32,301
edits
No edit summary |
No edit summary |
||
| (6 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
તા. ક. મૂળ મુલાકાત બારેક વર્ષ ઉપર લીધેલી તે નવનીત સમર્પણમાં પ્રકાશિત થયેલી. અહીં તિથીઓ વર્તમાન અનુસાર ફેરવી પુનર્મુદ્રણ કર્યું છે. | {{SetTitle}} | ||
<center>તા. ક. મૂળ મુલાકાત બારેક વર્ષ ઉપર લીધેલી તે નવનીત સમર્પણમાં પ્રકાશિત થયેલી. અહીં તિથીઓ વર્તમાન અનુસાર ફેરવી પુનર્મુદ્રણ કર્યું છે.</center> | |||
| Line 12: | Line 13: | ||
'''મ. ઢાંકી :''' ૧૯૪૮માં. ફર્ગ્યુસન કૉલેજ, પૂના, બૉમ્બે યુનિવર્સિટી. | '''મ. ઢાંકી :''' ૧૯૪૮માં. ફર્ગ્યુસન કૉલેજ, પૂના, બૉમ્બે યુનિવર્સિટી. | ||
'''યજ્ઞેશ :''' '''''પછી આ તરફ કેવી રીતે ફંટાયા? | '''યજ્ઞેશ :''' '''''પછી આ તરફ કેવી રીતે ફંટાયા? રસ તો હતો જ, જે ‘કુમાર’માંથી લાગેલો, પણ રીતસર કારકિર્દી શરૂ થઈ તે કેવી રીતે?''''' | ||
ઢાંકી : મારે જવું તો હતું અમેરિકા, એમ.એસ. કરવા માટે. પણ સ્કૉલરશિપની વ્યવસ્થા ન થઈ શકી. પછી પોરબંદર રાજ્યના ભૂસ્તર ૫૨ મેં ને મારા પ્રોફેસર કેળકરે સાથે કામ કરવાનું નક્કી કર્યું. હું તેના આધારે પહેલાં એમ.એસસી. પછી અને પીએચ.ડી.નું કરવાનો હતો. પોરબંદર ‘રાજ્ય’ હતું ત્યારે વાત બધી પાકી થઈ ચૂકેલી. દીવાનસાહેબે બધું ખર્ચ મંજૂર કરેલું. ત્યાં તો એકાએક સૌરાષ્ટ્ર રાજ્યનું એકમ બની ગયું ને આખી વાત ઊડી ગઈ. એ પછી બે વરસ હું ઘેર બેઠો'તો. શું કરવું, કાંઈ દિશા સૂઝતી નહોતી. ત્યારે બાપુજીનું ગવર્નમેન્ટનું જે ફાર્મ હતું, ત્યાં મેં બાગાયતનો અભ્યાસ શરૂ કર્યો. હું વનસ્પતિશાસ્ત્ર તો શીખ્યો હતો, તેના આધારે એમના અંગત ગ્રંથાલય અને સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં પણ બાગાયતને લગતાં જે અંગ્રેજી-ગુજરાતી પુસ્તકો હતાં તે બધાં વાંચી ગયો. એમ કરતાં બે વરસ તો કાઢ્યાં, પણ પછી થયું કે નોકરી વગર, કમાયા વગર, ક્યાં સુધી બેઠા રહેવું. પરદેશ જવાની કોઈ તક નહોતી રહી, નહોતી દેખાતી. એટલે સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયામાં નોકરી સ્વીકારી. એ વ્યવસાયમાં મને રસ પડે એવું તો કાંઈ જ હતું નહિ. પણ એ દિવસોમાં પો૨બંદ૨ના જાહેર પુસ્તકાલયમાંથી બર્જેસ અને કઝિન્સના જે સૌરાષ્ટ્ર-ગુજરાતને લગતા જૂના રિપોર્ટો હતા તે રજાઓમાં વાંચતો. અલબત્ત, કૉલેજકાળમાં લાઇબ્રેરીમાંથી વિશ્વસ્થાપત્ય અને સંસ્કૃતિ વિશે વાંચી રાખેલું એટલે કાંઈક બુનિયાદ તો હતી જ. (અને પર્સી બ્રાઉનનું ઇન્ડિયન આર્કિટેક્ચર પરનું પુસ્તક ખરીદી તેનો પણ અભ્યાસ કરેલો.) રિપોર્ટો વાંચ્યા પછી જોયું કે બર્જેસ અને કઝિન્સે નોંધેલ અને વર્ણવેલ સ્થળો તો પોરબંદરની આસપાસમાં જ આવેલાં છે. ગોપ, ધુમલી, મિંયાણી, કીંદરખેડા ઇત્યાદિ બધાં જ. તો એ કેમ ન જોવાં? એમ પણ થયું કે એ લોકોની (અંગ્રેજ લોકો) જેમ પણ સર્વેક્ષણ અને શોધ આપણે પણ કેમ ન કરીએ? બધે ફરીએ, આખાયે પ્રદેશનું સર્વેક્ષણ કરીએ. એ વિચાર પરથી મણિભાઈ વોરા, જે મારા હાઈસ્કૂલકાળના ગુરુ હતા - ભાવસિંહજી હાઈસ્કૂલ એ વખતે બૉમ્બે પ્રેસિડન્સીની સર્વોત્તમ સ્કૂલોમાંથી એક હતી – તેઓની સાથે વાત કરી અને એ વિચારમાં રસ દાખવનાર બીજા એક હતા, ફોટોગ્રાફર હરજીવનદાસ (એમનો પોર્ટેઇટ આર્ટ સ્ટુડિયો સૌરાષ્ટ્રમાં વિખ્યાત હતો.) પછી કીર્તિમંદિરના સ્થપતિ પુરુષોત્તમ મિસ્ત્રી, ત્યાર બાદ નવયુગના ચિત્રકામના શિક્ષક દેવજીભાઈ વાજા (તેઓ રવિશંકર રાવળના શિષ્ય હતા) અને એ જ રીતે એ સ્કૂલના અન્ય શિક્ષક રમાકાન્તભાઈ જે ભૂગોળ શીખવતા. તે ઉપરાંત અમારી જ્ઞાતિના એક શ્રેષ્ઠી પણ એ સમુદાયમાં હતા, નામે વરજીવનદાસ વેલજી ઢાંકી, જે સગોત્રી પણ ખરા અને વધુમાં એઓ જૂના કૉંગ્રેસી કાર્યકર પણ હતા. તેમને પણ કલા વગેરેમાં રસ હતો. એમને ત્યાં એ વિષયનાં પુસ્તકો પણ હતાં જે મને વાંચવા આપતા. એ ઉપરાંત ત્રિભોવનદાસ ઓધવજી શાહ, જેમની પાસે જૂની પ્રતિમાઓ, ચિત્રો, સિક્કાઓ આદિનો સંગ્રહ હતો. અને છેલ્લા હતા એ કાળના નવયુગના ઉત્સાહી અને તરવરિયા વિદ્યાર્થી નાથાલાલ રૈયારલ્લા. અમે બધાયે પછી વિચાર કર્યો કે આપણે એક સંશોધન મંડળ સ્થાપીએ. આમ ‘આર્કિઓલોજીકલ સોસાયટી ઑફ પોરબંદર’નો જન્મ થયો. શનિવારે બૅન્કમાં અડધો દિવસ રજા હોય ત્યારે હરજીવનભાઈની કારમાં પેટ્રોલ પુરાવી અમે પાંચેક જણા નીકળી પડીએ. કૅમેરા સાથે હોય અને તસવીરો લઈએ. બધા જુદા-જુદા રસના અને આ વિષયનું તો જરાતરા જ જ્ઞાન પણ સૌનો ઉત્સાહ હતો અપાર. પછી તો અમને નહીં શોધાયેલાં પ્રાચીન મંદિરો મળ્યાં એટલે અમારો ઉત્સાહ વિશેષ વધ્યો. | '''મ. ઢાંકી :''' મારે જવું તો હતું અમેરિકા, એમ.એસ. કરવા માટે. પણ સ્કૉલરશિપની વ્યવસ્થા ન થઈ શકી. પછી પોરબંદર રાજ્યના ભૂસ્તર ૫૨ મેં ને મારા પ્રોફેસર કેળકરે સાથે કામ કરવાનું નક્કી કર્યું. હું તેના આધારે પહેલાં એમ.એસસી. પછી અને પીએચ.ડી.નું કરવાનો હતો. પોરબંદર ‘રાજ્ય’ હતું ત્યારે વાત બધી પાકી થઈ ચૂકેલી. દીવાનસાહેબે બધું ખર્ચ મંજૂર કરેલું. ત્યાં તો એકાએક સૌરાષ્ટ્ર રાજ્યનું એકમ બની ગયું ને આખી વાત ઊડી ગઈ. એ પછી બે વરસ હું ઘેર બેઠો'તો. શું કરવું, કાંઈ દિશા સૂઝતી નહોતી. ત્યારે બાપુજીનું ગવર્નમેન્ટનું જે ફાર્મ હતું, ત્યાં મેં બાગાયતનો અભ્યાસ શરૂ કર્યો. હું વનસ્પતિશાસ્ત્ર તો શીખ્યો હતો, તેના આધારે એમના અંગત ગ્રંથાલય અને સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં પણ બાગાયતને લગતાં જે અંગ્રેજી-ગુજરાતી પુસ્તકો હતાં તે બધાં વાંચી ગયો. એમ કરતાં બે વરસ તો કાઢ્યાં, પણ પછી થયું કે નોકરી વગર, કમાયા વગર, ક્યાં સુધી બેઠા રહેવું. પરદેશ જવાની કોઈ તક નહોતી રહી, નહોતી દેખાતી. એટલે સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયામાં નોકરી સ્વીકારી. એ વ્યવસાયમાં મને રસ પડે એવું તો કાંઈ જ હતું નહિ. પણ એ દિવસોમાં પો૨બંદ૨ના જાહેર પુસ્તકાલયમાંથી બર્જેસ અને કઝિન્સના જે સૌરાષ્ટ્ર-ગુજરાતને લગતા જૂના રિપોર્ટો હતા તે રજાઓમાં વાંચતો. અલબત્ત, કૉલેજકાળમાં લાઇબ્રેરીમાંથી વિશ્વસ્થાપત્ય અને સંસ્કૃતિ વિશે વાંચી રાખેલું એટલે કાંઈક બુનિયાદ તો હતી જ. (અને પર્સી બ્રાઉનનું ઇન્ડિયન આર્કિટેક્ચર પરનું પુસ્તક ખરીદી તેનો પણ અભ્યાસ કરેલો.) રિપોર્ટો વાંચ્યા પછી જોયું કે બર્જેસ અને કઝિન્સે નોંધેલ અને વર્ણવેલ સ્થળો તો પોરબંદરની આસપાસમાં જ આવેલાં છે. ગોપ, ધુમલી, મિંયાણી, કીંદરખેડા ઇત્યાદિ બધાં જ. તો એ કેમ ન જોવાં? એમ પણ થયું કે એ લોકોની (અંગ્રેજ લોકો) જેમ પણ સર્વેક્ષણ અને શોધ આપણે પણ કેમ ન કરીએ? બધે ફરીએ, આખાયે પ્રદેશનું સર્વેક્ષણ કરીએ. એ વિચાર પરથી મણિભાઈ વોરા, જે મારા હાઈસ્કૂલકાળના ગુરુ હતા - ભાવસિંહજી હાઈસ્કૂલ એ વખતે બૉમ્બે પ્રેસિડન્સીની સર્વોત્તમ સ્કૂલોમાંથી એક હતી – તેઓની સાથે વાત કરી અને એ વિચારમાં રસ દાખવનાર બીજા એક હતા, ફોટોગ્રાફર હરજીવનદાસ (એમનો પોર્ટેઇટ આર્ટ સ્ટુડિયો સૌરાષ્ટ્રમાં વિખ્યાત હતો.) પછી કીર્તિમંદિરના સ્થપતિ પુરુષોત્તમ મિસ્ત્રી, ત્યાર બાદ નવયુગના ચિત્રકામના શિક્ષક દેવજીભાઈ વાજા (તેઓ રવિશંકર રાવળના શિષ્ય હતા) અને એ જ રીતે એ સ્કૂલના અન્ય શિક્ષક રમાકાન્તભાઈ જે ભૂગોળ શીખવતા. તે ઉપરાંત અમારી જ્ઞાતિના એક શ્રેષ્ઠી પણ એ સમુદાયમાં હતા, નામે વરજીવનદાસ વેલજી ઢાંકી, જે સગોત્રી પણ ખરા અને વધુમાં એઓ જૂના કૉંગ્રેસી કાર્યકર પણ હતા. તેમને પણ કલા વગેરેમાં રસ હતો. એમને ત્યાં એ વિષયનાં પુસ્તકો પણ હતાં જે મને વાંચવા આપતા. એ ઉપરાંત ત્રિભોવનદાસ ઓધવજી શાહ, જેમની પાસે જૂની પ્રતિમાઓ, ચિત્રો, સિક્કાઓ આદિનો સંગ્રહ હતો. અને છેલ્લા હતા એ કાળના નવયુગના ઉત્સાહી અને તરવરિયા વિદ્યાર્થી નાથાલાલ રૈયારલ્લા. અમે બધાયે પછી વિચાર કર્યો કે આપણે એક સંશોધન મંડળ સ્થાપીએ. આમ ‘આર્કિઓલોજીકલ સોસાયટી ઑફ પોરબંદર’નો જન્મ થયો. શનિવારે બૅન્કમાં અડધો દિવસ રજા હોય ત્યારે હરજીવનભાઈની કારમાં પેટ્રોલ પુરાવી અમે પાંચેક જણા નીકળી પડીએ. કૅમેરા સાથે હોય અને તસવીરો લઈએ. બધા જુદા-જુદા રસના અને આ વિષયનું તો જરાતરા જ જ્ઞાન પણ સૌનો ઉત્સાહ હતો અપાર. પછી તો અમને નહીં શોધાયેલાં પ્રાચીન મંદિરો મળ્યાં એટલે અમારો ઉત્સાહ વિશેષ વધ્યો. | ||
'''યજ્ઞેશ :''' '''''જેવાં કે?''''' | '''યજ્ઞેશ :''' '''''જેવાં કે?''''' | ||
'''મ. ઢાંકી :''' જેમ કે ખીમેશ્વર અને નંદેશ્વરનાં મંદિરો, પોરબંદરની નજીક શ્રીનગ૨નાં મંદિરો, બળેજ અને ભાણસરાનાં દેવાલયો વગેરે. એમ કરતાં અમે લગભગ ત્રીસેક જેટલાં સોલંકીકાળ પૂર્વેનાં મંદિરોનો સર્વે કર્યો. પછી થયું કે સોલંકી કાળના સ્થાપત્યની જે શૈલી છે તેનો આ મંદિરોની શૈલીમાંથી ક્રમશઃ વિકાસ થયો છે કે કેમ તે સમસ્યાના ઉકેલ માટે ખોજકાર્ય કરીએ. કારણ કે અમે શોધ્યાં તેમાં નાગરજાતિનાંયે થોડાંક મંદિરો મળેલાં, જેવાં કે ઓડદર સમુદાય અંતર્ગત વિષ્ણુ મંદિર, ને નંદેશ્વર, અખોદરનાં મંદિરો વગેરે. ડૉ. હેરમાન ગોએત્સને એમાંથી થોડાંકની તસવીરો અભિપ્રાય માટે અમે મોકલાવેલી, તે જોઈને એ બહુ રાજી થયેલા. એમણે કહ્યું કે આ નવી વસ્તુ છે. એમના આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા ભાસ્કરભાઈ માંકડ. તેમને કહ્યું કે તમે મિ. ઢાંકીને અહીં બોલાવો. એટલે વડોદરા જઈ તેમને મળ્યો હતો. ગોએત્સ ‘આર્ટહિસ્ટોરિયન' (કલા-ઇતિહાસવેત્તા) હતા. થોડા કોન્ટ્રોવર્સિયલ (વિવાદાસ્પદ) પણ ગણાતા હતા; પરંતુ સારા જાણકાર તો ખરા જ. બધા જ ફોટા જોઈને તેઓ ખુશ ખુશ થઈ ગયા. મેં કહ્યું, અમારો પ્રોબ્લેમ છે ‘ઓરિજિન ઑફ ધી સોલંકી સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચર.' એનાં અમુક પગેરાં મળે છે સૌરાષ્ટ્રનાં આ પ્રાચીન મંદિરોની શૈલીમાંથી. પણ બધાં નથી મળતાં, મને કહે કે તમારી વાત સાચી છે. તમે કામ ચાલુ રાખો. વચ્ચેનું સંધાન પછીથી મળી રહે તેમ પણ બને. જોકે એ આખી વસ્તુ ભૂલભરેલી હતી તેનો મને ઘણાં વર્ષ બાદ અહેસાસ થયો. સોલંકી યુગની પ્રમુખ સ્થાપત્ય શૈલી ગુજરાતમાં વિકસી જ નથી. એ સાંગોપાંગ રાજસ્થાનમાંથી આવેલી વસ્તુ છે. પણ આ સૌરાષ્ટ્રનાં મૈત્રકકાલીન મંદિરોમાં એક વસ્તુ મહત્ત્વની એ હતી કે તેમાં મંદિરોના જુદા-જુદા આકાર-પ્રકારો જળવાયેલા જોવા મળ્યા. ભારતમાં અન્યત્ર એ ચીજ જોવા નથી મળતી. અલબત્ત, એ સૌની એક ખામી એ હતી કે એ બધાં અલંકૃત નહોતાં, જેટલાં મધ્યપ્રદેશ, કર્ણાટક, અને કલિંગનાં એ જ કાળનાં મંદિરો છે. એ ત્રણ પ્રદેશોનાં ઘણાંબધાં મંદિરો ખૂબસૂરત અને કલાત્મક છે, જ્યારે સૌરાષ્ટ્રનાં તો બધાં ગામઠી શૈલીનાં છે અને વળી બહુ જ સાદાં. તેમાં કેટલાંક મોટાં તો છે પણ કંડારકામ નહીંવત્ – જુદી જુદી જાતના શિખરી આકારો અહીં બચી તો ગયા પણ એથી વિશેષ એમાં કંઈ જ નહીં. છતાં એની પાછળેય એ કાળે તો અમે ગાંડા થઈ ગયા હતા. નવું નવું મળતું રહેતું એટલે બહુ રાજી થતા. એ મંદિરોના વર્ણનની પરિભાષા પણ પછી શોધતા. એ મારો મુગ્ધતા અને જિજ્ઞાસાનો યુગ હતો. મંદિરો પરત્વે ત્યારે તીવ્રતમ લાગણીઓ હતી. સપનામાં પણ એ જ બધું દેખાતું. એને લીધે શોખની અને સાથે જ પશ્યત્તાપ્રાપ્તિની બુનિયાદ નખાણી, જેથી આગળ ઉપર કામ થઈ શક્યું. | '''મ. ઢાંકી :''' જેમ કે ખીમેશ્વર અને નંદેશ્વરનાં મંદિરો, પોરબંદરની નજીક શ્રીનગ૨નાં મંદિરો, બળેજ અને ભાણસરાનાં દેવાલયો વગેરે. એમ કરતાં અમે લગભગ ત્રીસેક જેટલાં સોલંકીકાળ પૂર્વેનાં મંદિરોનો સર્વે કર્યો. પછી થયું કે સોલંકી કાળના સ્થાપત્યની જે શૈલી છે તેનો આ મંદિરોની શૈલીમાંથી ક્રમશઃ વિકાસ થયો છે કે કેમ તે સમસ્યાના ઉકેલ માટે ખોજકાર્ય કરીએ. કારણ કે અમે શોધ્યાં તેમાં નાગરજાતિનાંયે થોડાંક મંદિરો મળેલાં, જેવાં કે ઓડદર સમુદાય અંતર્ગત વિષ્ણુ મંદિર, ને નંદેશ્વર, અખોદરનાં મંદિરો વગેરે. ડૉ. હેરમાન ગોએત્સને એમાંથી થોડાંકની તસવીરો અભિપ્રાય માટે અમે મોકલાવેલી, તે જોઈને એ બહુ રાજી થયેલા. એમણે કહ્યું કે આ નવી વસ્તુ છે. એમના આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા ભાસ્કરભાઈ માંકડ. તેમને કહ્યું કે તમે મિ. ઢાંકીને અહીં બોલાવો. એટલે વડોદરા જઈ તેમને મળ્યો હતો. ગોએત્સ ‘આર્ટહિસ્ટોરિયન' (કલા-ઇતિહાસવેત્તા) હતા. થોડા કોન્ટ્રોવર્સિયલ (વિવાદાસ્પદ) પણ ગણાતા હતા; પરંતુ સારા જાણકાર તો ખરા જ. બધા જ ફોટા જોઈને તેઓ ખુશ ખુશ થઈ ગયા. મેં કહ્યું, અમારો પ્રોબ્લેમ છે ‘ઓરિજિન ઑફ ધી સોલંકી સ્ટાઇલ ઓફ આર્કિટેક્ચર.' એનાં અમુક પગેરાં મળે છે સૌરાષ્ટ્રનાં આ પ્રાચીન મંદિરોની શૈલીમાંથી. પણ બધાં નથી મળતાં, મને કહે કે તમારી વાત સાચી છે. તમે કામ ચાલુ રાખો. વચ્ચેનું સંધાન પછીથી મળી રહે તેમ પણ બને. જોકે એ આખી વસ્તુ ભૂલભરેલી હતી તેનો મને ઘણાં વર્ષ બાદ અહેસાસ થયો. સોલંકી યુગની પ્રમુખ સ્થાપત્ય શૈલી ગુજરાતમાં વિકસી જ નથી. એ સાંગોપાંગ રાજસ્થાનમાંથી આવેલી વસ્તુ છે. પણ આ સૌરાષ્ટ્રનાં મૈત્રકકાલીન મંદિરોમાં એક વસ્તુ મહત્ત્વની એ હતી કે તેમાં મંદિરોના જુદા-જુદા આકાર-પ્રકારો જળવાયેલા જોવા મળ્યા. ભારતમાં અન્યત્ર એ ચીજ જોવા નથી મળતી. અલબત્ત, એ સૌની એક ખામી એ હતી કે એ બધાં અલંકૃત નહોતાં, જેટલાં મધ્યપ્રદેશ, કર્ણાટક, અને કલિંગનાં એ જ કાળનાં મંદિરો છે. એ ત્રણ પ્રદેશોનાં ઘણાંબધાં મંદિરો ખૂબસૂરત અને કલાત્મક છે, જ્યારે સૌરાષ્ટ્રનાં તો બધાં ગામઠી શૈલીનાં છે અને વળી બહુ જ સાદાં. તેમાં કેટલાંક મોટાં તો છે પણ કંડારકામ નહીંવત્ – જુદી જુદી જાતના શિખરી આકારો અહીં બચી તો ગયા પણ એથી વિશેષ એમાં કંઈ જ નહીં. છતાં એની પાછળેય એ કાળે તો અમે ગાંડા થઈ ગયા હતા. નવું નવું મળતું રહેતું એટલે બહુ રાજી થતા. એ મંદિરોના વર્ણનની પરિભાષા પણ પછી શોધતા. એ મારો મુગ્ધતા અને જિજ્ઞાસાનો યુગ હતો. મંદિરો પરત્વે ત્યારે તીવ્રતમ લાગણીઓ હતી. સપનામાં પણ એ જ બધું દેખાતું. એને લીધે શોખની અને સાથે જ પશ્યત્તાપ્રાપ્તિની બુનિયાદ નખાણી, જેથી આગળ ઉપર કામ થઈ શક્યું. | ||
'''યજ્ઞેશ :''' '''''પોરબંદર જેવા અંતરિયાળ અને છેવાડાના ગામમાં આવું એક મંડળ સ્થપાય તે બહુ મોટી વાત કહેવાય. તમે મણિભાઈ વોરાનું બહુ આદરપૂર્વક નામ લો છો. તો મણિભાઈએ તમને કેવી રીતે પળોટ્યા?''''' | '''યજ્ઞેશ :''' '''''પોરબંદર જેવા અંતરિયાળ અને છેવાડાના ગામમાં આવું એક મંડળ સ્થપાય તે બહુ મોટી વાત કહેવાય. તમે મણિભાઈ વોરાનું બહુ આદરપૂર્વક નામ લો છો. તો મણિભાઈએ તમને કેવી રીતે પળોટ્યા?''''' | ||
'''મ. ઢાંકી :''' મણિભાઈ હાઈસ્કૂલમાં મારા શિક્ષક હતા. વર્ગશિક્ષક. હું એમની પાસે ટ્યૂશન પણ લેતો, ને ત્યારે આપણે જેને ‘એક્સ્ટ્રા-કરિક્યુલર એક્ટિવિટી' કહીએ છીએ તે અમારી પાસે કરાવતા. અમને કોર્સ બહારનાં અંગ્રેજી કાવ્યો પણ ભણાવતા. લોર્ડ ટેનિસનની ઈનોક આર્ડનની કવિતાની વાત નીકળી તો એ એમણે અમને જુદી ભણાવી હતી. કોર્સનું તો અલબત્ત, શીખવતા જ. જુદા જુદા વિષયોમાં પણ અમને પળોટાવેલા. એટલે રસની બુનિયાદ નખાયેલી. ગુજરાતી સાહિત્ય તે વખતે મને બહુ ન રુચતું. બીજા વિષયો ફાવતા. વિજ્ઞાન, ઇતિહાસ, ગણિત, ભૂગોળ, અંગ્રેજી ભાષા, વગેરે. એ કાળે ગુજરાતી ભાષાનો વિષય ફાવતો નહીં એનાં કારણો હતાં. ગુજરાતી કાવ્યોમાં કોઈ કોઈ ગમતાં. રસ પડે એવાં હતાં. પણ એ વખતે કોર્સમાં જે પસંદ કરવામાં આવતાં તે તેના કેવળ ઐતિહાસિક કાળક્રમની દૃષ્ટિએ. એમાં ઘણાં નીરસ, કંટાળાજનક પણ ખરાં. ઉમાશંકરનું ‘નિશીથ હે' જેવું સરસ કાવ્ય લેવાને બદલે ‘થાળી વાજું વગાડે, નૌતમ ગાણાં ગાય' જેવું સામાન્ય કોટિનું પસંદ કરેલું. પૂરા સંગ્રહમાં એક જ સરસ કાવ્ય હતું : કવિ કાન્તનું ‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો, હ્રદયમાં હર્ષ જામે.’ | '''મ. ઢાંકી :''' મણિભાઈ હાઈસ્કૂલમાં મારા શિક્ષક હતા. વર્ગશિક્ષક. હું એમની પાસે ટ્યૂશન પણ લેતો, ને ત્યારે આપણે જેને ‘એક્સ્ટ્રા-કરિક્યુલર એક્ટિવિટી' કહીએ છીએ તે અમારી પાસે કરાવતા. અમને કોર્સ બહારનાં અંગ્રેજી કાવ્યો પણ ભણાવતા. લોર્ડ ટેનિસનની ઈનોક આર્ડનની કવિતાની વાત નીકળી તો એ એમણે અમને જુદી ભણાવી હતી. કોર્સનું તો અલબત્ત, શીખવતા જ. જુદા જુદા વિષયોમાં પણ અમને પળોટાવેલા. એટલે રસની બુનિયાદ નખાયેલી. ગુજરાતી સાહિત્ય તે વખતે મને બહુ ન રુચતું. બીજા વિષયો ફાવતા. વિજ્ઞાન, ઇતિહાસ, ગણિત, ભૂગોળ, અંગ્રેજી ભાષા, વગેરે. એ કાળે ગુજરાતી ભાષાનો વિષય ફાવતો નહીં એનાં કારણો હતાં. ગુજરાતી કાવ્યોમાં કોઈ કોઈ ગમતાં. રસ પડે એવાં હતાં. પણ એ વખતે કોર્સમાં જે પસંદ કરવામાં આવતાં તે તેના કેવળ ઐતિહાસિક કાળક્રમની દૃષ્ટિએ. એમાં ઘણાં નીરસ, કંટાળાજનક પણ ખરાં. ઉમાશંકરનું ‘નિશીથ હે' જેવું સરસ કાવ્ય લેવાને બદલે ‘થાળી વાજું વગાડે, નૌતમ ગાણાં ગાય' જેવું સામાન્ય કોટિનું પસંદ કરેલું. પૂરા સંગ્રહમાં એક જ સરસ કાવ્ય હતું : કવિ કાન્તનું ‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો, હ્રદયમાં હર્ષ જામે.’ | ||
| Line 52: | Line 54: | ||
'''યજ્ઞેશ :''' '''''ઢાંકીસાહેબ એક સવાલ વચ્ચે પૂછી લઉં કે આમ તમારી તબિયત નાજુક અને તમે આમાં હજારો કિલોમીટરની યાત્રા કરી તો કોઈ મુશ્કેલી ન નડી?''''' | '''યજ્ઞેશ :''' '''''ઢાંકીસાહેબ એક સવાલ વચ્ચે પૂછી લઉં કે આમ તમારી તબિયત નાજુક અને તમે આમાં હજારો કિલોમીટરની યાત્રા કરી તો કોઈ મુશ્કેલી ન નડી?''''' | ||
મ. | '''મ. ઢાંકી :''' ક્યારેક નડતી. ક્યારેક ડાયેરીયા-ડિસેન્ટ્રી થઈ જાય. ખાવામાં બેદરકારી કરી બેસીએ, બેધ્યાન રહીએ ત્યારે. તીખું-તળેલું ઓછું ખાઉં છું. ક્યારેક અનિવાર્ય હોય તો થોડુંઘણું ખાઉં. પણ આમ સ્ટેમિના ઘણો. ઉત્સાહ ને ઇચ્છાશક્તિને લીધે બધું નભ્યે જતું. થોડું સુકલકડી એકવડું શરીર હોવા છતાં હું ઘણું સહન કરી શકતો અને એટલો તન્મય હતો કે ઘરે કાગળ પણ ન લખાય ને મોટી ફરિયાદો થાય. ક્યારેક તાર ઉપર તાર, ને ક્યાં છો હમણાં શું કરો છો, તબિયત કેમ છે, એવું પણ ચાલ્યા રાખતું. તન્મયતા ઘણી હતી એટલે વાંધો ન હતો આવતો. એક વાર તો કર્ણાટકમાં છેલ્લા તબક્કામાં મારો ફોટોગ્રાફર રોવા માંડ્યો કે સાહબ ઘર કી બહોત યાદ આતી હૈ. કામ અબ બંધ કર દીજીએ. ફિર કભી આયેંગે. મેં કીધું ઠીક હૈ તુમ્હારી મરજી નહીં હૈ તો જબરદસ્તી સે કામ નહીં કરેંગે. ફિર આયેંગે. પછી અમે સીધા મદ્રાસ થઈને બનારસ પાછા પહોંચ્યા.''' | ||
'''યજ્ઞેશ :''' '''''એ દરમિયાન તમારે વિદેશમાં જવાનું થયું હશે. શ્રીલંકા?''''' | '''યજ્ઞેશ :''' '''''એ દરમિયાન તમારે વિદેશમાં જવાનું થયું હશે. શ્રીલંકા?''''' | ||
| Line 62: | Line 64: | ||
'''યજ્ઞેશ :''' '''''ઢાંકીસાહેબ, એક વાર તમે વાત કરતા હતા જેમાં ઉલ્લેખ કરેલો કે ઈશ્વરની જે વિભાવના અલગ-અલગ સંસ્કૃતિઓમાં છે તેની સાથે તેનાં આરાધના-સ્થાનો, સ્થાપત્યોનો એક મેળ બેસે છે. જેમાં તમે ખ્રિસ્તી ગૉથિક કેથેડ્રલો, મંદિરો અને મસ્જિદોની વાત કરેલી. તો એ વિભાવ સ્પષ્ટ કરશો?''''' | '''યજ્ઞેશ :''' '''''ઢાંકીસાહેબ, એક વાર તમે વાત કરતા હતા જેમાં ઉલ્લેખ કરેલો કે ઈશ્વરની જે વિભાવના અલગ-અલગ સંસ્કૃતિઓમાં છે તેની સાથે તેનાં આરાધના-સ્થાનો, સ્થાપત્યોનો એક મેળ બેસે છે. જેમાં તમે ખ્રિસ્તી ગૉથિક કેથેડ્રલો, મંદિરો અને મસ્જિદોની વાત કરેલી. તો એ વિભાવ સ્પષ્ટ કરશો?''''' | ||
'''મ. ઢાંકી :''' મારા ગુજરાતી તેમજ અંગ્રેજીમાં જુદા-જુદા લેખોમાં આ વિભાવોના મેનીફેસ્ટેશન્સ સાથે જે દાર્શનિક (ફિલોસોફિકલ) ભાવો છે તેની ચર્ચા કરી હતી. દશેક વર્ષ પહેલાં સાવલીના સેમિનારમાં મેં કહ્યું હતું ને કે કોઈ એક સંસ્કૃતિમાં કોઈ એક સમયે અને એક પ્રદેશમાં જેટલા એના ઘટકો હોય છે, ને એના પૃથક્ પૃથક્ આવિર્ભાવો હોય છે, તે બધા એક આદર્શ અને લક્ષ્ય તરફ અભિસરિત CONVERGE થતા હોય છે. કન્વર્જ ટુ ધી સેઇમ આઇડિયલ્સ એન્ડ ગોલ્સ. એટલે એ રીતે માધ્યમ અલગ અલગ હોવા છતાં તેની અભિવ્યક્તિમાં ઘણી સમાંતરતા રહે છે. આજની જ વાત કરીએ. આધુનિક યુગમાં તો મૂળે ચિત્રકલાના ક્ષેત્રે શરૂ થયેલી અદ્યતનતા પછી શિલ્પમાં, સ્થાપત્યમાં, સાહિત્યમાં, સંગીતમાં બધે ફેલાઈ ગયેલી તમે જોઈ શકો છો. ભારતમાં જ્યારે મધ્યયુગ બેઠો ત્યારે દરેક પ્રાન્તીય શૈલીમાં મધ્યકાળનાં જે ખાસ લક્ષણો છે તે બધાંમાં એકાએક એકસહ પ્રગટ થયાં. શા માટે? | |||
'''મ. ઢાંકી :''' મારા ગુજરાતી તેમજ અંગ્રેજીમાં જુદા-જુદા લેખોમાં આ વિભાવોના મેનીફેસ્ટેશન્સ સાથે જે દાર્શનિક (ફિલોસોફિકલ) ભાવો છે તેની ચર્ચા કરી હતી. દશેક વર્ષ પહેલાં સાવલીના સેમિનારમાં મેં કહ્યું હતું ને કે કોઈ એક સંસ્કૃતિમાં કોઈ એક સમયે અને એક પ્રદેશમાં જેટલા એના ઘટકો હોય છે, ને એના પૃથક્ પૃથક્ આવિર્ભાવો હોય છે, તે બધા એક આદર્શ અને લક્ષ્ય તરફ અભિસરિત CONVERGE થતા હોય છે. કન્વર્જ ટુ ધી સેઇમ આઇડિયલ્સ એન્ડ ગોલ્સ. એટલે એ રીતે માધ્યમ અલગ અલગ હોવા છતાં તેની અભિવ્યક્તિમાં ઘણી સમાંતરતા રહે છે. આજની જ વાત કરીએ. આધુનિક યુગમાં તો મૂળે ચિત્રકલાના ક્ષેત્રે શરૂ થયેલી અદ્યતનતા પછી શિલ્પમાં, સ્થાપત્યમાં, સાહિત્યમાં, સંગીતમાં બધે ફેલાઈ ગયેલી તમે જોઈ શકો છો. ભારતમાં જ્યારે મધ્યયુગ બેઠો ત્યારે દરેક પ્રાન્તીય શૈલીમાં મધ્યકાળનાં જે ખાસ લક્ષણો છે તે બધાંમાં એકાએક એકસહ પ્રગટ થયાં. શા માટે? કારણ કે એ એક અનિવાર્યપણે બનતી સાંસ્કૃતિક ઘટના છે. એને પછી કાળનો મહિમા ‘કાળવાદ' માનો કે પછી ‘સ્વભાવવાદ’ માનો કે પછી ‘નિયતિવાદ’ માનો – ફિલસૂફીમાં આવા કેટલાક મોટા મોટા વાદો છે - કે કોઈ અન્ય કારણસર યા બધાં જ કારણોને લઈને તેની અંતિમ ‘યુનિટરી’ અસર આવતી હોય, એક એવું દુષ્ટ કે અદૃષ્ટ બળ કામ કરીને ઐક્યપૂર્ણ, એકલક્ષી સમાંતરતા સિદ્ધ કરી જાય છે. એને વ્યવહારમાં સિદ્ધ કરનાર કોણ?વ્યક્તિઓ કે પછી સમૂહ, સમુદાય છે, જેના થકી બધું સર્જાય છે. એ બધાંને એકસાથે સરખા વિચાર કેમ આવે છે? આ પ્રશ્નોનો તો ઉકેલ નીકળે ત્યારે ખરું. | |||
'''યજ્ઞેશ :''' '''''તમે ઈશ્વરના વિભાવ અને દેવાલય સ્થાપત્ય વિશે કહેતા હતા કે ભારતની અંદર જે લીલાભાવ છે તે આપણા ઈશ્વરના કોન્સેપ્ટ સાથે, કેથેડ્રલની અંદર જે કરુણ-ભવ્ય તત્ત્વ છે તેને ક્રાઇસ્ટ સાથે જોડી શકીએ. ઇસ્લામમાં અલ્લાહ અમૂર્ત છે તો મસ્જિદના સ્થાપત્ય પર પણ તેની અસર થયેલી છે એવી કશી વાત તમે કરતા હતા.''''' | '''યજ્ઞેશ :''' '''''તમે ઈશ્વરના વિભાવ અને દેવાલય સ્થાપત્ય વિશે કહેતા હતા કે ભારતની અંદર જે લીલાભાવ છે તે આપણા ઈશ્વરના કોન્સેપ્ટ સાથે, કેથેડ્રલની અંદર જે કરુણ-ભવ્ય તત્ત્વ છે તેને ક્રાઇસ્ટ સાથે જોડી શકીએ. ઇસ્લામમાં અલ્લાહ અમૂર્ત છે તો મસ્જિદના સ્થાપત્ય પર પણ તેની અસર થયેલી છે એવી કશી વાત તમે કરતા હતા.''''' | ||
| Line 80: | Line 83: | ||
'''યજ્ઞેશ :''' '''''ઢાંકીસાહેબ, સંગીતની વાત નીકળી તો યાદ આવ્યું કે તમારું સંગીતનું પુસ્તક 'સપ્તક' થોડાં વર્ષ પહેલાં બહાર પડ્યું; પણ એ પહેલાં આપના લેખો જે આવેલા તેના પરથી સંસ્કારપ્રિય, સંગીતપ્રિય રસિકોને ખ્યાલ હતો જ કે આપ હિંદુસ્તાની અને કર્ણાટક સંગીતના સારા જાણકાર છો. તો આ બન્ને શૈલીઓ, પરિપાટીમાં આપનો પ્રવેશ કેવી રીતે થયો.''''' | '''યજ્ઞેશ :''' '''''ઢાંકીસાહેબ, સંગીતની વાત નીકળી તો યાદ આવ્યું કે તમારું સંગીતનું પુસ્તક 'સપ્તક' થોડાં વર્ષ પહેલાં બહાર પડ્યું; પણ એ પહેલાં આપના લેખો જે આવેલા તેના પરથી સંસ્કારપ્રિય, સંગીતપ્રિય રસિકોને ખ્યાલ હતો જ કે આપ હિંદુસ્તાની અને કર્ણાટક સંગીતના સારા જાણકાર છો. તો આ બન્ને શૈલીઓ, પરિપાટીમાં આપનો પ્રવેશ કેવી રીતે થયો.''''' | ||
'''મ. ઢાંકી :''' એવું છે કે કૉલેજના દિવસો દરમિયાન અમે બધા મિત્રો શાસ્ત્રીય સંગીત જરૂર સાંભળતા, એ તરફ રુચિ પણ હતી; પરંતુ અમે ગાતાં સાયગલ, પંકજ મલિક, જગમોહન, હેમંતકુમાર, અને સચીનદેવ બર્મનનાં ગીતો. (સી. એચ. આત્માનાં ગીતો તે વર્ષો પછી આવ્યાં.) સાથે જ કાનનદેવી, અમીરબાઈ કર્ણાટકીના હોય, ‘કિસ્મત’ ફિલ્મના પારુલ ઘોષના પણ હોય. પછી લતા મંગેશકરનાં ગીતો - એ ‘મહેલ’નાં હોય કે પછીનાં વર્ષોમાં ‘અનારકલી'નાં હોય. આમ અમે ગાયક-ગાયિકાઓ, એમ બન્નેયે ગાયેલાં ગીતો ગાતાં. કારણ એ કે એ વખતનું મ્યુઝિક મેલૉડિયસ હતું. એટલે સંગીતમાં રુચિ કેળવાઈ તેમાં રહેલા મૅલૉડીના તત્ત્વને કારણે. ને એ વખતે (મોટે ભાગે ૧૯૪૭માં) ‘મીરાં’ ફિલ્મ પૂનામાં આવેલી. એમાં એમ. એસ. શુભલક્ષ્મી ‘મીરાં'ના પાઠમાં છે. શુભલક્ષ્મીના કંઠના વખાણ ખૂબ સાંભળેલાં. મારા પિતાજીના એક મિત્ર – અમુભાઈ ખેતાણી વડિયાવાળા – કહેતા કે જ્યુથિકા રોયમાં પણ તમને એવા અદ્ભુત કંઠ અને ભાવની વાત નહીં મળે. એટલે એમને સાંભળવાની ઇચ્છા તો હતી. મીરાં ફિલ્મમાં એમણે ગાયેલાં ભજનો ફિલ્મમાં સાંભળ્યાં ત્યારે તો એમ લાગ્યું કે આ તો મદ્રાસી મીરાં છે ! સ્વરોને કંપાવીને ગાય અને એમના ઉચ્ચારો સાંભળીને અમને હસવું આવેલું. પણ એક દિવસ હૉસ્ટેલમાંથી ડેક્કન જીમખાના તરફ જતા હતા ત્યારે ઉપર એક મકાનમાં નૂરજહાંનું એક ગીત વાગતું હતું ને નીચે એક ભજનની ચૂડી લગાવેલી. ભજન દિવ્ય લાગે; અને પેલું ઉપરવાળું એની પાસે અતિશય હલકું લાગે. એમ થયું કે આ નીચે વળી કોણ ગાય છે, જુઓ તો ખરા. નીચે એક રેકર્ડ લાઇબ્રેરી નવી ખૂલી હતી. આઠ આના આપો. એટલે તમને ગમતી રેકર્ડ લગાડે. એના સંચાલક પાસે રેકર્ડોનું મોટું લિસ્ટ હતું. અમે જઈને પૂછ્યું કે આ કોનું ભજન વગાડાતું હતું, તો કહે એમ. એસ. શુભલક્ષ્મીનું, બસો મેરે નેયનન મેં નંદલાલ. જ્યારે ફિલ્મ જોઈ ત્યારે તો એની ગુણવત્તાની ખબર નહોતી પડી. એ વખતે એની બહુ અપીલ પણ નહોતી થયેલી. પણ આજ એ બહુ ગમી ગયું. અમે બધાયે આઠ-આઠ આના કાઢ્યા, ને તે રાતે ‘મીરાં'નાં બધાં જ ગીતો સાંભળ્યાં. પછી તો રોજનું વ્યસન થઈ ગયું. બીજાં બધાં ગીતો છોડીને અમે એને જ સાંભળીએ. અને એ ગીતો પહેલાં કાનમાં ને પછી કંઠમાં બેસવા લાગ્યાં. એનાં બહુ ગમતાં ભજનોની મેં રેકર્ડો ખરીદી લીધી ને ૧૯૪૮માં અભ્યાસ પૂરો કરી ઘરે આવ્યો ત્યારે પોરબંદરમાં એ રોજ વગાડું. ને એ રીતે એ ભજનો કંઠમાં બરોબર બેસી ગયાં. હું એને બહુ ધ્યાનપૂર્વક ગાતો, પણ એક તત્ત્વ ખૂટતું હતું. શુભલક્ષ્મીના અવાજનો રણકાર. આ ઝંકાર કેવી રીતે લાવવો? | '''મ. ઢાંકી :''' એવું છે કે કૉલેજના દિવસો દરમિયાન અમે બધા મિત્રો શાસ્ત્રીય સંગીત જરૂર સાંભળતા, એ તરફ રુચિ પણ હતી; પરંતુ અમે ગાતાં સાયગલ, પંકજ મલિક, જગમોહન, હેમંતકુમાર, અને સચીનદેવ બર્મનનાં ગીતો. (સી. એચ. આત્માનાં ગીતો તે વર્ષો પછી આવ્યાં.) સાથે જ કાનનદેવી, અમીરબાઈ કર્ણાટકીના હોય, ‘કિસ્મત’ ફિલ્મના પારુલ ઘોષના પણ હોય. પછી લતા મંગેશકરનાં ગીતો - એ ‘મહેલ’નાં હોય કે પછીનાં વર્ષોમાં ‘અનારકલી'નાં હોય. આમ અમે ગાયક-ગાયિકાઓ, એમ બન્નેયે ગાયેલાં ગીતો ગાતાં. કારણ એ કે એ વખતનું મ્યુઝિક મેલૉડિયસ હતું. એટલે સંગીતમાં રુચિ કેળવાઈ તેમાં રહેલા મૅલૉડીના તત્ત્વને કારણે. ને એ વખતે (મોટે ભાગે ૧૯૪૭માં) ‘મીરાં’ ફિલ્મ પૂનામાં આવેલી. એમાં એમ. એસ. શુભલક્ષ્મી ‘મીરાં'ના પાઠમાં છે. શુભલક્ષ્મીના કંઠના વખાણ ખૂબ સાંભળેલાં. મારા પિતાજીના એક મિત્ર – અમુભાઈ ખેતાણી વડિયાવાળા – કહેતા કે જ્યુથિકા રોયમાં પણ તમને એવા અદ્ભુત કંઠ અને ભાવની વાત નહીં મળે. એટલે એમને સાંભળવાની ઇચ્છા તો હતી. મીરાં ફિલ્મમાં એમણે ગાયેલાં ભજનો ફિલ્મમાં સાંભળ્યાં ત્યારે તો એમ લાગ્યું કે આ તો મદ્રાસી મીરાં છે ! સ્વરોને કંપાવીને ગાય અને એમના ઉચ્ચારો સાંભળીને અમને હસવું આવેલું. પણ એક દિવસ હૉસ્ટેલમાંથી ડેક્કન જીમખાના તરફ જતા હતા ત્યારે ઉપર એક મકાનમાં નૂરજહાંનું એક ગીત વાગતું હતું ને નીચે એક ભજનની ચૂડી લગાવેલી. ભજન દિવ્ય લાગે; અને પેલું ઉપરવાળું એની પાસે અતિશય હલકું લાગે. એમ થયું કે આ નીચે વળી કોણ ગાય છે, જુઓ તો ખરા. નીચે એક રેકર્ડ લાઇબ્રેરી નવી ખૂલી હતી. આઠ આના આપો. એટલે તમને ગમતી રેકર્ડ લગાડે. એના સંચાલક પાસે રેકર્ડોનું મોટું લિસ્ટ હતું. અમે જઈને પૂછ્યું કે આ કોનું ભજન વગાડાતું હતું, તો કહે એમ. એસ. શુભલક્ષ્મીનું, બસો મેરે નેયનન મેં નંદલાલ. જ્યારે ફિલ્મ જોઈ ત્યારે તો એની ગુણવત્તાની ખબર નહોતી પડી. એ વખતે એની બહુ અપીલ પણ નહોતી થયેલી. પણ આજ એ બહુ ગમી ગયું. અમે બધાયે આઠ-આઠ આના કાઢ્યા, ને તે રાતે ‘મીરાં'નાં બધાં જ ગીતો સાંભળ્યાં. પછી તો રોજનું વ્યસન થઈ ગયું. બીજાં બધાં ગીતો છોડીને અમે એને જ સાંભળીએ. અને એ ગીતો પહેલાં કાનમાં ને પછી કંઠમાં બેસવા લાગ્યાં. એનાં બહુ ગમતાં ભજનોની મેં રેકર્ડો ખરીદી લીધી ને ૧૯૪૮માં અભ્યાસ પૂરો કરી ઘરે આવ્યો ત્યારે પોરબંદરમાં એ રોજ વગાડું. ને એ રીતે એ ભજનો કંઠમાં બરોબર બેસી ગયાં. હું એને બહુ ધ્યાનપૂર્વક ગાતો, પણ એક તત્ત્વ ખૂટતું હતું. શુભલક્ષ્મીના અવાજનો રણકાર. આ ઝંકાર કેવી રીતે લાવવો? પછી વિચારતાં ખ્યાલ આવ્યો કે એની પાછળ કર્ણાટક સંગીતની તાલીમ છે. એમને તો એ નાનપણથી મળેલી છે. એમનો જે કંપિત સ્વર છે તેમાંથી આ રણકાર, ઝંકાર ઊભો થાય છે. એ સંગીત પોરબંદરમાં તો કોણ શીખવે? હમણાં જ એક લેખમાં મેં કર્ણાટક સંગીત અને હિંદુસ્તાની સંગીતની મારી તાલીમ બનારસમાં કેવી રીતે શરૂ થઈ એની થોડી ચર્ચા કરી છે. શીખવાનો મોકો બના૨સમાં મળ્યો. મારા સ્ટેનોગ્રાફરના મોટા ભાઈ વેંકટરામનું મોટા ગાયક અને વાયોલીનિસ્ટ હતા. તેમની પાસે તાલીમ શરૂ કરી. એ પછી ચંદ્રશેખર અને વીરભદ્ર રાવ પાસેથી. એ સિવાય મૈસુરમાં શ્રીમતી નીલમ્મા કડમ્બિ પાસેથી શીખ્યો. એ ગાળામાં સંગીત તથા સંગીતકારો આદિ વિષયો ૫૨ લેખો પણ લખવાનું શરૂ કર્યું. તમે કહો છો કે ‘સપ્તક'ને લીધે એ લખાણોને પ્રસિદ્ધિ મળી, પણ એવું કાંઈ નથી. એ છૂટક છૂટક લખાયેલા- છપાયેલા બધા લેખો ઉપલબ્ધ હતા જ, પણ દટાઈ ગયેલા. ‘સપ્તક’ પુસ્તકમાં એમાંથી કેટલાક ભેગા કરીને સંચય રૂપે આપ્યા. | ||
'''યજ્ઞેશ :''' '''''તમારો ‘આગિયો ને સ્વર્ણ ભ્રમર' લેખ તો જ્યારે ‘ઊહાપોહ’માં છપાયેલો ત્યારે ઘણાબધાને તે ગમેલો અને પુસ્તક રૂપે આવે તે પહેલાં મેં ઘણા મિત્રોને તેની ઝેરોક્ષ આપેલી. આપને ખ્યાલ પણ ન હોય તેટલા લોકોએ એ વાંચેલો.''''' | '''યજ્ઞેશ :''' '''''તમારો ‘આગિયો ને સ્વર્ણ ભ્રમર' લેખ તો જ્યારે ‘ઊહાપોહ’માં છપાયેલો ત્યારે ઘણાબધાને તે ગમેલો અને પુસ્તક રૂપે આવે તે પહેલાં મેં ઘણા મિત્રોને તેની ઝેરોક્ષ આપેલી. આપને ખ્યાલ પણ ન હોય તેટલા લોકોએ એ વાંચેલો.''''' | ||
'''મ. ઢાંકી :''' (મજાકમાં હસાવતા). તમે મને પહેલાં કહ્યું હોત તો તમને મારા પુરોહિત તરીકે નીમી દેત. | '''મ. ઢાંકી :''' (મજાકમાં હસાવતા). તમે મને પહેલાં કહ્યું હોત તો તમને મારા પુરોહિત તરીકે નીમી દેત. | ||
'''યજ્ઞેશ :''' '''''(હાસ્ય...) કર્ણાટક સંગીત અને હિંદુસ્તાનીમાં તમને ગમતા કલાકારો કયા કયા? | '''યજ્ઞેશ :''' '''''(હાસ્ય...) કર્ણાટક સંગીત અને હિંદુસ્તાનીમાં તમને ગમતા કલાકારો કયા કયા? કોઈ ખાસ ઘરાનાના વિશેષ ગમતા હોય?''''' | ||
'''મ. ઢાંકી :''' એવું છે કે ક્લાસિકલ સંગીત વિશિષ્ટ છે. એ શાસ્ત્રીય સંગીતની અપીલમાં ઘરાના તો કામ કરે છે જ પણ જે ગાનાર વ્યક્તિ છે, તેણે જે તાલીમ લીધેલ હોય, તેની સ્વકીય સાંગીતિક સંવેદના સાથે, તેનો માધુર્યપૂર્ણ કંઠ, એવા એવા ઘણા વેરીએબલ્સ તેમાં સંડોવાયેલાં છે. એ બધાં એકઠાં થાય ત્યારે જ અદ્ભુત સંગીતનો આવિર્ભાવ થાય. એવું સો એ સો ટકા તો કોઈનામાં ન હોય. ઘરાનાની અને ગાયકોની પોતાની ખાસિયતો હોય, સાથે એની મર્યાદાઓ પણ હોય. ગાનારાઓમાં અને ગાયનમાં જેમ ગુણ હોય તેમ દોષ પણ હોય. ગાયક-શિષ્યોમાં ગુરુઓના ખરાબ મેનેરિઝમ્સ પણ ઊતર્યા હોય. આવું બધું હોય છે. એની વચ્ચે વચ્ચે પણ સારું સંગીત તમને મળે. અમુક રાગો બહુ સરસ છે અને મને પોતાને એની ઘણી અપીલ છે, જ્યારે અમુક રાગોની અપીલ નથી. હવે એવા unappealing રાગો જ્યારે કોઈ ગાય, પછી તે ગમે તેવો સારો ગાયક હોય તોયે મને તે સાંભળતાં કંટાળો જ આવે છે. એટલે જ્યારે આપણે સંગીતમાં પસંદગી દર્શાવીએ છીએ ત્યારે તે સાપેક્ષ જ સમજવાની, એ આત્મનિષ્ઠ(subjective) જ હોવાની. કર્ણાટક સંગીતના ગાયક-ગાયિકાઓમાં મને મહારાજપુરમ્ અંતાનમ્ મદુરાઈ શેષગોપાલન્ ઉન્નિકૃષ્ણન્ યેશુ દાસ, ડી. કે. પટ્ટમાલ, શુભલક્ષ્મી, એમ. એલ. વસંત કુમારી, શ્રીરંગમ્ ગોપાલરત્નમ્ નીલમ્મા કડમ્બિ વગેરે. હિંદુસ્તાની સંગીતની વાત કરીએ તો ખાસ કરીને મુસ્લિમ ગાયકોની ગાયકી મને ગમે છે. અમુક જૂના બહુ સારા ગાયકોને મેં રેડિયો પર સાંભળેલા. પણ ઉદઘોષક નામ બોલે ત્યાં તો રશ્મિતરંગ (radio wave) ફરી જાય એથી નામ પૂરાં સંભળાય નહીં. જેનાં નામો પણ હવે યાદ નથી એવાય ઘણા સારા ગાયકો સાંભળેલા છે. અત્યારના ગાયકોમાં ૨સીદખાં, મહેન્દ્ર ટોકે વગેરે સારું ગાય છે. ઉ. શરાફતહુસેનખાન પણ કેટલાક રાગો બહુ સારા ગાતા. થોડાં વરસો પહેલાં એ ગુજરી ગયા. એમના આગ્રા ઘરાનાના સિનિયર ગાયક ફૈયાઝખાંનાં ગાન, તાન-મુરકી અને લયકારીનાં તત્ત્વ મને ઘણાં ગમતાં. ખાંસાહેબ અબ્દુલ કરીમખાંનું પણ કેટલુંક ગાન બહુ જ પસંદ હતું. તેમના દીકરા સુરેશબાબુનું મને એક જ રેકોર્ડિંગ, શુદ્ધ કલ્યાણ રાગનું, રેડિયો ૫૨ સાંભળેલ તે પણ સરસ હતું. એઓ ખાંસાહેબ જેવું જ ગાતા. હીરાબાઈ બરોડેકર, સરસ્વતી રાણે એ બધાં તેમના કિરાના ઘરાનાના કલાધરો. એ બધાનું સંગીત મને બહુ પસંદ છે. પતિયાળાના અમાનત અલીખાં-ફતેહ અલીખાં અને નઝકત અલીખાંનું ગાન મને બહુ જ પસંદ છે. આજે અલબત્ત, કેટલાક બહુ પ્રસિદ્ધ ગાયકો- ગાયિકાઓ પણ છે જેનું સંગીત મને નથી ગમતું. હું એમનાં નામો આપવાનું ટાળું છું, તેમની ટીકા નથી કરતો. ‘એતદ્’માં ‘સપ્તક' ઉપ૨ જયદેવભાઈ શુક્લે જે અવલોકન કરેલું તેમાં મારાં જે કેટલાંક ‘ઓમિશન્સ’ હતાં, કે મારાં મંતવ્યો તેમને એક્સેસીવ યા એકપક્ષી લાગેલાં, જેમકે હું કર્ણાટક સંગીતને થોડું વધુ પસંદ કરું છું વગેરે એમણે નોંધેલું, એમણે ઉપસ્થિત કરેલા મુદ્દાઓનો મં્ પછી ખુલાસો ‘એતદ્'માં આપી દીધેલો. | '''મ. ઢાંકી :''' એવું છે કે ક્લાસિકલ સંગીત વિશિષ્ટ છે. એ શાસ્ત્રીય સંગીતની અપીલમાં ઘરાના તો કામ કરે છે જ પણ જે ગાનાર વ્યક્તિ છે, તેણે જે તાલીમ લીધેલ હોય, તેની સ્વકીય સાંગીતિક સંવેદના સાથે, તેનો માધુર્યપૂર્ણ કંઠ, એવા એવા ઘણા વેરીએબલ્સ તેમાં સંડોવાયેલાં છે. એ બધાં એકઠાં થાય ત્યારે જ અદ્ભુત સંગીતનો આવિર્ભાવ થાય. એવું સો એ સો ટકા તો કોઈનામાં ન હોય. ઘરાનાની અને ગાયકોની પોતાની ખાસિયતો હોય, સાથે એની મર્યાદાઓ પણ હોય. ગાનારાઓમાં અને ગાયનમાં જેમ ગુણ હોય તેમ દોષ પણ હોય. ગાયક-શિષ્યોમાં ગુરુઓના ખરાબ મેનેરિઝમ્સ પણ ઊતર્યા હોય. આવું બધું હોય છે. એની વચ્ચે વચ્ચે પણ સારું સંગીત તમને મળે. અમુક રાગો બહુ સરસ છે અને મને પોતાને એની ઘણી અપીલ છે, જ્યારે અમુક રાગોની અપીલ નથી. હવે એવા unappealing રાગો જ્યારે કોઈ ગાય, પછી તે ગમે તેવો સારો ગાયક હોય તોયે મને તે સાંભળતાં કંટાળો જ આવે છે. એટલે જ્યારે આપણે સંગીતમાં પસંદગી દર્શાવીએ છીએ ત્યારે તે સાપેક્ષ જ સમજવાની, એ આત્મનિષ્ઠ(subjective) જ હોવાની. કર્ણાટક સંગીતના ગાયક-ગાયિકાઓમાં મને મહારાજપુરમ્ અંતાનમ્ મદુરાઈ શેષગોપાલન્ ઉન્નિકૃષ્ણન્ યેશુ દાસ, ડી. કે. પટ્ટમાલ, શુભલક્ષ્મી, એમ. એલ. વસંત કુમારી, શ્રીરંગમ્ ગોપાલરત્નમ્ નીલમ્મા કડમ્બિ વગેરે. હિંદુસ્તાની સંગીતની વાત કરીએ તો ખાસ કરીને મુસ્લિમ ગાયકોની ગાયકી મને ગમે છે. અમુક જૂના બહુ સારા ગાયકોને મેં રેડિયો પર સાંભળેલા. પણ ઉદઘોષક નામ બોલે ત્યાં તો રશ્મિતરંગ (radio wave) ફરી જાય એથી નામ પૂરાં સંભળાય નહીં. જેનાં નામો પણ હવે યાદ નથી એવાય ઘણા સારા ગાયકો સાંભળેલા છે. અત્યારના ગાયકોમાં ૨સીદખાં, મહેન્દ્ર ટોકે વગેરે સારું ગાય છે. ઉ. શરાફતહુસેનખાન પણ કેટલાક રાગો બહુ સારા ગાતા. થોડાં વરસો પહેલાં એ ગુજરી ગયા. એમના આગ્રા ઘરાનાના સિનિયર ગાયક ફૈયાઝખાંનાં ગાન, તાન-મુરકી અને લયકારીનાં તત્ત્વ મને ઘણાં ગમતાં. ખાંસાહેબ અબ્દુલ કરીમખાંનું પણ કેટલુંક ગાન બહુ જ પસંદ હતું. તેમના દીકરા સુરેશબાબુનું મને એક જ રેકોર્ડિંગ, શુદ્ધ કલ્યાણ રાગનું, રેડિયો ૫૨ સાંભળેલ તે પણ સરસ હતું. એઓ ખાંસાહેબ જેવું જ ગાતા. હીરાબાઈ બરોડેકર, સરસ્વતી રાણે એ બધાં તેમના કિરાના ઘરાનાના કલાધરો. એ બધાનું સંગીત મને બહુ પસંદ છે. પતિયાળાના અમાનત અલીખાં-ફતેહ અલીખાં અને નઝકત અલીખાંનું ગાન મને બહુ જ પસંદ છે. આજે અલબત્ત, કેટલાક બહુ પ્રસિદ્ધ ગાયકો- ગાયિકાઓ પણ છે જેનું સંગીત મને નથી ગમતું. હું એમનાં નામો આપવાનું ટાળું છું, તેમની ટીકા નથી કરતો. ‘એતદ્’માં ‘સપ્તક' ઉપ૨ જયદેવભાઈ શુક્લે જે અવલોકન કરેલું તેમાં મારાં જે કેટલાંક ‘ઓમિશન્સ’ હતાં, કે મારાં મંતવ્યો તેમને એક્સેસીવ યા એકપક્ષી લાગેલાં, જેમકે હું કર્ણાટક સંગીતને થોડું વધુ પસંદ કરું છું વગેરે એમણે નોંધેલું, એમણે ઉપસ્થિત કરેલા મુદ્દાઓનો મં્ પછી ખુલાસો ‘એતદ્'માં આપી દીધેલો. | ||
| Line 98: | Line 101: | ||
'''યજ્ઞેશ :''' '''''અમુક ગાયકોએ રાગના વ્યક્તિત્વને ઘડ્યું હોય એ સંદર્ભમાં.''''' | '''યજ્ઞેશ :''' '''''અમુક ગાયકોએ રાગના વ્યક્તિત્વને ઘડ્યું હોય એ સંદર્ભમાં.''''' | ||
'''મ. ઢાંકી :''' કેટલાક એવું માને છે કે હું જે રાગ-ગાનના, એના વ્યક્તિત્વ નિખારવા માટેનાં લક્ષણો કહું છું તેની કોઈ જ જરૂર નથી. વાદી- સંવાદી વગર પણ ચાલી શકે, દક્ષિણમાં તો ચાલે જ છે. મારા પરિચિત સંગીતવિદ્વાન સનતકુમાર ભટ્ટ આવું માનનારામાંના એક છે. દરેક રાગમાં પોતપોતાની આગવી આંતરિક સુંદરતા છે જ; એની વિરુદ્ધ કહેવાનો કંઈ અર્થ નથી. મેં કહ્યું સૈદ્ધાંતિક રીતે તો એ બરોબર છે, પણ જ્યારે હું લખતો હોઉં ત્યારે મારી રુચિ અને અનુભૂતિ અનુસાર લખતો હોઉં. એને તમે ન માનો તો મને કંઈ વાંધો નથી, કારણ કે એ ભાવના કંઈ સાર્વભૌમ નથી. અબાધ નિર્ણય કોણ કરી શકે? | '''મ. ઢાંકી :''' કેટલાક એવું માને છે કે હું જે રાગ-ગાનના, એના વ્યક્તિત્વ નિખારવા માટેનાં લક્ષણો કહું છું તેની કોઈ જ જરૂર નથી. વાદી- સંવાદી વગર પણ ચાલી શકે, દક્ષિણમાં તો ચાલે જ છે. મારા પરિચિત સંગીતવિદ્વાન સનતકુમાર ભટ્ટ આવું માનનારામાંના એક છે. દરેક રાગમાં પોતપોતાની આગવી આંતરિક સુંદરતા છે જ; એની વિરુદ્ધ કહેવાનો કંઈ અર્થ નથી. મેં કહ્યું સૈદ્ધાંતિક રીતે તો એ બરોબર છે, પણ જ્યારે હું લખતો હોઉં ત્યારે મારી રુચિ અને અનુભૂતિ અનુસાર લખતો હોઉં. એને તમે ન માનો તો મને કંઈ વાંધો નથી, કારણ કે એ ભાવના કંઈ સાર્વભૌમ નથી. અબાધ નિર્ણય કોણ કરી શકે? જે સર્વજ્ઞ, સર્વદ્રષ્ટા હોય તેનો જ શબ્દ આખરી ગણાય. ને વ્યવહારમાં તે સંભવિત નથી. એટલે વાદ જરૂર કરી શકાય, પણ વિવાદ ન થવો જોઈએ. | ||
'''યજ્ઞેશ :''' '''''કેટલાક રાગો અલ્પખ્યાત રહ્યા છે. અને એ અલ્પખ્યાત રાગોને પણ પાછા ખોદકામ કરીને બહાર કાઢી તેનું સંમાર્જન કરી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન થતો હોય છે. પણ મહદ્ અંશે આવા બધા પ્રયત્ન છતાં એ અલ્પખ્યાત રાગો અલ્પખ્યાત જ રહે છે; અને અમુક જ રાગ સપાટી પર આવી લોકોના મનમાં ઘર કરે છે. તો તેની પાછળ ક્યાં રસકીય કારણો હોઈ શકે?''''' | '''યજ્ઞેશ :''' '''''કેટલાક રાગો અલ્પખ્યાત રહ્યા છે. અને એ અલ્પખ્યાત રાગોને પણ પાછા ખોદકામ કરીને બહાર કાઢી તેનું સંમાર્જન કરી લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન થતો હોય છે. પણ મહદ્ અંશે આવા બધા પ્રયત્ન છતાં એ અલ્પખ્યાત રાગો અલ્પખ્યાત જ રહે છે; અને અમુક જ રાગ સપાટી પર આવી લોકોના મનમાં ઘર કરે છે. તો તેની પાછળ ક્યાં રસકીય કારણો હોઈ શકે?''''' | ||
'''મ. ઢાંકી :''' એવું છે કે પહેલો સવાલ મારા ‘આગિયો અને સ્વર્ણ ભ્રમર' લેખમાં મેં પણ પૂછેલો અને આપણો દોસ્ત રિયાઝ પણ તે વાત સમજેલો છે. કોઈ પણ રાગોનું અપ્રચિલત થઈ જવાનું કારણ શું? | '''મ. ઢાંકી :''' એવું છે કે પહેલો સવાલ મારા ‘આગિયો અને સ્વર્ણ ભ્રમર' લેખમાં મેં પણ પૂછેલો અને આપણો દોસ્ત રિયાઝ પણ તે વાત સમજેલો છે. કોઈ પણ રાગોનું અપ્રચિલત થઈ જવાનું કારણ શું? એમાં રસનો અભાવ, એટલે કે આંતરિક રસ નથી એટલે. તમે ગમે તેટલાં સમભાવ અને સહાનુભૂતિ જુવારની ડાંડ૨ ૫૨ રાખો, અને પીલ્યે જાઓ તોયે પણ શેરડીને પીલો ને જે રસ નીકળે અને આ ડાંડરમાંથી નીકળે તે રસમાં ફેર તો રહેવાનો જ (હાસ્ય...). | ||
'''યજ્ઞેશ :''' '''''તમને યમન બહુ ગમે છે. અને માલકોસ પણ ગમે છે. તેની વિશિષ્ટ અસરની તમે વાત કરેલી છે, તો તમને યમન કેમ ગમે છે?''''' | '''યજ્ઞેશ :''' '''''તમને યમન બહુ ગમે છે. અને માલકોસ પણ ગમે છે. તેની વિશિષ્ટ અસરની તમે વાત કરેલી છે, તો તમને યમન કેમ ગમે છે?''''' | ||
'''મ. ઢાંકી :''' એવું છે, મને યાદ આવે છે કે એક પરદેશીએ, મોટે ભાગે બ્રિટિશ લેખકે, આજથી સિત્તેર-એંશી વર્ષ પહેલાં, ભારતીય શાસ્ત્રીય સંગીત પરના તેના પ્રતિભાવો લખેલા ત્યારે તેમાં એમ કહેલું કે મુસ્લિમ ગાયકો ઉદ્દીપક અને રોચક રાગો ગાતા હોય છે, જ્યારે હિંદુ ગાયકો એવા રાગો પસંદ કરે છે કે જે ઉદાસ-ગંભીર હોઈ સાંભળવામાં મજા આવતી નથી, રસ પડતો નથી. યમન રાગને મુસ્લિમ ગાયકોએ ખૂબ પલોટ્યો છે અને ઉપયોગ પણ કરેલો છે. અને એ ગાયકો તેમ જ એ કાળના શ્રોતાઓની પસંદગીમાં એ કાળે રોચક રાગો જ વધુમાં વધુ પ્રમાણમાં સ્થાન પામતા. આજે તો નવી પેઢીના ગાયકો બધા જ ઉપલબ્ધ રાગો ગાય છે. યમન રાગ એટલો સરસ છે કે ઉલ્લાસમય હવા ખડી કરી દેવામાં તેમ જ સંગીતના ઘણા પ્રકારો - ખ્યાલ, ગઝલ, ટપ્પા, ભજન, શ્લોકો આદિમાં - યોગ્ય વાતાવરણ ઊભું કરી દેવામાં સક્ષમ છે. રાગ તરીકે એના વિસ્તાર- પ્રસ્તાર પણ ઘણા પ્રમાણમાં થઈ શકે છે. તેમાં ઊંડાણ પણ ઘણું છે, ગાયક તાગી શકે એટલું ઊંડાણ. મારા દાક્ષિણાત્ય ગુરુ નીલમ્મા કડમ્બીએ દક્ષિણના કલ્યાણી રાગ અને ઉત્તરના તત્સમાન રાગ યમનની વાત નીકળતાં મને કહેલું : ‘યમન ઈઝ ધ મોસ્ટ પ્લીઝિંગ રાગ. | '''મ. ઢાંકી :''' એવું છે, મને યાદ આવે છે કે એક પરદેશીએ, મોટે ભાગે બ્રિટિશ લેખકે, આજથી સિત્તેર-એંશી વર્ષ પહેલાં, ભારતીય શાસ્ત્રીય સંગીત પરના તેના પ્રતિભાવો લખેલા ત્યારે તેમાં એમ કહેલું કે મુસ્લિમ ગાયકો ઉદ્દીપક અને રોચક રાગો ગાતા હોય છે, જ્યારે હિંદુ ગાયકો એવા રાગો પસંદ કરે છે કે જે ઉદાસ-ગંભીર હોઈ સાંભળવામાં મજા આવતી નથી, રસ પડતો નથી. યમન રાગને મુસ્લિમ ગાયકોએ ખૂબ પલોટ્યો છે અને ઉપયોગ પણ કરેલો છે. અને એ ગાયકો તેમ જ એ કાળના શ્રોતાઓની પસંદગીમાં એ કાળે રોચક રાગો જ વધુમાં વધુ પ્રમાણમાં સ્થાન પામતા. આજે તો નવી પેઢીના ગાયકો બધા જ ઉપલબ્ધ રાગો ગાય છે. યમન રાગ એટલો સરસ છે કે ઉલ્લાસમય હવા ખડી કરી દેવામાં તેમ જ સંગીતના ઘણા પ્રકારો - ખ્યાલ, ગઝલ, ટપ્પા, ભજન, શ્લોકો આદિમાં - યોગ્ય વાતાવરણ ઊભું કરી દેવામાં સક્ષમ છે. રાગ તરીકે એના વિસ્તાર- પ્રસ્તાર પણ ઘણા પ્રમાણમાં થઈ શકે છે. તેમાં ઊંડાણ પણ ઘણું છે, ગાયક તાગી શકે એટલું ઊંડાણ. મારા દાક્ષિણાત્ય ગુરુ નીલમ્મા કડમ્બીએ દક્ષિણના કલ્યાણી રાગ અને ઉત્તરના તત્સમાન રાગ યમનની વાત નીકળતાં મને કહેલું : ‘યમન ઈઝ ધ મોસ્ટ પ્લીઝિંગ રાગ.’ પ્રેમલતા શર્મા સ્વર્ગવાસી થયાં ત્યારે દિલ્હીમાં સંગીત-નાટક એકેડેમીમાં એમને નિવાપાંજલિ આપવા અમે બધાં ભેગા થયા હતાં ત્યારે તેમણે ઓરિસ્સામાં જે ભાષણ આપેલું તેની વિડિયો કૅસેટ મૂકી હતી. તેમાં તેમણે કહેલું : પંડિતજી (પં. ઓમકારનાથ ઠાકુર) ઐસા કહેતે થે કે યમન કે બસ દો સૂર લગા દિજીયે ઔર અ...હા...હા..., જો વાતાવરણ ખડા હો જાતા હૈ' આ જે જૂના મહાન્ ગાયકો હતા તે પણ આવા ખુશનુમા રાગો જ પસંદ કરતા. રશિયામાં જ્યારે ભારતીય સંગીતકારો સાથેનું આપણું શિષ્ટમંડળ ગયેલું ત્યારે તેમાં હિંદુસ્તાની અને દાક્ષિણાત્ય ગાયક-ગાયિકાઓ પણ હતાં. તેમાં મૈસૂર યુનિવર્સિટીનાં શિક્ષિકા ગૌરી કુપુસ્વામીને હું પછીથી મળેલો. તેમણે કહેલું : ‘તમારા હિંદુસ્તાની ઉત્તમ રાગોને સાંભળવા અમે બહુ આતુર હતા, પણ એમણે અમને ગમતા નથી તેવા બધા અમારા રાગો ગાયા અને સાથે તમારા હિંદુસ્તાની થર્ડ ક્લાસ રાગો ગાયા. રશિયનો સાથે અમે પણ નિરાશ થઈ ગયાં.’ આપણા ગાયકાદિને એટલી સમજ નથી કે આપણે પરદેશમાં જ્યારે આપણા સંગીતની રજૂઆત કરીએ ત્યારે જે ઉત્તમ અને અપીલિંગ રાગો છે તે જ ગાવા જોઈએ. તેને બદલે અપ્રચલિત રાગો ગાઈ ત્યાં બહાદુરી બતાવવાનો શો અર્થ છે? આજે પણ કેટલાય ગાયકો એવા છે કે હોશિયારીનું પ્રદર્શન કરવા મહેફિલોમાં અપ્રચલિત રાગો ખાસ ગાય છે. હું ગાયકનું નામ નહીં આપું. પણ અમે બનારસ છોડ્યું ત્યારે થોડા દિવસ પહેલાં એક પ્રસિદ્ધ ગાયકની બેઠકમાં અમે મોટી આશા લઈને ગયેલા. એમણે શરૂઆત કરી ‘માલગુંજી’થી. રાગ લગભગ પોણો કલાક ગાયો. તાનોની ઘડબડાટી બોલાવી ને એવું એવું ઘણું કર્યું, પણ અમે બધાં ત્રાસી ગયાં. ઇન્ટરવલ આવ્યો અને બીજો રાગ ગાવા માટે તેઓ તાનપૂરા મેળવતા હતા ત્યારે મોટા ભાગના ઊઠીને ચાલતા થયા. મેં પણ કહ્યું, ‘ભાઈ, ઘર ભેગા થાવ, જો એણે આથી પણ ખરાબ કંઈ કાઢ્યું તો આપણી રાત બગડી જશે. સૂવાના મેળના નહીં રહીએ. ભાગો અહીંથી.' પછી મને રિપોર્ટ મળ્યા કે સાંભળનારાઓમાં ચાર પાંચ જ બાકી રહ્યા હતા અને એ બધા બના૨સમાં વસતા સંગીતકારો જ હતા, જે નછૂટકે બેઠા હતા. તેમની જો બેઠકમાં આ હાલત થાય તો તો થાય કે આ તે ગાન છે કે સજાનો આદેશ? મેં અગાઉ આ જ વાત લખી છે કે આવા રાગો મહેફિલમાં ન ગાવા જોઈએ. પંડિતો આગળ તમે ચાતુરી બતાવ્યે રાખો તે ચાલે; અન્યત્ર ચાતુરી-પ્રદર્શન સારી વસ્તુ નથી. | ||
માલકોસ વિશે જોઈએ તો તે તો રાગસમ્રાટ છે. ભવ્યાતિભવ્ય, આધ્યાત્મિક ઊંડાણવાળો. મેં એને અન્યત્ર ભગવાન્ શંકરના તાંડવને સંગાથ દેનાર રાગ કહ્યો છે જ. મને તો એ અત્યધિક પ્રિય છે. | માલકોસ વિશે જોઈએ તો તે તો રાગસમ્રાટ છે. ભવ્યાતિભવ્ય, આધ્યાત્મિક ઊંડાણવાળો. મેં એને અન્યત્ર ભગવાન્ શંકરના તાંડવને સંગાથ દેનાર રાગ કહ્યો છે જ. મને તો એ અત્યધિક પ્રિય છે. | ||
'''યજ્ઞેશ :''' '''''તમે સંગીતની વાત કરતા હતા ત્યારે આ પહેલાં એક રેડિયો મુલાકાતમાં તે પછી કેટલાંક જાહેર વ્યાખ્યાનમાં પણ તમે સંગીત, કે જે અમૂર્ત કલા છે તેને સ્થાપત્ય, કે જે મૂર્ત કલા છે તેની સાથે જોડી આપ્યું હતું. કર્ણાટક સંગીત અને કર્ણાટકના રાગો તથા હિંદુસ્તાની સંગીત અને હિંદુસ્તાની રાગોનો દેવાલય-સ્થાપત્ય સાથે સંબંધ જોડી આપેલો. તમે સંગીત અને સ્થાપત્ય બંને વિદ્યાઓમાં કામ કર્યું છે. તેમાંથી આ સૂઝ્યું?મુદ્દો પહેલાં મનમાં હતો અને પછી લેખની અંદર વિકસાવ્યો? શું હતું?''''' | '''યજ્ઞેશ :''' '''''તમે સંગીતની વાત કરતા હતા ત્યારે આ પહેલાં એક રેડિયો મુલાકાતમાં તે પછી કેટલાંક જાહેર વ્યાખ્યાનમાં પણ તમે સંગીત, કે જે અમૂર્ત કલા છે તેને સ્થાપત્ય, કે જે મૂર્ત કલા છે તેની સાથે જોડી આપ્યું હતું. કર્ણાટક સંગીત અને કર્ણાટકના રાગો તથા હિંદુસ્તાની સંગીત અને હિંદુસ્તાની રાગોનો દેવાલય-સ્થાપત્ય સાથે સંબંધ જોડી આપેલો. તમે સંગીત અને સ્થાપત્ય બંને વિદ્યાઓમાં કામ કર્યું છે. તેમાંથી આ સૂઝ્યું? મુદ્દો પહેલાં મનમાં હતો અને પછી લેખની અંદર વિકસાવ્યો? શું હતું?''''' | ||
'''મ. ઢાંકી :''' એવું છે ને કે બન્ને વિષયની જાણકારી હોય તો જ આવી તુલના થવી અને ક૨વી સંભવિત બને. એથી બધાને એની અનુભૂતિ ન થઈ શકે. સંગીત અને સ્થાપત્ય જાણનારા તો દક્ષિણમાં પણ છે અને ઉત્તરમાં પણ છે, પણ થોડા. એ બન્ને કલાઓ વચ્ચે જે સમાંતરતા છે એ તો તમે તમારા નિજી દર્શનથી જ જોઈ શકો. ને તે પછી તેને અભિવ્યક્ત કરી શકો. દરેક એ પ્રકારની પશ્યત્તા ન ધરાવી શકે. મને પોતાને એક વખત એવું દર્શન/આકલન થયું : એકાએક એનો ખ્યાલ આવ્યો. જ્યારે હું કર્ણાટક સંગીત શીખતો હતો ત્યારે તેનો ત્યાંના દેવમંદિરોના આકાર- પ્રકાર સાથેનો મેળ અને હિંદુસ્તાની સંગીત શીખવા તરફ વળ્યો ત્યારે તેનો ઉત્તરના દેવાલય સ્થાપત્ય સાથેનો મેળ માનસપટ પર સ્પષ્ટ બન્યો. પણ બધાને એ વિચાર આવે જ તેવું ન બને. ને મને અગાઉ આવેલો પણ નહીં. વસ્તુતયા આ તથ્ય તરફ મેં અંગ્રેજીમાં લખેલ એક લેખ દ્વારા પહેલી વખત ધ્યાન દોરેલું. પછી ખબર પડી કે એવી વિચારસરણી ધરાવનારા હેગલ સરખા તત્ત્વવિદો પશ્ચિમમાં હતા અને તેમના કથનનું પછીથી ખંડન થયેલું છે. યુરોપિયન સંગીત એ કાળે ગવાતું તેનું કોઈએ કેવળ બુદ્ધિથી, સંવેદનાને જોડીને નહીં, ખંડન કર્યું હશે એમ લાગે છે. જ્યારે ઇન્દિરા ગાંધી નેશનલ સેંટર ફોર ધ આર્ટ્સમાં મેં એ વાત કરેલી ત્યારે તાપસ સેન નામના વિદ્વાને એ હેગેલિયન સિદ્ધાંત હોવાનું અને તેના થયેલા ખંડન પ્રતિ ધ્યાન દોરેલું અને સંગીત અને સ્થાપત્ય બન્ને જુદાં માધ્યમ હોઈ બન્ને વચ્ચે કોઈ જ સંબંધ નથી એવું ભારપૂર્વક કથન કરેલું. એ બેઠકના અધ્યક્ષ ડૉ. સ્ટાલ હતા. તેમણે કહ્યું કે અમે તો નજરે જોઈ શક્યા છીએ કે સંગીત અને સ્થાપત્યનો મેળ જરૂર છે. (મેં એ બન્ને શૈલીનાં મંદિરોની સ્લાઈડો સાથે બન્ને પ્રદેશના રાગોને ગાઈને બતાવેલું.) સ્ટાલે તે પળે કહેલું : ‘ઈટ વોઝ ડેફીનીટ, ઈટ વોઝ ક્વાઈટ એપેરેંટ, કપિલા વાત્સ્યાયન તો તાપસ સેન પર બહુ ગુસ્સે થઈ ગયેલાં વધારામાં તાપસ સેને કહેલું : ‘એનીથિંગ કેન બી એપ્લાઈડ ટુ એનીથિંગ ઈફ યુ ડુ લાઈક ધીસ. | |||
'''મ. ઢાંકી :''' એવું છે ને કે બન્ને વિષયની જાણકારી હોય તો જ આવી તુલના થવી અને ક૨વી સંભવિત બને. એથી બધાને એની અનુભૂતિ ન થઈ શકે. સંગીત અને સ્થાપત્ય જાણનારા તો દક્ષિણમાં પણ છે અને ઉત્તરમાં પણ છે, પણ થોડા. એ બન્ને કલાઓ વચ્ચે જે સમાંતરતા છે એ તો તમે તમારા નિજી દર્શનથી જ જોઈ શકો. ને તે પછી તેને અભિવ્યક્ત કરી શકો. દરેક એ પ્રકારની પશ્યત્તા ન ધરાવી શકે. મને પોતાને એક વખત એવું દર્શન/આકલન થયું : એકાએક એનો ખ્યાલ આવ્યો. જ્યારે હું કર્ણાટક સંગીત શીખતો હતો ત્યારે તેનો ત્યાંના દેવમંદિરોના આકાર- પ્રકાર સાથેનો મેળ અને હિંદુસ્તાની સંગીત શીખવા તરફ વળ્યો ત્યારે તેનો ઉત્તરના દેવાલય સ્થાપત્ય સાથેનો મેળ માનસપટ પર સ્પષ્ટ બન્યો. પણ બધાને એ વિચાર આવે જ તેવું ન બને. ને મને અગાઉ આવેલો પણ નહીં. વસ્તુતયા આ તથ્ય તરફ મેં અંગ્રેજીમાં લખેલ એક લેખ દ્વારા પહેલી વખત ધ્યાન દોરેલું. પછી ખબર પડી કે એવી વિચારસરણી ધરાવનારા હેગલ સરખા તત્ત્વવિદો પશ્ચિમમાં હતા અને તેમના કથનનું પછીથી ખંડન થયેલું છે. યુરોપિયન સંગીત એ કાળે ગવાતું તેનું કોઈએ કેવળ બુદ્ધિથી, સંવેદનાને જોડીને નહીં, ખંડન કર્યું હશે એમ લાગે છે. જ્યારે ઇન્દિરા ગાંધી નેશનલ સેંટર ફોર ધ આર્ટ્સમાં મેં એ વાત કરેલી ત્યારે તાપસ સેન નામના વિદ્વાને એ હેગેલિયન સિદ્ધાંત હોવાનું અને તેના થયેલા ખંડન પ્રતિ ધ્યાન દોરેલું અને સંગીત અને સ્થાપત્ય બન્ને જુદાં માધ્યમ હોઈ બન્ને વચ્ચે કોઈ જ સંબંધ નથી એવું ભારપૂર્વક કથન કરેલું. એ બેઠકના અધ્યક્ષ ડૉ. સ્ટાલ હતા. તેમણે કહ્યું કે અમે તો નજરે જોઈ શક્યા છીએ કે સંગીત અને સ્થાપત્યનો મેળ જરૂર છે. (મેં એ બન્ને શૈલીનાં મંદિરોની સ્લાઈડો સાથે બન્ને પ્રદેશના રાગોને ગાઈને બતાવેલું.) સ્ટાલે તે પળે કહેલું : ‘ઈટ વોઝ ડેફીનીટ, ઈટ વોઝ ક્વાઈટ એપેરેંટ, કપિલા વાત્સ્યાયન તો તાપસ સેન પર બહુ ગુસ્સે થઈ ગયેલાં વધારામાં તાપસ સેને કહેલું : ‘એનીથિંગ કેન બી એપ્લાઈડ ટુ એનીથિંગ ઈફ યુ ડુ લાઈક ધીસ.’ મને ય મજાક કરવાનું મન થઈ ગયેલું ‘કેન યુ એપ્લાય મ્યુઝિક ઓન બ્રીંજલસ?’ બધા હસવા મંડ્યા (હાસ્ય..) કપિલા વાત્સ્યાયને તેમને ખૂબ ઝાડ્યા. કદાચ તાપસ સૈનની ચડામણીવાળી પ્રેરણાથી કોઈ સ્વામીજીએ પછીથી સેમિનારના ગ્રન્થનો જ્યારે રીવ્યુ કરેલો એમાં કહ્યું કે આ સિદ્ધાંતનું પૂર્વે યુરોપમાં ખંડન થઈ ગયું છે. આથી એની એ કોઈ જ વેલિડિટી નથી. પણ એ વાત સાચી નથી. એમને એ જાતની અનુભૂતિ નથી તો હું શું કરું? હું એક વસ્તુ જોઈ શકતો હોઉં તે મારું દર્શન, અને તે હું એમને કેવી રીતે આપી શકું? | |||
'''પરેશ :''' (મજાકમાં) તેમને ખાલી બ્રીંજલની જ અનુભૂતિ હશે ! | |||
'''યજ્ઞેશ :''' '''''તેં તો સાંભળ્યું નથી, પરેશ ! પણ આકાશવાણી મુલાકાત વખતે અને સાવલી સેમિનારમાં ડેમોન્સ્ટ્રેશન આપેલું ઢાંકીસાહેબે. થોડુંક ગાઈને પણ બતાવેલું. કેદારના આલાપમાં ખજૂરાહોના કંદેરિયા મહાદેવની લયાન્વિત રેખાઓ પ્રત્યક્ષ કરાવેલી.'''''' | '''યજ્ઞેશ :''' '''''તેં તો સાંભળ્યું નથી, પરેશ ! પણ આકાશવાણી મુલાકાત વખતે અને સાવલી સેમિનારમાં ડેમોન્સ્ટ્રેશન આપેલું ઢાંકીસાહેબે. થોડુંક ગાઈને પણ બતાવેલું. કેદારના આલાપમાં ખજૂરાહોના કંદેરિયા મહાદેવની લયાન્વિત રેખાઓ પ્રત્યક્ષ કરાવેલી.'''''' | ||
'''પરેશ : | '''પરેશ :''' એ વાત તમે ‘સપ્તક’માં નોંધેલી છે? તમારા ‘આગિયો ને સુવર્ણભ્રમર’ લેખમાં છે? | ||
'''મ. ઢાંકી :''' ના, મારા એક અંગ્રેજી પેપરમાં છે : ‘આર્કિટેક્ટોનિક્સ ઑફ મ્યુઝિક’ જે મેં ઉપરોક્ત સેમિનાર, જે ‘આકાશ (Space)’ વિષય પર હતો, તેના proceedings volumeમાં છપાયો છે. | '''મ. ઢાંકી :''' ના, મારા એક અંગ્રેજી પેપરમાં છે : ‘આર્કિટેક્ટોનિક્સ ઑફ મ્યુઝિક’ જે મેં ઉપરોક્ત સેમિનાર, જે ‘આકાશ (Space)’ વિષય પર હતો, તેના proceedings volumeમાં છપાયો છે. | ||
| Line 118: | Line 123: | ||
'''મ. ઢાંકી :''' (હસતાં....) નહીં તિસરી બાર આપકી જબરદસ્તી નહીં ચલેગી. બે વાર તો તમે મારી પાસે ગવરાવ્યું છે ! | '''મ. ઢાંકી :''' (હસતાં....) નહીં તિસરી બાર આપકી જબરદસ્તી નહીં ચલેગી. બે વાર તો તમે મારી પાસે ગવરાવ્યું છે ! | ||
'''યજ્ઞેશ :''' '''''પણ ઢાંકીસાહેબ ટ્રાંસસ્ક્રીપ્શનમાં ઈ નહીં આવે. (ચુપકીદી.) | '''યજ્ઞેશ :''' '''''પણ ઢાંકીસાહેબ ટ્રાંસસ્ક્રીપ્શનમાં ઈ નહીં આવે. (ચુપકીદી.)''''' | ||
'''યજ્ઞેશ :''' '''''અત્યારે ઢાંકીસાહેબ ! આજે મંદિર સ્થાપત્યકળા ટકી હોય તો તે કેટલાક સંપ્રદાયોને આશ્રયે. અત્યારે જે શૈલીનાં મંદિરો લોકો જુએ છે તે પારંપરિક શૈલીના અનુસંધાનમાં છે? તેનાથી જુદાં છે? | '''યજ્ઞેશ :''' '''''અત્યારે ઢાંકીસાહેબ ! આજે મંદિર સ્થાપત્યકળા ટકી હોય તો તે કેટલાક સંપ્રદાયોને આશ્રયે. અત્યારે જે શૈલીનાં મંદિરો લોકો જુએ છે તે પારંપરિક શૈલીના અનુસંધાનમાં છે? તેનાથી જુદાં છે? અમુક શૈલીઓનો તેમાં સમન્વય થયો છે?''''' | ||
'''મ. ઢાંકી :''' એવું છે કે આજે જે મંદિરો બંધાઈ રહ્યાં છે તે કેટલાક પરંપરાગત સ્થપતિઓએ થોડાક દાયકા પહેલાં, લગભગ પાંચ છ દાયકા પહેલાં, જે જૂના શાસ્ત્રાધારિત પુસ્તકો લખેલાં અને તેમાં તેમની સમજ પ્રમાણે આપણે જેને સોલંકીયુગની શૈલી કહીએ છીએ તેમાંથી તેનો કેટલેક અંશે આધાર લઈ બંધાયાં છે. તેમાંથી શિખરોની રેખાઓ લીધી છે. આજનાં મંદિરોના અમુક અણસારો તેના આધાર પર આકારિત થયા છે. એ લોકોમાં કૌશલ (સ્કીલ) જરૂર છે, પણ તેમાં પ્રાચીન સ્થાપત્યનું અધ્યયન પ્રતિબિંબિત થતું નથી. એટલે એમાં જે જીવંતપણું આવવું જોઈએ તે નથી જ આવી શક્યું. માઈકલ એંજેલોનો ‘ડેવિડ' પ્રાચીન કાળના ગ્રીક મૂર્તિકારોને પણ ઊભા રાખી દે તેવી, તેમની જ શૈલીમાં, મૂર્તિમંત થયો છે. એવું સામર્થ્ય તો આજે પણ છે. એવી સ્કીલ્સ જરૂર અસ્તિત્વમાં છે, પણ સાથોસાથ અધ્યયન કે અભ્યાસ નથી. એ બધાં તાણેલ ‘ટીંહા’ પ્રમાણે હાલ્યા જાય છે. ઇંગ્લૅન્ડમાં પણ આવું જ થયું છે. વિક્ટોરિયન યુગમાં ગૉથિક પુનરુત્થાન આવ્યું. ‘રિવાઈવલિસ્ટ ગૉથિક આર્કિટેક્ચર'નો મોટો જુવાળ આવ્યો ત્યારે કેવળ ડ્રાફ્ટસમેનોએ બનાવેલા ડ્રોંઈગ્ઝ પર નાની મોટી, કેટલીક મહત્ત્વાકાંક્ષી, ઇમારતો પણ બંધાઈ. એ શૈલીમાં બંધાયેલ બ્રિટિશ પાર્લમેન્ટનું મકાન ઘણું ભવ્ય. મેં એક આખો દિવસ એના અભ્યાસમાં ગાળેલો. એ ૧૫મી-૧૬મી શતાબ્દી અનુસારની ‘પર્પેન્ડીક્યુલર સ્ટાઈલ’નાં તત્ત્વો લઈને બનાવેલું. પછી એની સામે જ પશ્ચિમ તરફ વેસ્ટ મિન્સ્ટરનું પ્રસિદ્ધ એબી-ચર્ચ આવેલું છે, જેનો પાછલો ભાગ ૧૬મી સદીમાં બનેલો, તેને મેં ધ્યાનપૂર્વક જોયું ને આની સાથે તુલના કરી. પાર્લમેન્ટના બિલ્ડિંગમાં જરૂરી ‘એલીમેન્ટસ’ તો લીધાં છે, પણ એમાં દેખાવમાં ફેર પડી ગયો છે. પ્રાચીન કેથેડ્રલની વાસ્તુકલામાં જે સુસૂક્ષ્મતા છે, તેનો જે આત્મા છે, એની અંદર એકએક તત્ત્વોની જે રીતે સારવાર કરી છે, એકએક ઘટકોના જે ઘાટ ઘડેલા છે, તેમાં ને આ પાર્લમેન્ટના મકાનનાં સમાંતર તત્ત્વો જોતાં તેમાં સૂક્ષ્મ વિગતો, ખાસ માવજતો, રહી જાય છે. અહીં ડ્રૉઇંગ્ઝ પ્રમાણે કામ થયું છે. તેથી તેના ઘાટડાઓમાં ‘ફ્લૅટનેસ’, સપાટપણું આવી ગયું છે. ટાંકણાનાં જે ઊંડાણો આવવાં જોઈએ, એમાં જે પુરાણા સમર્થ આકારોની પ્રતીતિજનક સચ્ચાઈ આવવી જોઈએ એ નથી. વેસ્ટ મિન્સ્ટરમાં બટ્રેસ ૫૨ની ઘુમટીઓ છે, તેના જે કલાત્મક રેખાકરણો છે, એને બદલે આમાં તો સડી ગયેલી ડુંગળી જેવી. આકૃતિ આવી ગઈ છે. (હાસ્ય...) પાર્લમેન્ટની આ ઇમારત દૂરથી તો ભવ્ય દેખાય છે પણ નજીકથી એ એટલી જોવાલાયક નથી. જ્યારે પ્રાચીન અસલી વસ્તુઓ ઈમારતોનાં દૂરથી અને નજીકથી એમ બન્ને દર્શનો એક સરખાં જ કમનીય હોય છે. | '''મ. ઢાંકી :''' એવું છે કે આજે જે મંદિરો બંધાઈ રહ્યાં છે તે કેટલાક પરંપરાગત સ્થપતિઓએ થોડાક દાયકા પહેલાં, લગભગ પાંચ છ દાયકા પહેલાં, જે જૂના શાસ્ત્રાધારિત પુસ્તકો લખેલાં અને તેમાં તેમની સમજ પ્રમાણે આપણે જેને સોલંકીયુગની શૈલી કહીએ છીએ તેમાંથી તેનો કેટલેક અંશે આધાર લઈ બંધાયાં છે. તેમાંથી શિખરોની રેખાઓ લીધી છે. આજનાં મંદિરોના અમુક અણસારો તેના આધાર પર આકારિત થયા છે. એ લોકોમાં કૌશલ (સ્કીલ) જરૂર છે, પણ તેમાં પ્રાચીન સ્થાપત્યનું અધ્યયન પ્રતિબિંબિત થતું નથી. એટલે એમાં જે જીવંતપણું આવવું જોઈએ તે નથી જ આવી શક્યું. માઈકલ એંજેલોનો ‘ડેવિડ' પ્રાચીન કાળના ગ્રીક મૂર્તિકારોને પણ ઊભા રાખી દે તેવી, તેમની જ શૈલીમાં, મૂર્તિમંત થયો છે. એવું સામર્થ્ય તો આજે પણ છે. એવી સ્કીલ્સ જરૂર અસ્તિત્વમાં છે, પણ સાથોસાથ અધ્યયન કે અભ્યાસ નથી. એ બધાં તાણેલ ‘ટીંહા’ પ્રમાણે હાલ્યા જાય છે. ઇંગ્લૅન્ડમાં પણ આવું જ થયું છે. વિક્ટોરિયન યુગમાં ગૉથિક પુનરુત્થાન આવ્યું. ‘રિવાઈવલિસ્ટ ગૉથિક આર્કિટેક્ચર'નો મોટો જુવાળ આવ્યો ત્યારે કેવળ ડ્રાફ્ટસમેનોએ બનાવેલા ડ્રોંઈગ્ઝ પર નાની મોટી, કેટલીક મહત્ત્વાકાંક્ષી, ઇમારતો પણ બંધાઈ. એ શૈલીમાં બંધાયેલ બ્રિટિશ પાર્લમેન્ટનું મકાન ઘણું ભવ્ય. મેં એક આખો દિવસ એના અભ્યાસમાં ગાળેલો. એ ૧૫મી-૧૬મી શતાબ્દી અનુસારની ‘પર્પેન્ડીક્યુલર સ્ટાઈલ’નાં તત્ત્વો લઈને બનાવેલું. પછી એની સામે જ પશ્ચિમ તરફ વેસ્ટ મિન્સ્ટરનું પ્રસિદ્ધ એબી-ચર્ચ આવેલું છે, જેનો પાછલો ભાગ ૧૬મી સદીમાં બનેલો, તેને મેં ધ્યાનપૂર્વક જોયું ને આની સાથે તુલના કરી. પાર્લમેન્ટના બિલ્ડિંગમાં જરૂરી ‘એલીમેન્ટસ’ તો લીધાં છે, પણ એમાં દેખાવમાં ફેર પડી ગયો છે. પ્રાચીન કેથેડ્રલની વાસ્તુકલામાં જે સુસૂક્ષ્મતા છે, તેનો જે આત્મા છે, એની અંદર એકએક તત્ત્વોની જે રીતે સારવાર કરી છે, એકએક ઘટકોના જે ઘાટ ઘડેલા છે, તેમાં ને આ પાર્લમેન્ટના મકાનનાં સમાંતર તત્ત્વો જોતાં તેમાં સૂક્ષ્મ વિગતો, ખાસ માવજતો, રહી જાય છે. અહીં ડ્રૉઇંગ્ઝ પ્રમાણે કામ થયું છે. તેથી તેના ઘાટડાઓમાં ‘ફ્લૅટનેસ’, સપાટપણું આવી ગયું છે. ટાંકણાનાં જે ઊંડાણો આવવાં જોઈએ, એમાં જે પુરાણા સમર્થ આકારોની પ્રતીતિજનક સચ્ચાઈ આવવી જોઈએ એ નથી. વેસ્ટ મિન્સ્ટરમાં બટ્રેસ ૫૨ની ઘુમટીઓ છે, તેના જે કલાત્મક રેખાકરણો છે, એને બદલે આમાં તો સડી ગયેલી ડુંગળી જેવી. આકૃતિ આવી ગઈ છે. (હાસ્ય...) પાર્લમેન્ટની આ ઇમારત દૂરથી તો ભવ્ય દેખાય છે પણ નજીકથી એ એટલી જોવાલાયક નથી. જ્યારે પ્રાચીન અસલી વસ્તુઓ ઈમારતોનાં દૂરથી અને નજીકથી એમ બન્ને દર્શનો એક સરખાં જ કમનીય હોય છે. | ||
'''યજ્ઞેશ :''' '''''તમે વચ્ચે વાત કરતા હતા તેમાં પણ ‘પર્સેપ્શન’ની વાત આવી. એક સૌંદર્યબોધની વાત આવી, એક નજરની વાત આવી. તો સૌંદર્યકારણ, રસકારણ, રસદર્શન, પ્રાચીન સાહિત્ય, ને એ બધાયનો અભ્યાસ, આ પ્રકારની શાખાઓમાં કામ કરનારને જરૂરી હોય છે. તમારો પોતાનો આ બધામાં અભ્યાસ તમે કેવી રીતે કર્યો? આ બધી કલાઓ, વિદ્યાશાખાઓનો અભ્યાસ તમને જરૂરી લાગે છે ખરો?''''' | '''યજ્ઞેશ :''' '''''તમે વચ્ચે વાત કરતા હતા તેમાં પણ ‘પર્સેપ્શન’ની વાત આવી. એક સૌંદર્યબોધની વાત આવી, એક નજરની વાત આવી. તો સૌંદર્યકારણ, રસકારણ, રસદર્શન, પ્રાચીન સાહિત્ય, ને એ બધાયનો અભ્યાસ, આ પ્રકારની શાખાઓમાં કામ કરનારને જરૂરી હોય છે. તમારો પોતાનો આ બધામાં અભ્યાસ તમે કેવી રીતે કર્યો? આ બધી કલાઓ, વિદ્યાશાખાઓનો અભ્યાસ તમને જરૂરી લાગે છે ખરો?''''' | ||
| Line 125: | Line 130: | ||
'''યજ્ઞેશ :''' '''''મને ઉદાહરણ યાદ આવે છે; તમે એક વાર વાત કહેલી કે ઈલોરામાં એક મૂર્તિ છે ‘ભીલડીના વેશમાં પાર્વતી.' તમે કીધેલું કે બાણભટ્ટના ચંડીશતકમાં જે વિશેષણોયુક્ત વર્ણન કરેલું છે તેમાં તેને ‘કિરાતવેશા ભવાની' કહી છે. તેનાથી આ મૂર્તિની ઓળખ વધારે સાચી રીતે થઈ શકે છે.'''''' | '''યજ્ઞેશ :''' '''''મને ઉદાહરણ યાદ આવે છે; તમે એક વાર વાત કહેલી કે ઈલોરામાં એક મૂર્તિ છે ‘ભીલડીના વેશમાં પાર્વતી.' તમે કીધેલું કે બાણભટ્ટના ચંડીશતકમાં જે વિશેષણોયુક્ત વર્ણન કરેલું છે તેમાં તેને ‘કિરાતવેશા ભવાની' કહી છે. તેનાથી આ મૂર્તિની ઓળખ વધારે સાચી રીતે થઈ શકે છે.'''''' | ||
'''મ. ઢાંકી :''' ઊભા રહો ! પહેલી વાત એ કે તે ઈલોરામાં નહીં પણ આપણા ગુજરાતમાં શામળાજીમાં સપ્ત માતૃકાઓ અને સાથે જે બીજી મૂર્તિઓ જે મળેલી છે, વીરભદ્ર શિવ, ગણેશ વગેરે એમાં એક મૂર્તિ એવી છે કે જે ભીલડીના વેશમાં પાર્વતીરૂપે છે. તેના હાથમાં બાળક છે, સ્કંદ. ઉમાકાંત શાહ- ડૉ. યુ. પી. શાહે એનો ‘ભીલડીના વેશમાં પાર્વતી' એવો એમના લેખમાં પરિચય આપેલો. તે વાતને તો વરસો વીતી ગયાં. ડૉ. યુ. પી. શાહ મારા પરમ મુરબ્બી મિત્ર હતા. પછી જ્યારે મેં ‘ચંડીશતક' વાંચ્યું તો તેમાં ‘કિરાતવેશા ભવાની’નો ઉલ્લેખ જોવા મળ્યો. ત્યારે મેં ઉમાકાંતભાઈને કહેલું તમે ‘ભીલડીના વેશમાં પાર્વતી' કહ્યું છે તે તો આપણી ગુજરાતી ભાષામાં સમજૂતી રૂપે છે, પણ એ કાળના લોકોનું જે દર્શન છે તે સંસ્કૃત સાહિત્ય અનુસાર ‘કિરાતવેશા ભવાની'નું છે. એમાં ભવાની- ભવની એટલે કે શિવની પત્ની ને ‘કિરાતવેશા’ – કિરાત એટલે ભીલ, તેના વેશમાં રહેલી તે ‘કિરાતવેશા’ દેવી. આ કેવો સરસ શબ્દ છે ! આટલામાં બધું સમજાવી દીધું છે. તમે ‘ભીલડીના વેશમાં પાર્વતી' આટલું લાંબું લખ્યું છે તે સાચું જરૂર છે, પણ તે તો સમજૂતી છે. તેમાં તેની ‘ઇમેજ’ નથી ઊપસી આવતી. વિશેષમાં ઉપર્યુક્ત કથનમાં જે ગરિમા છે, ગૌરવ છે, સ્વભાવ-સ્પષ્ટતા છે, તે ત્યાં સમાસવાળા શબ્દસમૂહ દ્વારા યથાર્થરૂપે પ્રગટ થાય છે, એટલે જ તો હું ઘણી વાર મારા લેખોને તત્સમપ્રચુર બનાવું છું, યા તે સ્વયમેવ એવા બની જાય છે. સંસ્કૃતાઢ્યા ભાષા અમુક સંદર્ભમાં ચાલી શકે છે, વિશેષ ઉપયુક્ત નીવડે છે, કારણ કે સંસ્કૃત શબ્દોમાં કેટલીક વિશિષ્ટ શક્તિ છે. એમાં જે અર્થોત્પતિ રહેલી હોય છે, તેના થકી અભિવ્યંજનામાં ઘણુંબધું પ્રગટ થઈ શકે છે. અમુકમાં અલબત્ત, દેશ્ય ભાષાનો ઉપયોગ અસરકારક રીતે થાય. કાઠિયાવાડી ભાષાના પ્રયોગ સાથે લાભશંકર પુરોહિત જે લખે છે, તમે લખો છો, અને સાદા શબ્દોના પ્રયોગથી તેમાં જે લખાય છે તેમાં અલબત્ત, સંસ્કૃતના બહુ ઓછા શબ્દો આવે અને ત્યાં તો તે જ ઉચિત લાગે. પણ કલાવિષય ૫૨ જે લખવાનું હોય છે તે જે તે ખાસ પ્રાચીન કાળ સાથે સંબદ્ધ હોઈને તે કાળનાં સંસ્કારો અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખવી પડે. તેમાં દેશ્ય ભાષા ચાલે નહીં. ત્યાં તો પ્રશિષ્ટ ભાષા શોભે. એથી હું પ્રાચીન સાહિત્યમાંથી જડી આવતી શબ્દાવલીનો ઉપયોગ કરું છું. હું યે તળપદી ભાષાનો વિનિયોગ તો કરું જ છું. અલબત્ત જરૂર હોય ત્યાં. આ પછી? | |||
'''મ. ઢાંકી :''' ઊભા રહો ! પહેલી વાત એ કે તે ઈલોરામાં નહીં પણ આપણા ગુજરાતમાં શામળાજીમાં સપ્ત માતૃકાઓ અને સાથે જે બીજી મૂર્તિઓ જે મળેલી છે, વીરભદ્ર શિવ, ગણેશ વગેરે એમાં એક મૂર્તિ એવી છે કે જે ભીલડીના વેશમાં પાર્વતીરૂપે છે. તેના હાથમાં બાળક છે, સ્કંદ. ઉમાકાંત શાહ- ડૉ. યુ. પી. શાહે એનો ‘ભીલડીના વેશમાં પાર્વતી' એવો એમના લેખમાં પરિચય આપેલો. તે વાતને તો વરસો વીતી ગયાં. ડૉ. યુ. પી. શાહ મારા પરમ મુરબ્બી મિત્ર હતા. પછી જ્યારે મેં ‘ચંડીશતક' વાંચ્યું તો તેમાં ‘કિરાતવેશા ભવાની’નો ઉલ્લેખ જોવા મળ્યો. ત્યારે મેં ઉમાકાંતભાઈને કહેલું તમે ‘ભીલડીના વેશમાં પાર્વતી' કહ્યું છે તે તો આપણી ગુજરાતી ભાષામાં સમજૂતી રૂપે છે, પણ એ કાળના લોકોનું જે દર્શન છે તે સંસ્કૃત સાહિત્ય અનુસાર ‘કિરાતવેશા ભવાની'નું છે. એમાં ભવાની- ભવની એટલે કે શિવની પત્ની ને ‘કિરાતવેશા’ – કિરાત એટલે ભીલ, તેના વેશમાં રહેલી તે ‘કિરાતવેશા’ દેવી. આ કેવો સરસ શબ્દ છે ! આટલામાં બધું સમજાવી દીધું છે. તમે ‘ભીલડીના વેશમાં પાર્વતી' આટલું લાંબું લખ્યું છે તે સાચું જરૂર છે, પણ તે તો સમજૂતી છે. તેમાં તેની ‘ઇમેજ’ નથી ઊપસી આવતી. વિશેષમાં ઉપર્યુક્ત કથનમાં જે ગરિમા છે, ગૌરવ છે, સ્વભાવ-સ્પષ્ટતા છે, તે ત્યાં સમાસવાળા શબ્દસમૂહ દ્વારા યથાર્થરૂપે પ્રગટ થાય છે, એટલે જ તો હું ઘણી વાર મારા લેખોને તત્સમપ્રચુર બનાવું છું, યા તે સ્વયમેવ એવા બની જાય છે. સંસ્કૃતાઢ્યા ભાષા અમુક સંદર્ભમાં ચાલી શકે છે, વિશેષ ઉપયુક્ત નીવડે છે, કારણ કે સંસ્કૃત શબ્દોમાં કેટલીક વિશિષ્ટ શક્તિ છે. એમાં જે અર્થોત્પતિ રહેલી હોય છે, તેના થકી અભિવ્યંજનામાં ઘણુંબધું પ્રગટ થઈ શકે છે. અમુકમાં અલબત્ત, દેશ્ય ભાષાનો ઉપયોગ અસરકારક રીતે થાય. કાઠિયાવાડી ભાષાના પ્રયોગ સાથે લાભશંકર પુરોહિત જે લખે છે, તમે લખો છો, અને સાદા શબ્દોના પ્રયોગથી તેમાં જે લખાય છે તેમાં અલબત્ત, સંસ્કૃતના બહુ ઓછા શબ્દો આવે અને ત્યાં તો તે જ ઉચિત લાગે. પણ કલાવિષય ૫૨ જે લખવાનું હોય છે તે જે તે ખાસ પ્રાચીન કાળ સાથે સંબદ્ધ હોઈને તે કાળનાં સંસ્કારો અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખવી પડે. તેમાં દેશ્ય ભાષા ચાલે નહીં. ત્યાં તો પ્રશિષ્ટ ભાષા શોભે. એથી હું પ્રાચીન સાહિત્યમાંથી જડી આવતી શબ્દાવલીનો ઉપયોગ કરું છું. હું યે તળપદી ભાષાનો વિનિયોગ તો કરું જ છું. અલબત્ત જરૂર હોય ત્યાં. આ પછી? (નવો પ્રશ્ન). | |||
'''યજ્ઞેશ :''' '''''અમેરિકન ઇન્સ્ટિટ્યૂટના ટેમ્પલ આર્કિટેક્ચરના વોલ્યુમ્સના તમે પ્રધાન સંપાદક છો. આ સંદર્ભમાં તમારે ઘણાં વર્ષો ફરવાનું થયું હશે, હજી પણ થતું હશે. તો આ જે વારસો છે તેની લોકોમાં સભાનતા કેવી છે? કદાચ આ જ મંદિરો બીજે ક્યાંક હોત તો વધારે સારી રીતે સચવાયા હોત ખરાં?''''' | '''યજ્ઞેશ :''' '''''અમેરિકન ઇન્સ્ટિટ્યૂટના ટેમ્પલ આર્કિટેક્ચરના વોલ્યુમ્સના તમે પ્રધાન સંપાદક છો. આ સંદર્ભમાં તમારે ઘણાં વર્ષો ફરવાનું થયું હશે, હજી પણ થતું હશે. તો આ જે વારસો છે તેની લોકોમાં સભાનતા કેવી છે? કદાચ આ જ મંદિરો બીજે ક્યાંક હોત તો વધારે સારી રીતે સચવાયા હોત ખરાં?''''' | ||
'''મ. ઢાંકી :''' એ બધું વિદ્યાર્થીઓને, નવી પ્રજાને તમે કેવી કેળવણી આપો છો તેના ઉપર નિર્ભર છે. યુવાન અવસ્થામાં સેંટ્રલ બૅન્કમાં કામ કરતો હતો ત્યારે અમે સ્ટાફના સભ્યોએ એક પ્રવાસ ઘૂમલીના પુરાવશેષો જોવા માટે કરેલો. ઘૂમલીના નવલખા મંદિર પાસે ઊતર્યા અને મેં બતાવ્યું કે જુઓ આ મંદિર. પછી એક મિનિટમાં બધા પાછા બેસી ગયા ગાડીમાં ! આ જોઈને મેં કહ્યું આપણે અહીંયાં જ ઊતરવાનું છે. મંદિરની જગતી છે તેના પડથાર ઉપર જ શેતરંજીઓ બિછાવી ખાવા પીવાનું કરવાનું. તો કહે આમાં ઊતરવા ને જોવા જેવું છે શું?મંદિર તો રાખના ઢગલા જેવું છે, સાવ ખંડેર, ને ટુકડે ટુકડા છે બધું ! મેં કહ્યું આ જ છે જોવા જેવું. આના માટે તો આપણે અહીં આવ્યા છીએ, તો કહે ઠેઠ પોરબંદરથી અહીંયાં આવ્યા તે આના માટે? હવે આ જે દૃષ્ટિ છે તેની પાછળ અધ્યયનનો અને સાંસ્કૃતિક સભાનતાનો પૂર્ણપણે અભાવ છે. આપણે ત્યાં મોટા ભાગના લોકો અધ્યયનશીલ નથી, એથી અધ્યાસ અને અભ્યાસ પણ નથી. એટલે એ અજ્ઞાનમય વાતાવરણમાંથી આપણે ઊભાં થઈ શક્યાં નથી. પશ્ચિમમાં આપણાથી સ્થિતિ અમુક રીતે બહેતર છે, ત્યાં સમજણ પ્રવર્તે છે, એકેડેમીક્સના લેવલ સુધી. લોકો ત્યાં પ્રાચીન સ્મારકો આદિની મુલાકાત લેતા હોય છે અને ઘણા લોકો મ્યુઝિયમોમાં જતા હોય છે. ત્યાં થોડેઘણે અંશે ધ્યાનપૂર્વક અભ્યાસ પણ કરતા હોય છે. | '''મ. ઢાંકી :''' એ બધું વિદ્યાર્થીઓને, નવી પ્રજાને તમે કેવી કેળવણી આપો છો તેના ઉપર નિર્ભર છે. યુવાન અવસ્થામાં સેંટ્રલ બૅન્કમાં કામ કરતો હતો ત્યારે અમે સ્ટાફના સભ્યોએ એક પ્રવાસ ઘૂમલીના પુરાવશેષો જોવા માટે કરેલો. ઘૂમલીના નવલખા મંદિર પાસે ઊતર્યા અને મેં બતાવ્યું કે જુઓ આ મંદિર. પછી એક મિનિટમાં બધા પાછા બેસી ગયા ગાડીમાં ! આ જોઈને મેં કહ્યું આપણે અહીંયાં જ ઊતરવાનું છે. મંદિરની જગતી છે તેના પડથાર ઉપર જ શેતરંજીઓ બિછાવી ખાવા પીવાનું કરવાનું. તો કહે આમાં ઊતરવા ને જોવા જેવું છે શું?મંદિર તો રાખના ઢગલા જેવું છે, સાવ ખંડેર, ને ટુકડે ટુકડા છે બધું ! મેં કહ્યું આ જ છે જોવા જેવું. આના માટે તો આપણે અહીં આવ્યા છીએ, તો કહે ઠેઠ પોરબંદરથી અહીંયાં આવ્યા તે આના માટે? હવે આ જે દૃષ્ટિ છે તેની પાછળ અધ્યયનનો અને સાંસ્કૃતિક સભાનતાનો પૂર્ણપણે અભાવ છે. આપણે ત્યાં મોટા ભાગના લોકો અધ્યયનશીલ નથી, એથી અધ્યાસ અને અભ્યાસ પણ નથી. એટલે એ અજ્ઞાનમય વાતાવરણમાંથી આપણે ઊભાં થઈ શક્યાં નથી. પશ્ચિમમાં આપણાથી સ્થિતિ અમુક રીતે બહેતર છે, ત્યાં સમજણ પ્રવર્તે છે, એકેડેમીક્સના લેવલ સુધી. લોકો ત્યાં પ્રાચીન સ્મારકો આદિની મુલાકાત લેતા હોય છે અને ઘણા લોકો મ્યુઝિયમોમાં જતા હોય છે. ત્યાં થોડેઘણે અંશે ધ્યાનપૂર્વક અભ્યાસ પણ કરતા હોય છે. | ||
એક વખત આબુ પર દેલવાડાના મંદિરના સર્વેક્ષણ અને છબીકરણ માટે ગયેલો. એક દિવસ કામ રોકાવી દીધેલું. થયું કે આરામ કરીએ. આજે કાંઈ નહીં કરીએ. હું વિમલશાના મંદિરના રંગમંડપના પૂર્વ તરફની ભમતીના સ્થંભને અઢેલીને બેઠો. થયું આજે મુલાકાતીઓની behaviour patternsનો અભ્યાસ કરું. એમાં જોયું કે જે જૈનો આવતા હતા તે તો બધાં હુડુડુ ગર્ભગૃહ પાસે જઈ, પૂજાની સામગ્રી ધરીને રવાના. ચાલો ! અહીંની કલાને ન જોવા આવેલાંમાં આ લોકો નંબરવન. બીજા આવ્યા તેમાં કેટલાક ‘ઓ હો હો ભારે કારીગરી છે હો, આ વાણિઆવે આમાં ઘણાં દોઢિયાં નાઈખાં છે. બીજું આમાં છે શું? | એક વખત આબુ પર દેલવાડાના મંદિરના સર્વેક્ષણ અને છબીકરણ માટે ગયેલો. એક દિવસ કામ રોકાવી દીધેલું. થયું કે આરામ કરીએ. આજે કાંઈ નહીં કરીએ. હું વિમલશાના મંદિરના રંગમંડપના પૂર્વ તરફની ભમતીના સ્થંભને અઢેલીને બેઠો. થયું આજે મુલાકાતીઓની behaviour patternsનો અભ્યાસ કરું. એમાં જોયું કે જે જૈનો આવતા હતા તે તો બધાં હુડુડુ ગર્ભગૃહ પાસે જઈ, પૂજાની સામગ્રી ધરીને રવાના. ચાલો ! અહીંની કલાને ન જોવા આવેલાંમાં આ લોકો નંબરવન. બીજા આવ્યા તેમાં કેટલાક ‘ઓ હો હો ભારે કારીગરી છે હો, આ વાણિઆવે આમાં ઘણાં દોઢિયાં નાઈખાં છે. બીજું આમાં છે શું? (હાસ્ય); એમ કહીને નીકળી ગયાં. ત્રીજા ગ્રૂપમાં બંગાળીઓ આવ્યા. એ લોકો જૈન નહોતા; છતાં એમને ભક્તિભાવના હતી. સ્ત્રીઓ છેડો બંગાળી રીત પ્રમાણે વાળી, બધે દર્શન કરતી ફરતી હતી. મેં કીધું ચાલો આ ભાવિક લોકો છે, એમને સર્વધર્મ-સમભાવ છે. પછી એમ કરતાં સ્કૂલના માસ્તરો છોકરાઓની ટોળી સાથે આવ્યાં. શિક્ષકો ને શિક્ષિકાઓ એમને બધાંને લાઇનસર ભમતીમાં ફેરવે. ચાલો મોનાબેન, લાઇનમાં રહ્યો. આ બાજુ ચાલો, પેલી બાજુ જશો નહીં. હું ! ના, આ બાજુ નહીં. આમ સીધાં રહો બધાં. આમથી જોતાં આવો. જુઓ, આમાં કોટડીની અંદર ભગવાન બેઠા છે. એકએક ને જે-જે કરતા જાઓ, ને આગળ આગળ વધતા જાઓ...' (પરેશનું હાસ્ય). | ||
પછી આવ્યું પરદેશી ટૂરિસ્ટોનું ગ્રુપ. એ લોકોમાંથી કોઈક કહે : ‘ઓહ, માય ગૉડ, હાઉ વન્ડરફુલ ! તેમને આદર જેવું કાંઈ હતું જ નહીં. તેમને જ્યાં જ્યાં ઠીક લાગ્યું ત્યાં ફોટા પાડીને રવાના થયા. પછી આવ્યા પાદરીઓ એમના પરદેશી મહેમાનો સાથે. એટલી હાંસી ઉડાવે હિંદુસ્તાનના આઈડોલૅટર્સની, મૂર્તિપૂજકોની. આમ તેમ જોતા જાય કોઈ જાતનો, જરા સરખોય આદર નહીં. બધા ચાલ્યા ગયા. પછી બે જણા આવ્યા. એ લોકો બધું ધ્યાનથી જોતા હતા. હાથમાં ગાઇડ બુક હતી. મંદિરના એકએક અંગને નીરખીને એના પર કૉમેન્ટસ કરતા ફરતા ચાલતા હતા. તેમને સમજ હતી. વસ્તુ શું છે તે સમજવાની ઉત્કંઠા હતી. હું ખુશ થયો. ને પછી ઊભો થયો. ‘નાવ માઈ પીપલ હેવ કમ’ વિચારી એમની પાસે ગયો. એમની સાથે ફરીને બધું જ સમજાવ્યું, બતાવ્યું. બે કલાક તેમની સાથે હું રહ્યો. એ લોકોએ ખૂબ ૨સ દાખવ્યો, સમજણ બતાવી. મને થયું આજે સેંકડો માણસ આવી ગયાં. લગભગ બે હજાર આવી ગયાં હશે. એ બધા તે એમને એમ કોરો આંટો મારીને વયા જાતા હતા. એમાંથી આ બે અસલી નીકળ્યા; એટલે આપણે જેને ‘સાચાં' કહીએ છીએ તેનું સ્ટૅટિસ્ટિક્સ કાઢો તો અત્યલ્પ સંખ્યામાં જ મળે. | પછી આવ્યું પરદેશી ટૂરિસ્ટોનું ગ્રુપ. એ લોકોમાંથી કોઈક કહે : ‘ઓહ, માય ગૉડ, હાઉ વન્ડરફુલ ! તેમને આદર જેવું કાંઈ હતું જ નહીં. તેમને જ્યાં જ્યાં ઠીક લાગ્યું ત્યાં ફોટા પાડીને રવાના થયા. પછી આવ્યા પાદરીઓ એમના પરદેશી મહેમાનો સાથે. એટલી હાંસી ઉડાવે હિંદુસ્તાનના આઈડોલૅટર્સની, મૂર્તિપૂજકોની. આમ તેમ જોતા જાય કોઈ જાતનો, જરા સરખોય આદર નહીં. બધા ચાલ્યા ગયા. પછી બે જણા આવ્યા. એ લોકો બધું ધ્યાનથી જોતા હતા. હાથમાં ગાઇડ બુક હતી. મંદિરના એકએક અંગને નીરખીને એના પર કૉમેન્ટસ કરતા ફરતા ચાલતા હતા. તેમને સમજ હતી. વસ્તુ શું છે તે સમજવાની ઉત્કંઠા હતી. હું ખુશ થયો. ને પછી ઊભો થયો. ‘નાવ માઈ પીપલ હેવ કમ’ વિચારી એમની પાસે ગયો. એમની સાથે ફરીને બધું જ સમજાવ્યું, બતાવ્યું. બે કલાક તેમની સાથે હું રહ્યો. એ લોકોએ ખૂબ ૨સ દાખવ્યો, સમજણ બતાવી. મને થયું આજે સેંકડો માણસ આવી ગયાં. લગભગ બે હજાર આવી ગયાં હશે. એ બધા તે એમને એમ કોરો આંટો મારીને વયા જાતા હતા. એમાંથી આ બે અસલી નીકળ્યા; એટલે આપણે જેને ‘સાચાં' કહીએ છીએ તેનું સ્ટૅટિસ્ટિક્સ કાઢો તો અત્યલ્પ સંખ્યામાં જ મળે. | ||
| Line 146: | Line 152: | ||
'''યજ્ઞેશ :''' '''''તમે વાત કરતા હતા તેમાં આ ક્ષેત્રના (ભારતીય કળા સ્થાપત્ય) પાશ્ચાત્ય વિદ્વાનોનો ઉલ્લેખ આવ્યો. તો સંશોધનમાં પડેલા જે તે બાજુના વિદ્વાનો છે તેમની પાસે આમ જુઓ તો ભારતીય શ્રદ્ધા નથી કે પરંપરા નથી, છતાં કશુંક એવું છે જે તેમને સ્પર્શી ગયું હોય, તો એ લોકો સાથેના તમારા અનુભવો કેવા?''''' | '''યજ્ઞેશ :''' '''''તમે વાત કરતા હતા તેમાં આ ક્ષેત્રના (ભારતીય કળા સ્થાપત્ય) પાશ્ચાત્ય વિદ્વાનોનો ઉલ્લેખ આવ્યો. તો સંશોધનમાં પડેલા જે તે બાજુના વિદ્વાનો છે તેમની પાસે આમ જુઓ તો ભારતીય શ્રદ્ધા નથી કે પરંપરા નથી, છતાં કશુંક એવું છે જે તેમને સ્પર્શી ગયું હોય, તો એ લોકો સાથેના તમારા અનુભવો કેવા?''''' | ||
'''મ. ઢાંકી :''' એવું છે કે તમે પહેલા કહ્યા એ લોકો એમની પોતાની ભાષામાં લખે છે, બીજું એમની તાલીમ બહુ ઊંચા પ્રકારની છે. એ લોકોની કાર્યપદ્ધતિ છે પૃથક્કરણ અને સમીકરણની. ને આખી પ્રસ્તુતીકરણની પણ પદ્ધતિ વ્યવસ્થિત અને ચોક્કસાઈભરી. એમની સજ્જતા, ક્ષમતા આદિ બધું જ ઉચ્ચકોટિનું છે. એમની નજર પણ ખૂબ કેળવાયેલી છે. રસદૃષ્ટિ પણ ધરાવે છે. હવે શ્રદ્ધાનું એવું છે કે કેટલાક લોકો પોતાના શોધક્ષેત્રના વિષયમાં 'કન્વર્ટ' પણ થઈ જતા હોવાનું મેં જોયું છે. તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં તો એવું જોયું છે જ. એક પંચરાત્ર વૈષ્ણવ ધર્મનો અભ્યાસ કરનારો અમેરિકન વિદ્વાન ડેનિયલ સ્મિથ નામે છે, તેની સાથે શરૂઆતનાં વરસોમાં મારે પરિચય થયેલો. પછી એક વાર પાછું મળવાનું થયેલું. તેણે ઘણું કામ કર્યું છે. પછી કંઈક વાતમાંથી વાત નીકળી, મેં કહ્યું ‘મધ્યકાળમાં તો ભારતના દેવતા હતા ભગવાન શંક૨, એ જ ‘મહાદેવ’ હતા, વિષ્ણુનું સ્થાન તો પછીનું હતું. તેને મારું કથન જરાય ગમ્યું નહીં. એનો દબાવેલો ગુસ્સો દેખાઇ આવતો હતો, પણ એ કાંઈ બોલ્યો નહીં. પણ એનો અર્થ એ છે કે એણે એની જાતને વૈષ્ણવદર્શન સાથે ‘આયડેન્ટિફાઈ' કરી હતી. | '''મ. ઢાંકી :''' એવું છે કે તમે પહેલા કહ્યા એ લોકો એમની પોતાની ભાષામાં લખે છે, બીજું એમની તાલીમ બહુ ઊંચા પ્રકારની છે. એ લોકોની કાર્યપદ્ધતિ છે પૃથક્કરણ અને સમીકરણની. ને આખી પ્રસ્તુતીકરણની પણ પદ્ધતિ વ્યવસ્થિત અને ચોક્કસાઈભરી. એમની સજ્જતા, ક્ષમતા આદિ બધું જ ઉચ્ચકોટિનું છે. એમની નજર પણ ખૂબ કેળવાયેલી છે. રસદૃષ્ટિ પણ ધરાવે છે. હવે શ્રદ્ધાનું એવું છે કે કેટલાક લોકો પોતાના શોધક્ષેત્રના વિષયમાં 'કન્વર્ટ' પણ થઈ જતા હોવાનું મેં જોયું છે. તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં તો એવું જોયું છે જ. એક પંચરાત્ર વૈષ્ણવ ધર્મનો અભ્યાસ કરનારો અમેરિકન વિદ્વાન ડેનિયલ સ્મિથ નામે છે, તેની સાથે શરૂઆતનાં વરસોમાં મારે પરિચય થયેલો. પછી એક વાર પાછું મળવાનું થયેલું. તેણે ઘણું કામ કર્યું છે. પછી કંઈક વાતમાંથી વાત નીકળી, મેં કહ્યું ‘મધ્યકાળમાં તો ભારતના દેવતા હતા ભગવાન શંક૨, એ જ ‘મહાદેવ’ હતા, વિષ્ણુનું સ્થાન તો પછીનું હતું. તેને મારું કથન જરાય ગમ્યું નહીં. એનો દબાવેલો ગુસ્સો દેખાઇ આવતો હતો, પણ એ કાંઈ બોલ્યો નહીં. પણ એનો અર્થ એ છે કે એણે એની જાતને વૈષ્ણવદર્શન સાથે ‘આયડેન્ટિફાઈ' કરી હતી. | ||
એવું જ મારા અમેરિકન મિત્ર રોજર્સ જેક્સન વિશે કહી શકાય. અહીંયાં એનો ફોટો છે (ઘરમાં ફોટો બતાવી). એણે મહાયાન સંપ્રદાયમાં તત્ત્વજ્ઞાનની એક શાખા, જે શૂન્યવાદને માને છે, બધું શૂન્ય છે, આત્મા નથી એ વાદને વિશેષ વિકસાવનાર ધર્મકીર્તિ ૫૨ તેઓ શોધ ચલાવી રહ્યા હતા. બૌદ્ધો અનાત્મવાદી ગણાય છે. બૌદ્ધો આમ તો પુનર્જન્મમાં માને છે, કર્મને પણ માને છે. રોર્જર્સને મેં કુમારિલભટ્ટનો શ્લોક ટાંકેલો, જેમાં બૌદ્ધોની ઠેકડી ઉડાવેલી કે આત્માનાસ્તિ (આત્મા નથી), કર્મઅસ્તિ (કર્મ છે), કર્તા વિના! કર્તા તો નથી, કર્મ કેવી રીતે થાય? | એવું જ મારા અમેરિકન મિત્ર રોજર્સ જેક્સન વિશે કહી શકાય. અહીંયાં એનો ફોટો છે (ઘરમાં ફોટો બતાવી). એણે મહાયાન સંપ્રદાયમાં તત્ત્વજ્ઞાનની એક શાખા, જે શૂન્યવાદને માને છે, બધું શૂન્ય છે, આત્મા નથી એ વાદને વિશેષ વિકસાવનાર ધર્મકીર્તિ ૫૨ તેઓ શોધ ચલાવી રહ્યા હતા. બૌદ્ધો અનાત્મવાદી ગણાય છે. બૌદ્ધો આમ તો પુનર્જન્મમાં માને છે, કર્મને પણ માને છે. રોર્જર્સને મેં કુમારિલભટ્ટનો શ્લોક ટાંકેલો, જેમાં બૌદ્ધોની ઠેકડી ઉડાવેલી કે આત્માનાસ્તિ (આત્મા નથી), કર્મઅસ્તિ (કર્મ છે), કર્તા વિના! કર્તા તો નથી, કર્મ કેવી રીતે થાય? કર્મફલ અસ્તિ, છતાં કર્મફલ છે, ભોક્તા વિના ! કોઈ ભોક્તા નથી તોયે! | ||
એ કથન એને નહોતું ગમ્યું. કેટલાક પરદેશી લોકો ભારતીય ક્ષેત્રોમાં અભ્યાસ કરે છે તે ઊંડાણથી અને તેમાં તેનું આઇડેન્ટિફિકેશન થઈ જાય છે. જૈનોનો અભ્યાસ કરનારાઓ એનાં તીર્થોની જાત્રાએ પણ જતા હોય છે. જેમકે માદામ કૈયા, અને નલિની બલવીર, જેનો બાપ હિંદુસ્તાની પણ મા ફ્રેંચ છે, એ બન્ને વિદુષીઓ જૈનદર્શન પર સારું કામ કરે છે. મને જે જૈનધર્મમાં અનિચ્છનિય તત્ત્વો લાગે તે હું ખુલ્લંખુલ્લા કહું ને લખું પણ તે તેમને રુચે નહીં, સમજ્યા ! એટલે અહીંયાં આ બધાં પણ પોતાને પોતાના અધ્યયનક્ષેત્રની માન્યતાઓ, વસ્તુવિશેષની સાથે આઇડેન્ટિફાય કરે છે. | એ કથન એને નહોતું ગમ્યું. કેટલાક પરદેશી લોકો ભારતીય ક્ષેત્રોમાં અભ્યાસ કરે છે તે ઊંડાણથી અને તેમાં તેનું આઇડેન્ટિફિકેશન થઈ જાય છે. જૈનોનો અભ્યાસ કરનારાઓ એનાં તીર્થોની જાત્રાએ પણ જતા હોય છે. જેમકે માદામ કૈયા, અને નલિની બલવીર, જેનો બાપ હિંદુસ્તાની પણ મા ફ્રેંચ છે, એ બન્ને વિદુષીઓ જૈનદર્શન પર સારું કામ કરે છે. મને જે જૈનધર્મમાં અનિચ્છનિય તત્ત્વો લાગે તે હું ખુલ્લંખુલ્લા કહું ને લખું પણ તે તેમને રુચે નહીં, સમજ્યા ! એટલે અહીંયાં આ બધાં પણ પોતાને પોતાના અધ્યયનક્ષેત્રની માન્યતાઓ, વસ્તુવિશેષની સાથે આઇડેન્ટિફાય કરે છે. | ||
'''યજ્ઞેશ :''' '''''એટલે એ લોકો તર્કથી જ અભ્યાસ કરે છે તેવું નથી.'''''' | '''યજ્ઞેશ :''' '''''એટલે એ લોકો તર્કથી જ અભ્યાસ કરે છે તેવું નથી.'''''' | ||
મ. ટાંકી : ના ! એમ તો સાવ નહીં કેટલાક લોકો મેં કહ્યું તેવા પણ છે. (પરેશ નાયક રૂમની બહાર ગયો તેથી) તમે કેમ થાકી ગયા? | મ. ટાંકી : ના ! એમ તો સાવ નહીં કેટલાક લોકો મેં કહ્યું તેવા પણ છે. (પરેશ નાયક રૂમની બહાર ગયો તેથી) તમે કેમ થાકી ગયા? (પછી તેની સિગરેટની તલપ જોઈ, હાથમાં સિગરેટ જોઈને મજાકમાં કહ્યું) ઓહ, યજ્ઞ કરો છો! (હાસ્ય..) | ||
'''યજ્ઞેશ :''' '''''અમારા એક સ્ટેશન ડાયરેક્ટર હતા. બહુ કડક, તેમની હાજરીમાં મારા એક મિત્રને તલપ લાગી'તી ને સિગરેટ પીવી'તી તેમની હાજરીમા., તો કેમ પિવાય તેની તેણે સિફતથી રજા માગી. કે વૈસે તો આપ બડે સાહબ હૈ આપકા માન રખના ચાહિયે, પર તલપ લગી હૈ, ક્યા મેં સિગરેટ પી સકતા હું? | '''યજ્ઞેશ :''' '''''અમારા એક સ્ટેશન ડાયરેક્ટર હતા. બહુ કડક, તેમની હાજરીમાં મારા એક મિત્રને તલપ લાગી'તી ને સિગરેટ પીવી'તી તેમની હાજરીમા., તો કેમ પિવાય તેની તેણે સિફતથી રજા માગી. કે વૈસે તો આપ બડે સાહબ હૈ આપકા માન રખના ચાહિયે, પર તલપ લગી હૈ, ક્યા મેં સિગરેટ પી સકતા હું? સાહેબે છૂટ તો આપી પણ કહ્યું ‘જીતે હિ મુખાગ્નિ ક્યું લગા રહે હો ! (બધાનું હાસ્ય).'''''' | ||
'''મ. ઢાંકી :''' આપણે ત્યાં જમણા પગે અંગૂઠાને અગ્નિ લગાડે (અગ્નિસંસ્કાર વખતે), પણ ઉત્તરમાં તો મુખે અગ્નિ લગાડવાનો રિવાજ છે. એ લોકો ગાળ દે ત્યારે કહે જા રે મું મેં લાઈ લગે !' (હાસ્ય !) | '''મ. ઢાંકી :''' આપણે ત્યાં જમણા પગે અંગૂઠાને અગ્નિ લગાડે (અગ્નિસંસ્કાર વખતે), પણ ઉત્તરમાં તો મુખે અગ્નિ લગાડવાનો રિવાજ છે. એ લોકો ગાળ દે ત્યારે કહે જા રે મું મેં લાઈ લગે !' (હાસ્ય !) | ||
| Line 160: | Line 166: | ||
મ. ટાંકી : આવવાની હતી પણ હજુ સુધી પૂરી કરી આપી શક્યો નથી. એ લેખમાળામાં અલગ-અલગ રત્નો ૫૨, ખનીજશાસ્ત્રના અને સાહિત્યના સંદર્ભોનો સમન્વય કરી, વૈજ્ઞાનિક સાથે રસદૃષ્ટિના કોણથી લેખમાળા કરવાની હતી.'''''' | મ. ટાંકી : આવવાની હતી પણ હજુ સુધી પૂરી કરી આપી શક્યો નથી. એ લેખમાળામાં અલગ-અલગ રત્નો ૫૨, ખનીજશાસ્ત્રના અને સાહિત્યના સંદર્ભોનો સમન્વય કરી, વૈજ્ઞાનિક સાથે રસદૃષ્ટિના કોણથી લેખમાળા કરવાની હતી.'''''' | ||
'''યજ્ઞેશ :''' '''''તો આ શોખ ભૂસ્તરવિજ્ઞાનના તમારા અભ્યાસને લીધે લાગ્યો?''''' | '''યજ્ઞેશ :''' '''''તો આ શોખ ભૂસ્તરવિજ્ઞાનના તમારા અભ્યાસને લીધે લાગ્યો?''''' | ||
મ. ટાંકી : હા ! ખનીજશાસ્ત્ર એ ભૂરતરશાસ્ત્રની જ શાખા છે. ‘ખનીજશાસ્ત્ર’ – મિનરોલોજી કૉલેજમાં મારા અધ્યયન વખતે શીખ્યો હતો. ત્યારે તેમાં અમુક અમુક ખનીજોનો ઉપયોગ રત્ન રૂપે થાય છે તેવું વાંચેલું. અમે તો ત્યારે પ્રયોગશાળામાં જે ખનીજો જોતા તે અલબત્ત, રત્નરૂપે નહીં, ખનીજ રૂપે જ. રત્નશાસ્ત્ર સંબંધી બે-ચાર ચોપડીઓ શાળાભ્યાસ દરમિયાન વાંચેલી. ગિજુભાઈની દક્ષિણામૂર્તિથી પ્રગટ થયેલી હીરામોતી નામની માહિતીપ્રદ પુસ્તિકા નાનપણમાં વાંચેલી તેનાથી એ વિષયનો કંઈક ખ્યાલ બંધાયેલો. સન્ ૧૯૭૪માં મારાં પત્નીના હૃદયનું ઑપરેશનનું કરાવેલું. ઑપરેશન વખતે મુંબઈમાં રહેવાનું થયેલું ત્યારે મેં એને હીરાની વીંટી આપવાની નક્કી કરેલું. ગમે તેમ કરીને, કરજ કરીને પણ આપવી. હું ઝવેરી બજારમાં ગયો અને ચંદ્રકાંતભાઈ સરખા પ્રતિષ્ઠિત ઝવેરીનો દેવાંગના બે'ન મા૨ફત સંપર્ક થયેલો. એમને મેં પૂછેલું કે તમે માત્ર હીરાનું જ કામ કરો છો. પણ મારે બીજા રંગીન પથ્થરો, ઉપરત્નો, જોવાં હોય ને કોઈ કોઈ લેવાં હોય તો ક્યાં મળે? | મ. ટાંકી : હા ! ખનીજશાસ્ત્ર એ ભૂરતરશાસ્ત્રની જ શાખા છે. ‘ખનીજશાસ્ત્ર’ – મિનરોલોજી કૉલેજમાં મારા અધ્યયન વખતે શીખ્યો હતો. ત્યારે તેમાં અમુક અમુક ખનીજોનો ઉપયોગ રત્ન રૂપે થાય છે તેવું વાંચેલું. અમે તો ત્યારે પ્રયોગશાળામાં જે ખનીજો જોતા તે અલબત્ત, રત્નરૂપે નહીં, ખનીજ રૂપે જ. રત્નશાસ્ત્ર સંબંધી બે-ચાર ચોપડીઓ શાળાભ્યાસ દરમિયાન વાંચેલી. ગિજુભાઈની દક્ષિણામૂર્તિથી પ્રગટ થયેલી હીરામોતી નામની માહિતીપ્રદ પુસ્તિકા નાનપણમાં વાંચેલી તેનાથી એ વિષયનો કંઈક ખ્યાલ બંધાયેલો. સન્ ૧૯૭૪માં મારાં પત્નીના હૃદયનું ઑપરેશનનું કરાવેલું. ઑપરેશન વખતે મુંબઈમાં રહેવાનું થયેલું ત્યારે મેં એને હીરાની વીંટી આપવાની નક્કી કરેલું. ગમે તેમ કરીને, કરજ કરીને પણ આપવી. હું ઝવેરી બજારમાં ગયો અને ચંદ્રકાંતભાઈ સરખા પ્રતિષ્ઠિત ઝવેરીનો દેવાંગના બે'ન મા૨ફત સંપર્ક થયેલો. એમને મેં પૂછેલું કે તમે માત્ર હીરાનું જ કામ કરો છો. પણ મારે બીજા રંગીન પથ્થરો, ઉપરત્નો, જોવાં હોય ને કોઈ કોઈ લેવાં હોય તો ક્યાં મળે? તો કહે આપણી દુકાન મૂકીને પછીની ત્રીજી દુકાનના ઉપરના ભાગમાં તમે જાવ. એક દિવસ હું ત્યાં ગયો. એમની પાસે ઘણાં રત્નો. હું જીયોલોજીમાં શીખેલ તે નામો દેતો જાઉં ને એ બધાં કાઢતાં જાય. થયું કે ઓ હો હો કેવાં સરસ છે આ બધાં ! હૉસ્પિટલમાં જ ઘણો ખર્ચ થયેલો, ઘણા મિત્રોની, સગાઓની મદદ હોવા છતાં. એટલે પોષાય તેમ હતું તેવાં થોડાંક જ લીધાં. જેમકે ફરીદાત કે પેરિદોત, ને બાપુજી માટે બહુ સરસ ગોમેદ પણ લીધેલું. બનારસના અમારા ડાક્ટર સાહેબને દેવા માટે આફ્રિકાનું રૉયલ પર્પલ એમેથિસ્ટ લીધેલું. એક સરસ ઓપેલ જોયેલું પણ બહુ જ મોંઘું. મારાથી લઈ શકાય તેમ ન હતું. | ||
આમ એ ૨સ અંદર જાગ્રત થઈ ગયો. થોડાંક વર્ષો બાદ દિલ્હીમાં લોદી હોટલની શૉપિંગ આર્કેડમાં એક ઝવેરી બેસે છે, મનુભાઈ કરીને, એને મેં પૂછેલું કે તમારી પાસે ઑપલ છે? તો કહે હા. એણે મને બતાવ્યું; પછી કિંમત કહી. મેં કહ્યું મને ગમે તો છે પણ આટલી બધી કિંમત હું ન આપી શકું. તો કહે તમે કેટલી આપી શકો? મેં કહ્યું બહુ તો છસો રૂપિયા આપી. શકાય. એ કહે ઠીક છે આપણો પહેલો પરિચય છે તો તમને આપી દઉં છું. આંગળીનું માપ લઈ એમણે વીંટી પણ બનાવી આપી. આજે પણ તે મારી પાસે છે. | આમ એ ૨સ અંદર જાગ્રત થઈ ગયો. થોડાંક વર્ષો બાદ દિલ્હીમાં લોદી હોટલની શૉપિંગ આર્કેડમાં એક ઝવેરી બેસે છે, મનુભાઈ કરીને, એને મેં પૂછેલું કે તમારી પાસે ઑપલ છે? તો કહે હા. એણે મને બતાવ્યું; પછી કિંમત કહી. મેં કહ્યું મને ગમે તો છે પણ આટલી બધી કિંમત હું ન આપી શકું. તો કહે તમે કેટલી આપી શકો? મેં કહ્યું બહુ તો છસો રૂપિયા આપી. શકાય. એ કહે ઠીક છે આપણો પહેલો પરિચય છે તો તમને આપી દઉં છું. આંગળીનું માપ લઈ એમણે વીંટી પણ બનાવી આપી. આજે પણ તે મારી પાસે છે. | ||
| Line 171: | Line 177: | ||
'''યજ્ઞેશ :''' '''''ઢાંકીસાહેબ બીજા તમારા કયા શોખ? આ રત્નશાસ્ત્ર તો એક નીકળ્યો. નવરા પડો ત્યારે સંગીત ખરું ને?''''' | '''યજ્ઞેશ :''' '''''ઢાંકીસાહેબ બીજા તમારા કયા શોખ? આ રત્નશાસ્ત્ર તો એક નીકળ્યો. નવરા પડો ત્યારે સંગીત ખરું ને?''''' | ||
'''મ. ઢાંકી :''' લોકકલાઓનો પણ શોખ ખરો. જ્યારે હું જૂનાગઢ મ્યુઝિયમનો ૧૯૫૫થી ૧૯૫૯ સુધી ક્યુરેટર હતો ત્યારે સૌરાષ્ટ્રના ભરત અને મોતીકામ વિશે ધીરે ધીરે અભ્યાસ કરી, એને લગતી ઘણી બધી જણસો ભેગી કરી. અંગ્રેજીમાં નાણાવટીસાહેબ તથા ગુરુવર્ય મણિભાઈ વોરાના સહલેખન સાથે પુસ્તક લખેલું છે, ‘ધી એમબ્રોઈડરી ઍન્ડ બીડ વર્ક ઑફ કચ્છ ઍન્ડ સૌરાષ્ટ્ર.' ગુજરાતના પુરાતત્ત્વ વિભાગ તરફથી એ બહાર પડેલું છે. તેમાં નાણાવટી અને મણિભાઈ ભરતકામમાં સહલેખક હતા પણ મોતીકામ ૫૨નો વિભાગ મારા એકલાનો છે. ‘સૌરાષ્ટ્રનું મોતીભરત’ એ લેખ સન્ ૧૯૫૪માં મેં સૌરાષ્ટ્રમાં લખેલો. બધાને બહુ ગમેલો. જયમલ્લ પરમારને ખાસ ગમ્યો હતો. તેમણે એને (બનતા સુધી ‘મિલાપ'માં) પાછો છાપેલો. ‘સ્ત્રીજીવન’માં પણ મનુભાઈ જોધાણીએ એ ફરીને છાપેલો એવું સ્મરણ છે. | '''મ. ઢાંકી :''' લોકકલાઓનો પણ શોખ ખરો. જ્યારે હું જૂનાગઢ મ્યુઝિયમનો ૧૯૫૫થી ૧૯૫૯ સુધી ક્યુરેટર હતો ત્યારે સૌરાષ્ટ્રના ભરત અને મોતીકામ વિશે ધીરે ધીરે અભ્યાસ કરી, એને લગતી ઘણી બધી જણસો ભેગી કરી. અંગ્રેજીમાં નાણાવટીસાહેબ તથા ગુરુવર્ય મણિભાઈ વોરાના સહલેખન સાથે પુસ્તક લખેલું છે, ‘ધી એમબ્રોઈડરી ઍન્ડ બીડ વર્ક ઑફ કચ્છ ઍન્ડ સૌરાષ્ટ્ર.' ગુજરાતના પુરાતત્ત્વ વિભાગ તરફથી એ બહાર પડેલું છે. તેમાં નાણાવટી અને મણિભાઈ ભરતકામમાં સહલેખક હતા પણ મોતીકામ ૫૨નો વિભાગ મારા એકલાનો છે. ‘સૌરાષ્ટ્રનું મોતીભરત’ એ લેખ સન્ ૧૯૫૪માં મેં સૌરાષ્ટ્રમાં લખેલો. બધાને બહુ ગમેલો. જયમલ્લ પરમારને ખાસ ગમ્યો હતો. તેમણે એને (બનતા સુધી ‘મિલાપ'માં) પાછો છાપેલો. ‘સ્ત્રીજીવન’માં પણ મનુભાઈ જોધાણીએ એ ફરીને છાપેલો એવું સ્મરણ છે. | ||
'''યજ્ઞેશ :''' '''''તમે લેખનની વાત કરતા હતા ત્યારે મને યાદ આવ્યું કે બચુભાઈએ તમારી પાસે ઘણું બધું લખાવેલું. ‘કુમાર'ના સંદર્ભમાં. હવે સંશોધક પાસે લેખનની ‘સ્કીલ' હોવી જોઈએ. તમારા લેખનની જે યાત્રા છે તેના વિશે થોડુંક કહેશો? | '''યજ્ઞેશ :''' '''''તમે લેખનની વાત કરતા હતા ત્યારે મને યાદ આવ્યું કે બચુભાઈએ તમારી પાસે ઘણું બધું લખાવેલું. ‘કુમાર'ના સંદર્ભમાં. હવે સંશોધક પાસે લેખનની ‘સ્કીલ' હોવી જોઈએ. તમારા લેખનની જે યાત્રા છે તેના વિશે થોડુંક કહેશો? તમે તો ગુજરાતી અને અંગ્રેજીમાં પણ લખો છો. સંશોધન કરવું જુદી વાત છે અને તેને લેખનમાં ઉતારવું એ જુદી વાત છે. આ બન્નેનો મેળ તમે કેવી રીતે સાધ્યો?''''' | ||
'''મ. ઢાંકી :''' એવું છે કે ગુજરાતમાં લખીએ ત્યારે ગુજરાતી ભાષામાં લખીએ એ ઇચ્છનીય ગણાય. સાહિત્યિક ભાષા કેળવવા માટે સાંપ્રતકાલીન એક તરફથી ગુજરાતી સાહિત્યનું અધ્યયન કરવું જોઈએ અને બીજી તરફથી પ્રાચીન સાહિત્યનું કે જેમાંથી તમને શબ્દાવલી મળે. શૈલીનું વ્યક્તિગત જે ઘટન થાય છે તેના તો અનેક ‘ફેક્ટર્સ' છે, મારા આગામી પુસ્તક અંતર્ગત મારા કલામીમાંસાસંબદ્ધ લેખોનો જે સમુચ્ચય થશે. તેમાં મારી લેખનશૈલી કેવી રીતે ઘડાઈ હશે તે વિશે વિચાર કરીને મેં એ વિશે એક બે કંડિકાઓ આપી છે. તેમાં મારા ૫૨ કોનો કોનો પ્રભાવ પડ્યો હશે. કે જેને આધારે મારી નિજી લેખનશૈલી ઘડાઈ તેનો અણસાર આપ્યો છે. જેમને તે ગમે છે તેઓ એને ‘વિશિષ્ટ' માને છે અને બીજા પણ મિત્રોએ એમ કહ્યું છે. યજ્ઞેશભાઈ ! તમને પણ એ શૈલી અપીલિંગ લાગી છે. આ શૈલી બની કેવી રીતે? | '''મ. ઢાંકી :''' એવું છે કે ગુજરાતમાં લખીએ ત્યારે ગુજરાતી ભાષામાં લખીએ એ ઇચ્છનીય ગણાય. સાહિત્યિક ભાષા કેળવવા માટે સાંપ્રતકાલીન એક તરફથી ગુજરાતી સાહિત્યનું અધ્યયન કરવું જોઈએ અને બીજી તરફથી પ્રાચીન સાહિત્યનું કે જેમાંથી તમને શબ્દાવલી મળે. શૈલીનું વ્યક્તિગત જે ઘટન થાય છે તેના તો અનેક ‘ફેક્ટર્સ' છે, મારા આગામી પુસ્તક અંતર્ગત મારા કલામીમાંસાસંબદ્ધ લેખોનો જે સમુચ્ચય થશે. તેમાં મારી લેખનશૈલી કેવી રીતે ઘડાઈ હશે તે વિશે વિચાર કરીને મેં એ વિશે એક બે કંડિકાઓ આપી છે. તેમાં મારા ૫૨ કોનો કોનો પ્રભાવ પડ્યો હશે. કે જેને આધારે મારી નિજી લેખનશૈલી ઘડાઈ તેનો અણસાર આપ્યો છે. જેમને તે ગમે છે તેઓ એને ‘વિશિષ્ટ' માને છે અને બીજા પણ મિત્રોએ એમ કહ્યું છે. યજ્ઞેશભાઈ ! તમને પણ એ શૈલી અપીલિંગ લાગી છે. આ શૈલી બની કેવી રીતે?નાનપણથી એ વિષય ૫૨ રસપૂર્વક વિચારતાં વિચારતાં, એક પછી એક એવું માનસિક રસાયણ બની ગયું કે મારી પોતીકી શૈલી બની. કોઈનું અનુકરણ નહીં, કોઈ બે-ચાર શબ્દો અન્ય લેખકોએ વાપર્યા હોય તેવા આવી જાય, પણ એકંદરે મારી પોતાની શૈલી. | ||
'''યજ્ઞેશ :''' '''''અંગ્રેજીમાં પણ તમે સરસ લખી શકો છો તો એ શું તમે રસથી કેળવ્યું? કારણ કે અંગ્રેજી આમ તો પરદેશી ભાષા છે.'''''' | '''યજ્ઞેશ :''' '''''અંગ્રેજીમાં પણ તમે સરસ લખી શકો છો તો એ શું તમે રસથી કેળવ્યું? કારણ કે અંગ્રેજી આમ તો પરદેશી ભાષા છે.'''''' | ||
| Line 197: | Line 203: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|***}} | {{center|<nowiki>***</nowiki>}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પ્રાસ્તાવિક | |||
|next = વિરલ ગોષ્ઠિવિદ્ ઢાંકીસાહેબ | |||
}} | |||