17,602
edits
No edit summary |
No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''યજ્ઞેશ દવે :''' '''''ગુલામમોહમ્મદભાઈ, આમ તમારું વતન સૌરાષ્ટ્ર, અવાર નવાર અહીં આવવાનું પણ થતું હશે. તમારા શૈશવની ભોમકામાં ફરી આવવાનું કેવું લાગે છે ?''''' | '''યજ્ઞેશ દવે :''' '''''ગુલામમોહમ્મદભાઈ, આમ તમારું વતન સૌરાષ્ટ્ર, અવાર નવાર અહીં આવવાનું પણ થતું હશે. તમારા શૈશવની ભોમકામાં ફરી આવવાનું કેવું લાગે છે ?''''' | ||
Line 187: | Line 188: | ||
'''શેખ :''' (આ તો એવું કે) કોઈ એક ઘર તો છે નહીં ને ! દુનિયામાં (કેટલાં ઘર?), અનેક એટલે દરેક વખતે આપણે કોઈક ને કોઈક ઘરમાં પ્રવેશતા હોઈએ છીએ અને એમાંથી બહાર નીકળતા હોઈએ છીએ. મૂળ તો એ (‘ઘેર જતાં’) શરૂ થયું ત્રણ વરસ પરદેશ રહી આવ્યા પછી. કાઠિયાવાડ ગયો, ગાડીમાં બેઠો ને જાતજાતનાં ભૂતડાં વળગે એમ સ્મૃતિઓ વળગી પડી. એમ થયું કે આવું લખાય? આ તો બધું ‘કન્ફૅશનલ’, કબૂલાતનામા જેવું લાગે. કદાચ આપણે ત્યાં એવું લખાતું નહિ એટલે એવું થયું હશે. પણ પછી થયું કે લાગે તે લખવું. એટલે એમ શરૂ થયું. આવું લખતાં ઘણી વાર કેટલુંક પ્રસંગ જેવું આવે, કેટલુંક માત્ર જેને વર્ણન કહેવાય તેવું. કોઈક વાર કવિતા લખતા હોઈએ એવું લાગે. આ ત્રણેય વસ્તુ એક સાથે ભેગી થાય એટલે એ કેમ કરવું નહિ? ભલેને લોકો એને ખાનામાં ન મૂકી શકે! (હાસ્ય). એટલે કે આ શું છે, એને રમણીય નિબંધ કે પ્રબંધ કહેવાય, વાર્તા કહેવાય કે સ્મરણકથા? મને થયું કે આ જ કરવા જેવું છે. આ ત્રણેય કે ચારેય (પ્રકારો)માંથી પસાર થતા હોઈએ તો એવું જ થાય ને ! ખાનાનું કામ તો પોસ્ટમેનનું છે, એ આપણે થોડું વિચારવાનું? કયા ખાનામાં (આવા લખાણને) નાખવું એ તો એ વિચારશે કે પછી પાંચમું, છઠ્ઠું ખાનું ખોલશે. (હાસ્ય). એ રીતે લખવાનું થયું. ‘ગોદડી’માં પહેલો ભાગ જુદો છે, બીજો ભાગ વાત છે, પણ એ બંને ભેગાં છે, જુદા નથી. એના તંતુ એ રીતે સંધાય છે. લખવાની ઉત્કંઠા લાગણીના ધોધ જેવી, પણ થાય તે (લખાય તે) નોંધ જેવું, ઘણી વાર પિંડ બંધાતાં વરસો જાય, મનમાં એવું કે પિંડ સંકુલ બંધાય તો (લખવાનું લેખે લાગે.) આથી જ તરત નથી લખાતું. ઘણી નોંધ (એમને એમ) પડી રહે છે. પણ વારંવાર વેંચાય ત્યારે કંઈક નીકળી પણ આવે. | '''શેખ :''' (આ તો એવું કે) કોઈ એક ઘર તો છે નહીં ને ! દુનિયામાં (કેટલાં ઘર?), અનેક એટલે દરેક વખતે આપણે કોઈક ને કોઈક ઘરમાં પ્રવેશતા હોઈએ છીએ અને એમાંથી બહાર નીકળતા હોઈએ છીએ. મૂળ તો એ (‘ઘેર જતાં’) શરૂ થયું ત્રણ વરસ પરદેશ રહી આવ્યા પછી. કાઠિયાવાડ ગયો, ગાડીમાં બેઠો ને જાતજાતનાં ભૂતડાં વળગે એમ સ્મૃતિઓ વળગી પડી. એમ થયું કે આવું લખાય? આ તો બધું ‘કન્ફૅશનલ’, કબૂલાતનામા જેવું લાગે. કદાચ આપણે ત્યાં એવું લખાતું નહિ એટલે એવું થયું હશે. પણ પછી થયું કે લાગે તે લખવું. એટલે એમ શરૂ થયું. આવું લખતાં ઘણી વાર કેટલુંક પ્રસંગ જેવું આવે, કેટલુંક માત્ર જેને વર્ણન કહેવાય તેવું. કોઈક વાર કવિતા લખતા હોઈએ એવું લાગે. આ ત્રણેય વસ્તુ એક સાથે ભેગી થાય એટલે એ કેમ કરવું નહિ? ભલેને લોકો એને ખાનામાં ન મૂકી શકે! (હાસ્ય). એટલે કે આ શું છે, એને રમણીય નિબંધ કે પ્રબંધ કહેવાય, વાર્તા કહેવાય કે સ્મરણકથા? મને થયું કે આ જ કરવા જેવું છે. આ ત્રણેય કે ચારેય (પ્રકારો)માંથી પસાર થતા હોઈએ તો એવું જ થાય ને ! ખાનાનું કામ તો પોસ્ટમેનનું છે, એ આપણે થોડું વિચારવાનું? કયા ખાનામાં (આવા લખાણને) નાખવું એ તો એ વિચારશે કે પછી પાંચમું, છઠ્ઠું ખાનું ખોલશે. (હાસ્ય). એ રીતે લખવાનું થયું. ‘ગોદડી’માં પહેલો ભાગ જુદો છે, બીજો ભાગ વાત છે, પણ એ બંને ભેગાં છે, જુદા નથી. એના તંતુ એ રીતે સંધાય છે. લખવાની ઉત્કંઠા લાગણીના ધોધ જેવી, પણ થાય તે (લખાય તે) નોંધ જેવું, ઘણી વાર પિંડ બંધાતાં વરસો જાય, મનમાં એવું કે પિંડ સંકુલ બંધાય તો (લખવાનું લેખે લાગે.) આથી જ તરત નથી લખાતું. ઘણી નોંધ (એમને એમ) પડી રહે છે. પણ વારંવાર વેંચાય ત્યારે કંઈક નીકળી પણ આવે. | ||
[[File:GMDM-Pg41.png|center|400px|thumb|frameless|{{center|<small>સાપુતારામાં સહચર્યના મિત્રો સાથે : ડાબેથી આકાશ નાયક, અજય સરવૈયા<br>દીપક દોશી, ગુલામમોહમ્મદ શેખ, બિપિન પટેલ અને અતુલ ડોડીયા</small>}}]] | |||
'''યજ્ઞેશ :''' '''''એટલે તમે સીઝવા દો છો ને પછી લખો છો. એમને ?''''' | '''યજ્ઞેશ :''' '''''એટલે તમે સીઝવા દો છો ને પછી લખો છો. એમને ?''''' | ||
'''શેખ :''' હા, એમ થાય કે સિઝાય પછી જ લખવું. દીપોત્સવી અંક પ્રગટ થવાનો છે, એ માટે લખી આપો (એવું કહેણ આવે) તે લખવાનું અઘરું છે. આમેય લખવાનું (કૃત્ય જ) ધીમે ધીમે અઘરું થતું ગયું છે. પહેલાં તો હુંય ઘણું લખતો, પણ હવે એમ થાય કે મનમાં ઘોળાય એના બેત્રણ પાઠ કરવા. એવો એક લાંબો ખંડ- એનો એક ભાગ -સાહચર્યની શિબિરના મિત્રોને સંભળાવ્યો ત્યારે લાગ્યું હતું કે હજુ કાચો છે, એટલે એના પર ફરીને કામ કર્યું. આમ વારંવાર લખવાની ટેવ પડી છે. | '''શેખ :''' હા, એમ થાય કે સિઝાય પછી જ લખવું. દીપોત્સવી અંક પ્રગટ થવાનો છે, એ માટે લખી આપો (એવું કહેણ આવે) તે લખવાનું અઘરું છે. આમેય લખવાનું (કૃત્ય જ) ધીમે ધીમે અઘરું થતું ગયું છે. પહેલાં તો હુંય ઘણું લખતો, પણ હવે એમ થાય કે મનમાં ઘોળાય એના બેત્રણ પાઠ કરવા. એવો એક લાંબો ખંડ- એનો એક ભાગ -સાહચર્યની શિબિરના મિત્રોને સંભળાવ્યો ત્યારે લાગ્યું હતું કે હજુ કાચો છે, એટલે એના પર ફરીને કામ કર્યું. આમ વારંવાર લખવાની ટેવ પડી છે. | ||
Line 214: | Line 215: | ||
'''યજ્ઞેશ :''' '''''શેખસાહેબ, તમે માનો છો ખરા કે સર્જનપ્રક્રિયા વિશે આપણે માંડીને વાત ન કરી શકીએ?''''' | '''યજ્ઞેશ :''' '''''શેખસાહેબ, તમે માનો છો ખરા કે સર્જનપ્રક્રિયા વિશે આપણે માંડીને વાત ન કરી શકીએ?''''' | ||
'''શેખ :''' વાત તો બધાની થાય. દુનિયામાં એવી કોઈ અનુભૂતિ નથી, જેની વાત ન થાય. પણ સર્જનપ્રક્રિયાની વાત કરવી અઘરી છે. એના છેડા બાંધવા કે મેળવવા તે અઘરું છે. મૂળે તે એવી સંકુલ છે કે ઘણી વાર એમ થાય કે એમાં કેટલું છૂટું પડી શકે? છૂટું પાડવાની એટલે વિશ્લેષણની જે રીત છે એની સામે મને વાંધો નથી, પણ એમાં (સર્જન પ્રક્રિયાની તારવણી) ઘટકો આગળ ધરાય છે. પણ રસાયણ હોય તેમાં ઘટક ન હોય. | '''શેખ :''' વાત તો બધાની થાય. દુનિયામાં એવી કોઈ અનુભૂતિ નથી, જેની વાત ન થાય. પણ સર્જનપ્રક્રિયાની વાત કરવી અઘરી છે. એના છેડા બાંધવા કે મેળવવા તે અઘરું છે. મૂળે તે એવી સંકુલ છે કે ઘણી વાર એમ થાય કે એમાં કેટલું છૂટું પડી શકે? છૂટું પાડવાની એટલે વિશ્લેષણની જે રીત છે એની સામે મને વાંધો નથી, પણ એમાં (સર્જન પ્રક્રિયાની તારવણી) ઘટકો આગળ ધરાય છે. પણ રસાયણ હોય તેમાં ઘટક ન હોય. | ||
[[File:GMDM-Pg42.png|center|400px|thumb|frameless|<small>{{સ-મ|ગુલામમોહમ્મદ શેખ, સાહચર્ય, સાપુતારા ||(તસ્વીર : દીપક દોશી)}}</small>]] | |||
'''યજ્ઞેશ :''' '''''ઘટકો તો મિશ્રણમાં હોય.''''' | '''યજ્ઞેશ :''' '''''ઘટકો તો મિશ્રણમાં હોય.''''' | ||
'''શેખ :''' આ પ્રવાહી તે સર્જન પ્રક્રિયાને આપણે ઘટકોમાં વહેંચી નાખીએ ત્યારે કશુંક સત્ત્વશીલ બાજુએ રહી જતું હોય છે- એ તત્ત્વની વાત કરવી અઘરી હોય છે કે એવા કોઈ કારણસર - એની બાદબાકી થઈ જાય છે એટલે બાકી રહે છે ખોખું. જોકે ખોખુંય કામનું છે જ. એ નકામું છે એમ હું નથી કહેતો, પણ એ દ્વારા ઘણી વાર આપણે હાર્દ સુધી પહોંચી શકતા નથી. અને આમાં કોઈ એક હાર્દ તો હોતું નથી. એક કૃતિનુંય એક હાર્દ નથી હોતું. અનેક કૃતિઓમાં અનેક હાર્દ તો હોય જ જેમ મનુષ્યાનુભૂતિમાં, એક માણસની બીજા માણસને પામવાની અનુભૂતિમાં દરેક વખતે જુદું જ પમાય છે તેમ. ઘણી વાર લાગે કે માણસને એના બોલવાથી નથી પામતા તેટલું એના અબોલાથી પામીએ છીએ. | '''શેખ :''' આ પ્રવાહી તે સર્જન પ્રક્રિયાને આપણે ઘટકોમાં વહેંચી નાખીએ ત્યારે કશુંક સત્ત્વશીલ બાજુએ રહી જતું હોય છે- એ તત્ત્વની વાત કરવી અઘરી હોય છે કે એવા કોઈ કારણસર - એની બાદબાકી થઈ જાય છે એટલે બાકી રહે છે ખોખું. જોકે ખોખુંય કામનું છે જ. એ નકામું છે એમ હું નથી કહેતો, પણ એ દ્વારા ઘણી વાર આપણે હાર્દ સુધી પહોંચી શકતા નથી. અને આમાં કોઈ એક હાર્દ તો હોતું નથી. એક કૃતિનુંય એક હાર્દ નથી હોતું. અનેક કૃતિઓમાં અનેક હાર્દ તો હોય જ જેમ મનુષ્યાનુભૂતિમાં, એક માણસની બીજા માણસને પામવાની અનુભૂતિમાં દરેક વખતે જુદું જ પમાય છે તેમ. ઘણી વાર લાગે કે માણસને એના બોલવાથી નથી પામતા તેટલું એના અબોલાથી પામીએ છીએ. | ||
Line 246: | Line 248: | ||
'''યજ્ઞેશ :''' '''''ના, હું એને પોઝિટિવ રીતે જોઉં છું.''''' | '''યજ્ઞેશ :''' '''''ના, હું એને પોઝિટિવ રીતે જોઉં છું.''''' | ||
'''શેખ :''' તમે એને પોઝિટિવ વિકલ્પ ગણો છો. (તે આવકાર્ય છે). મધુબનીની સ્ત્રીઓ કારમી ગરીબીમાં (સબડતી હતી), કેવી દુર્દશા ! આપણે ત્યાં ગરીબોને તો દુકાળ ભોગવવાનું અને પૂરમાં તણાવાનું ! એક તરફ રેલ ને બીજે પાણીનાં (ફાંફાં)! દુકાળ ટાણે ભાસ્કર કુલકર્ણી જેવો કળાકાર ત્યાં ગયો તે પુપુલ જયકરને કારણે. મધુબની વિસ્તારની કારમી ગરીબી જોઈ એને થયું કે આમની પાસે ચિત્રો કરાવીએ તો એ સ્ત્રીઓને બે પૈસા મળે, એ બાઈઓ કોઈ ઊંચા ગજાની કળાકાર નહોતી, (એમને તો પૈસાની તાણ હતી). એણે સ્ત્રીઓને ચીતરવા કાગળ વગેરે આપ્યું ને કહે કે તમે ચીતરો તે દિલ્હીમાં વેચાય તો રળતર થાય. (આમાંથી મધુબનીમાં સ્ત્રીકળાકારોનો રાફડો નીકળ્યો !) કેટકેટલી બાઈઓએ ચિત્રો કર્યાં ! એ (બીના ઘટી એમાંથી) ગંગાદેવી જેવાં અદ્ભુત કળાકારો નીકળ્યાં ! ભાસ્કર તો ત્યાં જ રહી ગયો, ત્યાંના લોક જેવો થઈને રહેતાં ત્યાંનાં પાણી (કે કશાક)ને કારણે એને રોગ થયો ને ત્યાં જ મરી ગયો. હવે અહીં લોકકળાનું બજારીકરણ થયું કહેવાય, પણ એમાં ખોટું શું થયું? આપણે ત્યાં તો મધુબનીમાં થયું એવું દરેક પ્રદેશમાં બને. અને ગંગાદેવીએ તો (માત્ર પારંપરિક વિષયોનાં જ નહિ, નવા વિષયો પણ ચીતર્યા) અમેરિકા ગયા પછી ત્યાંના રોલરકોસ્ટરનુંય ચિત્ર કર્યું ! એમાંય ખોટું શું થયું? જીવનમાં જે જે અનુભવ્યું તે બધું ચિત્રમાં ઉતાર્યું – ને એ નવા વિષયોનાં પણ કેવાં અદ્ભુત ચિત્રો કર્યાં ! આવા અનુભવો. ભાવનગરની ખરક બાઈઓને થાય તો એ પણ એવું કેમ ન કરે ? (આપણે ત્યાં તો એટલું ભરેલું છે કે) એકલા ભાસ્કર કુલકર્ણીથી કેટલું થવાનું ! આપણે ત્યાં તો એવા હજાર જોઈએ ! | '''શેખ :''' તમે એને પોઝિટિવ વિકલ્પ ગણો છો. (તે આવકાર્ય છે). મધુબનીની સ્ત્રીઓ કારમી ગરીબીમાં (સબડતી હતી), કેવી દુર્દશા ! આપણે ત્યાં ગરીબોને તો દુકાળ ભોગવવાનું અને પૂરમાં તણાવાનું ! એક તરફ રેલ ને બીજે પાણીનાં (ફાંફાં)! દુકાળ ટાણે ભાસ્કર કુલકર્ણી જેવો કળાકાર ત્યાં ગયો તે પુપુલ જયકરને કારણે. મધુબની વિસ્તારની કારમી ગરીબી જોઈ એને થયું કે આમની પાસે ચિત્રો કરાવીએ તો એ સ્ત્રીઓને બે પૈસા મળે, એ બાઈઓ કોઈ ઊંચા ગજાની કળાકાર નહોતી, (એમને તો પૈસાની તાણ હતી). એણે સ્ત્રીઓને ચીતરવા કાગળ વગેરે આપ્યું ને કહે કે તમે ચીતરો તે દિલ્હીમાં વેચાય તો રળતર થાય. (આમાંથી મધુબનીમાં સ્ત્રીકળાકારોનો રાફડો નીકળ્યો !) કેટકેટલી બાઈઓએ ચિત્રો કર્યાં ! એ (બીના ઘટી એમાંથી) ગંગાદેવી જેવાં અદ્ભુત કળાકારો નીકળ્યાં ! ભાસ્કર તો ત્યાં જ રહી ગયો, ત્યાંના લોક જેવો થઈને રહેતાં ત્યાંનાં પાણી (કે કશાક)ને કારણે એને રોગ થયો ને ત્યાં જ મરી ગયો. હવે અહીં લોકકળાનું બજારીકરણ થયું કહેવાય, પણ એમાં ખોટું શું થયું? આપણે ત્યાં તો મધુબનીમાં થયું એવું દરેક પ્રદેશમાં બને. અને ગંગાદેવીએ તો (માત્ર પારંપરિક વિષયોનાં જ નહિ, નવા વિષયો પણ ચીતર્યા) અમેરિકા ગયા પછી ત્યાંના રોલરકોસ્ટરનુંય ચિત્ર કર્યું ! એમાંય ખોટું શું થયું? જીવનમાં જે જે અનુભવ્યું તે બધું ચિત્રમાં ઉતાર્યું – ને એ નવા વિષયોનાં પણ કેવાં અદ્ભુત ચિત્રો કર્યાં ! આવા અનુભવો. ભાવનગરની ખરક બાઈઓને થાય તો એ પણ એવું કેમ ન કરે ? (આપણે ત્યાં તો એટલું ભરેલું છે કે) એકલા ભાસ્કર કુલકર્ણીથી કેટલું થવાનું ! આપણે ત્યાં તો એવા હજાર જોઈએ ! | ||
[[File:GMDM-Pg43.png|center|300px|thumb|frameless|{{center|<small>પુપુલ જયકાર સાથે ગુલામમોહમ્મદ શેખ, પોમ્પીન્દૂ સેન્ટર, પારીસ, ૧૯૮૫</small>}}]] | |||
'''યજ્ઞેશ :''' '''''એટલું બધું છે !''''' | '''યજ્ઞેશ :''' '''''એટલું બધું છે !''''' | ||
'''શેખ :''' હા, એટલું ભરેલું છે. (એવી સર્જનશક્તિનો) આપણા દેશમાં અદ્ભુત એવો ખજાનો છે. | '''શેખ :''' હા, એટલું ભરેલું છે. (એવી સર્જનશક્તિનો) આપણા દેશમાં અદ્ભુત એવો ખજાનો છે. | ||
આપણા શિક્ષણમાં એમાં કેટલાક ઉત્તમ અંશો છે ખરા પણ - આ સંસ્કારને આપણે વણી નથી શક્યા. ભણતરને માત્ર ‘લિટરસી’ના અર્થમાં સમજ્યા છીએ. | આપણા શિક્ષણમાં એમાં કેટલાક ઉત્તમ અંશો છે ખરા પણ - આ સંસ્કારને આપણે વણી નથી શક્યા. ભણતરને માત્ર ‘લિટરસી’ના અર્થમાં સમજ્યા છીએ. | ||
[[File:GMDM-Pg44.png|left|150px|thumb|frameless|<small>રેખાંકન કરતા મધુબની કળાકાર, ગંગાદેવી, ૧૯૮૪</small>]] | |||
'''યજ્ઞેશ :''' ''''' અક્ષરજ્ઞાનના સંદર્ભમાં.''''' | '''યજ્ઞેશ :''' ''''' અક્ષરજ્ઞાનના સંદર્ભમાં.''''' | ||
'''શેખ :''' એટલે એક ‘લીટરસી’ અક્ષરજ્ઞાન પામ્યા, બીજું પેલું (દૃષ્ટિનું), ચિત્રનું ‘અક્ષરજ્ઞાન’ કહેવાય તેમાં આપણે અભણ રહ્યા. સંગીતમાં કાને બહેરા થયાં. એક બાજુનું વિકસ્યું. બીજી બાજુનું ગયું, ભુલાયું એ બંને સાથે કેમ ન થાય? થઈ શકે, થવું જોઈએ. ઓસ્ટ્રેલિયાનો દાખલો છે તેમાંથી પાઠ ભણી શકાય એવો છે. બોધપાઠ તો ઘણા છે પણ દુર્ભાગ્યે એ આપણા લગી પહોંચતા નથી. (હાસ્ય). | '''શેખ :''' એટલે એક ‘લીટરસી’ અક્ષરજ્ઞાન પામ્યા, બીજું પેલું (દૃષ્ટિનું), ચિત્રનું ‘અક્ષરજ્ઞાન’ કહેવાય તેમાં આપણે અભણ રહ્યા. સંગીતમાં કાને બહેરા થયાં. એક બાજુનું વિકસ્યું. બીજી બાજુનું ગયું, ભુલાયું એ બંને સાથે કેમ ન થાય? થઈ શકે, થવું જોઈએ. ઓસ્ટ્રેલિયાનો દાખલો છે તેમાંથી પાઠ ભણી શકાય એવો છે. બોધપાઠ તો ઘણા છે પણ દુર્ભાગ્યે એ આપણા લગી પહોંચતા નથી. (હાસ્ય). | ||
[[File:GMDM-Pg45.png|right|150px|thumb|frameless|<small>રેખાંકન, ગંગાદેવી (સંગ્રહ : ગુલામમોહમ્મદ)</small>]] | |||
[[File:GMDM-Pg46.png|right|150px|thumb|frameless|<small>ભાસ્કર કૂલકર્ણી (છબી સૌજન્ય : મનુ પારેખ)</small>]] | |||
'''યજ્ઞેશ :''' '''''પાછળ નજર કરી હવે તમારી કળાને તમે જુઓ. (વિવેચકો તો કશુંક ને કશુંક કાઢવાના જ) ત્યારે તેમાં તમને અલગ અલગ તબક્કાઓ દેખાય છે? તેનો વિકાસ કે ઉત્ક્રાંતિ થઈ હોય તેવું લાગે છે?''''' | '''યજ્ઞેશ :''' '''''પાછળ નજર કરી હવે તમારી કળાને તમે જુઓ. (વિવેચકો તો કશુંક ને કશુંક કાઢવાના જ) ત્યારે તેમાં તમને અલગ અલગ તબક્કાઓ દેખાય છે? તેનો વિકાસ કે ઉત્ક્રાંતિ થઈ હોય તેવું લાગે છે?''''' | ||
'''શેખ :''' મારા પોતાનાં ચિત્રોના વિકાસ કે ઉત્ક્રાન્તિ વિષે મારે શું કહેવાનું હોય? એને ફેરફાર કહેવાનું (વધારે વાજબી છે). એ હું અંદરથી જોઉં, તમે બહારથી જોઈ શકો. ફેરફાર તો જીવનમાં તેમ ચિત્રમાં થવાના જ અને જે વિચારીએ, જે કરીએ તે એમાં દેખાવાના. એટલે એવું તો ઘણું થયું, ચાળીસેક વરસ ચિત્રો કર્યાં હોય તો બધું સરખું તો ન જ હોયને! આપણે ત્યાં (કેટલીક વાર) એવી અપેક્ષા રખાય છે કે ચિત્રકાર એક જ જાતનું કામ કરે, એની એક જ શૈલી હોય - પણ મને લાગે છે કે એ વધારે પડતી (અને જરા ભૂલ ભરેલી) અપેક્ષા છે. આપણને બધું કરવાની છૂટ હોવી જોઈએ. પિકાસોની જ વાત કરો ને – એ જોતાં લાગે કે એણે કેટલી રીતે ચિત્રો કર્યાં ! એવું પણ બને કે તમે આ જ આ કરતા હો, પણ કાલે બીજું કરવા માગતા હો, તમારી સામે (નકારના) હોરા બેઠાં હોય ને તમને એવું કરવાની ના પાડે – અને તમે (કરવા ધારેલું) કરી ન શકો તો એ પરિસ્થિતિ ઉપકારક ન કહેવાય. એવું થાય તો કોઈકે આક્રોશપૂર્વક એવું કરી દેખાડવું પડે જેમ પિકાસોએ દેખાડ્યું ! મારા જીવનમાંય એવા તબક્કાઓ આવ્યા છે. | '''શેખ :''' મારા પોતાનાં ચિત્રોના વિકાસ કે ઉત્ક્રાન્તિ વિષે મારે શું કહેવાનું હોય? એને ફેરફાર કહેવાનું (વધારે વાજબી છે). એ હું અંદરથી જોઉં, તમે બહારથી જોઈ શકો. ફેરફાર તો જીવનમાં તેમ ચિત્રમાં થવાના જ અને જે વિચારીએ, જે કરીએ તે એમાં દેખાવાના. એટલે એવું તો ઘણું થયું, ચાળીસેક વરસ ચિત્રો કર્યાં હોય તો બધું સરખું તો ન જ હોયને! આપણે ત્યાં (કેટલીક વાર) એવી અપેક્ષા રખાય છે કે ચિત્રકાર એક જ જાતનું કામ કરે, એની એક જ શૈલી હોય - પણ મને લાગે છે કે એ વધારે પડતી (અને જરા ભૂલ ભરેલી) અપેક્ષા છે. આપણને બધું કરવાની છૂટ હોવી જોઈએ. પિકાસોની જ વાત કરો ને – એ જોતાં લાગે કે એણે કેટલી રીતે ચિત્રો કર્યાં ! એવું પણ બને કે તમે આ જ આ કરતા હો, પણ કાલે બીજું કરવા માગતા હો, તમારી સામે (નકારના) હોરા બેઠાં હોય ને તમને એવું કરવાની ના પાડે – અને તમે (કરવા ધારેલું) કરી ન શકો તો એ પરિસ્થિતિ ઉપકારક ન કહેવાય. એવું થાય તો કોઈકે આક્રોશપૂર્વક એવું કરી દેખાડવું પડે જેમ પિકાસોએ દેખાડ્યું ! મારા જીવનમાંય એવા તબક્કાઓ આવ્યા છે. | ||
Line 266: | Line 270: | ||
'''યજ્ઞેશ :''' '''''તમે તો કહેતા હતા કે બધી (સર્જન પ્રક્રિયાની) વાતો ન થઈ શકે પણ તમે પોતે જ કુશળતાથી કરતા ગયા છો (હાસ્ય).''''' | '''યજ્ઞેશ :''' '''''તમે તો કહેતા હતા કે બધી (સર્જન પ્રક્રિયાની) વાતો ન થઈ શકે પણ તમે પોતે જ કુશળતાથી કરતા ગયા છો (હાસ્ય).''''' | ||
'''શેખ :''' (હસતાં હસતાં). માસ્તરનો ધંધો ખરોને ! | '''શેખ :''' (હસતાં હસતાં). માસ્તરનો ધંધો ખરોને ! | ||
[[File:GMDM-Pg47.png|center|300px|thumb|frameless|{{center|<small>વિદ્યાર્થીઓએ સાથે ગુલામમોહમ્મદ શેખ, CAVA મૈસુર, ૧૯૮૦ નો દશક</small>}}]] | |||
'''યજ્ઞેશ :''' '''''બીજા કયા શોખ ?''''' | '''યજ્ઞેશ :''' '''''બીજા કયા શોખ ?''''' | ||
Line 275: | Line 281: | ||
'''યજ્ઞેશ :''' '''''અને રખડવાનું.''''' | '''યજ્ઞેશ :''' '''''અને રખડવાનું.''''' | ||
'''શેખ :''' ખૂબ ...પહેલેથી જ ચક્ર છે (પગમાં ચક્ર હોય તેમને યાત્રા-યોગ હોય તે સંદર્ભમાં હસતાં હસતાં) હજુ પણ ગમે. ગમે ત્યારે રખડવાનું હોય, નિરુદ્દેશે એ તો ગમે જ. | '''શેખ :''' ખૂબ ...પહેલેથી જ ચક્ર છે (પગમાં ચક્ર હોય તેમને યાત્રા-યોગ હોય તે સંદર્ભમાં હસતાં હસતાં) હજુ પણ ગમે. ગમે ત્યારે રખડવાનું હોય, નિરુદ્દેશે એ તો ગમે જ. | ||
[[File:GMDM-Pg48.png|center|400px|thumb|frameless|{{center|<small>{{સ-મ|ગુલામમોહમ્મદ શેખ ૨૦૧૧ ||(તસ્વીર : ભાવેશ પટેલ)}} </small>}}]] | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> |
edits