈને કદી
{{gap}}ન મળે એકલી શુભ્ર કૌમુદી;
અજવાળું પીધેલ ભાજને
{{gap}}ભરી અંધારું પીવાનું છે જ ને!
પણ કૌમુદી લુપ્ત થૈ જતાં,
{{gap}}ઘન અંધાર ઉરેય વ્યાપતાં;
દધિને ગત પર્વ સાંભર્યે,
{{gap}}ભરતી પાછી અમાસની ચડે!
સખિ! એમ કદી કદી મને
{{gap}}મુજ આ કૌમુદી-અસ્ત જીવને
ઉર આવતી ઊર્મિ ઊછળી,
{{gap}}બનતી સાર્થક તું ભણી ઢળી!</poem>}}
{{right|(શેષનાં કાવ્યો, ૧૯૩૮, પૃ. ૩)}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Revision as of 12:37, 10 June 2023

૨. સખિ! જો –
(વિયોગિની)

સખિ! જો ઉદધિ તણે ઉરે,
નભથી કૌમુદી કેવી નીતરે!
દધિ એ ઊછળી પળે પળે
છબી ધારે ઉરને દલે દલે!
ઊઘડે જવ ફુલ્લ પૂર્ણિમા
કરી કલ્લોલ ઊંચા ગિરિ સમા
દધિ ધૂર્જટિ જેમ નર્તતો,
ઉર એ કૌમુદીને સમર્પતો!
જગમાં પણ કોઈને કદી
ન મળે એકલી શુભ્ર કૌમુદી;
અજવાળું પીધેલ ભાજને
ભરી અંધારું પીવાનું છે જ ને!
પણ કૌમુદી લુપ્ત થૈ જતાં,
ઘન અંધાર ઉરેય વ્યાપતાં;
દધિને ગત પર્વ સાંભર્યે,
ભરતી પાછી અમાસની ચડે!
સખિ! એમ કદી કદી મને
મુજ આ કૌમુદી-અસ્ત જીવને
ઉર આવતી ઊર્મિ ઊછળી,
બનતી સાર્થક તું ભણી ઢળી!

(શેષનાં કાવ્યો, ૧૯૩૮, પૃ. ૩)