વસુધા/અહીં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
શશીની | શશીની જ્યોત્સ્નાની મબલખ મચી છે શું રમણા! | ||
દિશાઓને આછા સ્મિતથી સજતી ફુલ્લવદના | :-દિશાઓને આછા સ્મિતથી સજતી ફુલ્લવદના | ||
અહીં સૂનાં માંડે ચરણ અમ કારાગૃહ વિષે | અહીં સૂનાં માંડે ચરણ અમ કારાગૃહ વિષે | ||
દિવાલે ને દ્વારે ધવલગિરિનું હાસ લઈને | દિવાલે ને દ્વારે ધવલગિરિનું હાસ લઈને | ||
Line 13: | Line 13: | ||
અહીં શોભે હાવાં દિલદિલતણું મુક્ત ભમવાં, | અહીં શોભે હાવાં દિલદિલતણું મુક્ત ભમવાં, | ||
લટારો લેવાવી કરકર ભીડી, જીવનતણી ૧૦ | |||
ઉકેલી પીવી સૌ સુખદુખકથા, ને ઉછળતા | ઉકેલી પીવી સૌ સુખદુખકથા, ને ઉછળતા | ||
સ્વરે ગાતાંગાતાં ગગનભરી દેવું ઉર રસે. | સ્વરે ગાતાંગાતાં ગગનભરી દેવું ઉર રસે. |
Latest revision as of 01:55, 18 June 2023
અહીં
શશીની જ્યોત્સ્નાની મબલખ મચી છે શું રમણા!
-દિશાઓને આછા સ્મિતથી સજતી ફુલ્લવદના
અહીં સૂનાં માંડે ચરણ અમ કારાગૃહ વિષે
દિવાલે ને દ્વારે ધવલગિરિનું હાસ લઈને
છવાઈ બેઠી એ પગથીપગથીએ ઉપવને,
અને પર્ણપર્ણે કુસુમકુસુમે ગેલ કરતી
લપાતી ડોકાયે ઘન તરુણી છાયમહીંથી.
અહો, આછા તેજે બઢતી સુરખી યે તિમિરની!
અહીં શોભે હાવાં દિલદિલતણું મુક્ત ભમવાં,
લટારો લેવાવી કરકર ભીડી, જીવનતણી ૧૦
ઉકેલી પીવી સૌ સુખદુખકથા, ને ઉછળતા
સ્વરે ગાતાંગાતાં ગગનભરી દેવું ઉર રસે.
નહીં, અહીં ભમે છ પોલિસ જ એક ખાખી મહીં,
અને રટત કેટલા જન કર્યા છ કેદી અહીં!